બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Akhatrije Ahmedabadis will keep the tradition of buying gold

Akshay Tritiya 2023 / વણજોયાં મુહૂર્ત અખાત્રીજે અમદાવાદીઓ સોનું ખરીદવાની પરંપરા જાળવી રાખશે, મુહૂર્ત જાળવવા બજેટ પર કાપ મૂકવાનું પસંદ કર્યું

Kishor

Last Updated: 07:13 AM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોના અને ચાંદીના ભાવમાં કડાકા બોલી રહ્યા છે તેથી શુકનમાં ઝવેરાત ખરીદવા માગતા લોકોએ ખરીદી કરવા પણ બજેટ પર કાપ મૂકવાનું પસંદ કર્યું છે. લોકો પહેલાં ૧૦ ગ્રામના સોનાના સિક્કાથી લઇને સોનાના બિસ્કિટ મુહૂર્તમાં ખરીદી લેતા હતા તેઓ હવે ત્રણ કે પાંચ ગ્રામ સોનું ખરીદીને શુકનની પરંપરા જાળવશે.

  • અખાત્રીજના દિવસે શુકનની ખરીદી કરવાના બજેટ પર કાપ
  • લોકો ૧૦ ગ્રામના સોનાના સિક્કાથી લઇને સોનાના બિસ્કિટ મુહૂર્તમાં ખરીદી કરતા
  • ભાવ વધારાને લઈને સોનાની માંગમા ઘટાડો

ધન વૃિદ્ધ અને ધન સમૃિદ્ધ આપનારી અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનું પવિત્ર પર્વ ઉજવાઇ રહ્યું છે. જેને લઈને લાંબા સમય બાદ સોની બજારમાં ચમકનો માહોલ જોવા મળી રહ્યો છે. સોનાના વધી રહેલા ભાવના કારણે સોની બજારમાં આવેલા મંદીના માહોલમાં અખાત્રીજનો અવસર હવે રોનક લાવશે. હાલમાં સોનાના ભાવ આસમાને પહોંચી ગયા હોવાથી લોકો સોનું ખરીદવાનું લગભગ ટાળતા હતા પરંતુ આગામી માસથી ફરી લગ્નસરાની સિઝન પણ જામશે. તેથી સોની બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમાંય અખાત્રીજને લઇને સોના -ચાંદીના સિક્કા અને લગડીના ઓર્ડર મળવા લાગતાં સોની બજારના વેપારીઓને હાશકારો થયો છે.

અખાત્રીજ પર સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ વાતોનું જરૂર રાખો ધ્યાન,  ફાયદામાં રહેશો | on akshaya tritiya keep these things in mind while buying  gold know more


વેપારીઓને અંદાજે ૨૫ ટકા વધુ વેચાણ થવાની ધારણા

અખાત્રીજ સાથે અનેક પૌરાણિક માન્યતાઓ પણ જોડાયેલી છે. આ વર્ષે અખાત્રીજના દિવસે ગુરુ રાશિ પરિવર્તન કરશે. સામાન્ય રીતે અખાત્રીજ પર સોનું, ચાંદી, વાહન, મકાન, દુકાન, ફ્લેટ કે પ્લોટ સહિતની વસ્તુઓની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. પરંતુ આ દિવસે સોનું ખરીદવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યોતિશાસ્ત્ર અનુસાર જે લોકો અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાનો શુભ સમય આજે (૨૨ એપ્રિલ) શનિવારના રોજ સવારે ૦૮.૦૪ વાગ્યાથી બીજા દિવસે, રવિવાર, ૨૩ એપ્રિલ, સવારના ૮ વાગ્યા સુધી  છે. સોની બજારની હાલની  સ્થિતિ અંગે માહિતી આપતાં અમદાવાદ  જિગર સોનીએ જણાવ્યું હતું કે સોનાના ભાવ સતત વધી રહ્યા છે છતાં અખાત્રીજ સોનું ખરીદવા માટેનો  શુભ અવસર હોઈને લોકો શુકન પૂરતી  પણ ખરીદી જરૂર કરશે.  બે વર્ષ પહેલાં જે રીતે અખાત્રીજ વખતે લોકો દિવસો પહેલાં મુહૂર્ત સાચવવા માટે એડ્વાન્સ બુકિંગ કરાવી દેતા હતા, શુકનની ખરીદી કરવા માટે પડાપડી કરતા હોય છે. અખાત્રીજથી લોકો દાગીનાની ખરીદી કરતા હોવાથી વેપારીઓને ધંધો પણ ચોક્કસ મળશે. 

અખાત્રીજ પર સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ વાતોનું જરૂર રાખો ધ્યાન,  ફાયદામાં રહેશો | on akshaya tritiya keep these things in mind while buying  gold know more


બુલિયન બિઝનેસમાં ૪૦ ટકાનો વેપાર વધવાનો ઝવેરીઓને અંદાજ
અખાત્રીજના દિવસે એક અંદાજ મુજબ જવેલરીમાં ૧૫થી ૨૦ ટકા અને ઓવરઓલ બુલિયન બિઝનેસમાં ૪૦ ટકાનો વેપાર વધવાનો ઝવેરીઓને અંદાજ છે. આ વખતે સોનાના બદલે ડાયમંડ જવેલરી માટે પણ લોકો એડ્વાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. જોકે ખરીદી માટેની પસંદગી લોકોએ બદલી છે. હવે સોના-ચાંદી કે ડાયમંડની ખરીદી માટે વિવિધ ઓપ્શન પર લોકો નજર દોડાવી રહ્યા છે. જેમકે કયા દુકાનદારને ત્યાં ડિસ્કાઉન્ટ છે, ક્યાં સ્કીમ ચાલી રહી છે કે અખાત્રીજની ખરીદી માટેની ઓછા વજનની સ્પેશિયલ જવેલરી બહાર પાડવામાં આવી છે કે નહીં. આ બધી વસ્તુઓ સામાન્ય નાગરિકો માટે આકર્ષણ બની રહી છે.
 

અંદાજે ૨૫ ટકા વધુ વેચાણ થવાની ધારણા

આ વખતે મે માસમાં લગ્નસરા હોવાને કારણે લગ્ન પ્રસંગના દાગીનાઓની  અખાત્રીજના દિવસે જ લોકો ખરીદી કરશે. સોનાના ભાવો આસમાને હોવા છતાં લોકોનાં સોના ચાંદી અને પ્લેટિનમ તેમજ રિયલ ડાયમન્ડ માટેનાં બુકિંગ થઇ ચુક્યાં છે. સોનાની ખરીદી ઉપરાંત  ફ્રીઝ, એસી, કાર, સ્કૂટર અને વોશિંગ મશીનનાં બુકિંગ પણ  શરૂ થઈ ગયાં છે. તેમાં પણ વેપારીઓને અંદાજે ૨૫ ટકા વધુ વેચાણ થવાની ધારણા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ