akshar patel gujarati cricketer engagement with girlfrend meha social media post viral
સારા સમાચાર /
આ ગુજરાતી ક્રિકેટરે કરી ગર્લફ્રેન્ડ સાથે સગાઈ, જાણો કયા દિગ્ગજ ક્રિકેટર્સે આપી શુભેચ્છા
Team VTV09:34 AM, 21 Jan 22
| Updated: 09:53 AM, 21 Jan 22
ધુરંધર ગુજરાતી ક્રિકેટર Akshar Patel એ પોતાની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે. સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકીને તેણે જાણ કરી હતી. જેમાં ઘણા ક્રિકેટર્સે શુભકામનાઓ પાઠવી હતી.
ક્રિકેટર અક્ષર પટેલે આજે સગાઈ કરી લીધી
ટીમ ઈન્ડિયાના ક્રિકેટર અક્ષર પટેલે સગાઈ કરી લીધી છે. પોતાના જન્મદિવસને ખાસ બનાવીને તેણે ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઈ કરી. અક્ષરે તેના ચાહકોને સોશિયલ મીડિયા દ્વારા તેની જાણકારી આપી હતી. અક્ષરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર મેહા સાથેનો એક ફોટો શેર કર્યો છે.
20 જાન્યુઆરી 1994ના રોજ ગુજરાતના આણંદમાં જન્મેલા અક્ષર પટેલે પોતાનો જન્મદિવસ ખૂબ જ ખાસ બનાવ્યો હતો. તેણે ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઈ કરી લીધી. અક્ષરે તેનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ખાસ અવસર પર અક્ષર અને મેહાના પરિવારના લોકો સાથે કેટલાક નજીકના લોકો પણ હાજર હતા.
કોણે આપ્યા અભિનંદન
રિષભ પંતે અક્ષરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર મજાકમાં કોમેન્ટ કરી હતી કે 'અભિનંદન મારા થેપલાઓ'. સાથે રાહુલ ચાહરે પણ કોમેન્ટ કરીને અભિનંદન આપ્યા હતા. આ સિવાય સૂર્યકુમાર યાદવ, આઈપીએલ ટીમ દિલ્લી કેપિટલ્સ, ક્રિકેટર મોહિત શર્મા, ઇશાન કિશન, એક્સપર્ટ જતીન સપરું તમામે અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાતી ક્રિકેટર જયદેવ ઉનડકટે તો લખ્યું હતું કે તો ચાલો હવે કરો કંકુના. સામે અક્ષરે લખ્યું હતું કે તમે હવે શાંતિ રાખો તો સારું. આ સિવાય ક્રિકેટર શિખર ધવન, આરપી સિંઘ, ચહલ સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ શુભેચ્છા પાઠવી હતી.
ભારતીય ટીમનો સારો ઓલરાઉન્ડર છે અક્ષર
અક્ષર પટેલે ભારતીય ક્રિકેટ ટીમ માટે 38 ODI મેચ રમી છે. આ દરમિયાન તેણે 45 વિકેટ ઝડપી છે. અક્ષરે 5 ટેસ્ટ મેચમાં 36 વિકેટ લીધી છે. તેણે 15 T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે. જેમાં તેણે 13 વિકેટ ઝડપી છે.
જો અક્ષરની આઈપીએલ કારકિર્દી પર નજર કરીએ તો તે પણ ખૂબ સરસ રહી છે. તેણે દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ માટે અનેક વખત શાનદાર પ્રદર્શન કર્યું છે. અક્ષરે અત્યાર સુધી 109 IPL મેચમાં 95 વિકેટ ઝડપી છે.