બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / akash ambani trolled for wearing chappal in siddhivinayak temple

VIDEO / પરિવાર લઈને સિદ્ધવિનાયકના શરણે પહોંચ્યાં મુકેશ અંબાણી, લોકોએ પકડી પાડી આકાશની ભૂલ, થયા ટ્રોલ

Bijal Vyas

Last Updated: 01:22 AM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આકાશ અંબાણી, મુકેશ અંબાણી, શ્લોકા મહેતા સિદ્ધિવિનાયક મંદિરના પરિસરમાં જોઈ શકાય છે, જાણો શુ છે મામલો?

  • અંબાણી પરિવાર પહોંચ્યો સિદ્ધિવિનાયકના દર્શને
  • આકાશ અંબાણીને સોશિયલ મીડિયા પર થઇ રહ્યો છે ટ્રોલ
  • યૂઝર્સ આકાશના કપડા અને ચપ્પલને કરી રહ્યા છે કમેન્ટ 

Akash ambani trolled: મુકેશ અંબાણી અને તેમનો પરિવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તો બીજી તરફ લોકો અંબાણી પરિવાર વિશે દરેક અપડેટ જાણવા માટે ઉત્સુક છે. તાજેતરમાં મુકેશ અંબાણી તેમના પુત્ર આકાશ અંબાણી, પુત્રવધૂ શ્લોકા મહેતા અને પૌત્ર પૃથ્વી અંબાણી સાથે મુંબઈના લોકપ્રિય મંદિર સિદ્ધિવિનાયક પહોંચ્યા હતા. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અંબાણી પરિવારના સભ્યો મંદિરના પરિસરમાં જોઈ શકાય છે. આ તમામ લોકો ટાઇટ સિક્યોરિટીની વચ્ચે દર્શન કરીને મંદિર પરિસરમાંથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. જો કે, એક ખાસ કારણોસર લોકોએ આકાશ અંબાણીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

shloka mehta donned a lehenga for her sangeet that tells her love story in  the most

ઉલ્લેખનીય છે કે, મુંબઈ ઈન્ડિયન્સની આઈપીએલ મેચ પહેલા મુકેશ અંબાણી પરિવાર સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. જો કે આ વિડીયો દરેકને ખૂબ જ પસંદ આવી રહ્યો છે, પરંતુ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ આકાશને ટ્રોલ પણ કરી રહ્યા છે. હકીકતમાં, લોકો આકાશ અંબાણીને મંદિર પરિસરમાં ચપ્પલ પહેરવા બદલ ટ્રોલ કરી રહ્યા છે.

ત્યાં કેટલાક લોકો તેના કપડા પર પણ કમેન્ટ કરતા પણ જોવા મળી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'તેઓ મંદિરની અંદર ચપ્પલ કેમ પહેર્યા છે'. તો ત્યાં બીજાએ લખ્યું છે, 'આકાશ ચપ્પલ અને શોર્ટ્સ પહેરીને મંદિરમાં. એટલે કે પૈસા હોય તો કંઈ પણ કરી શકાય.

આ રીતે લોકો આકાશને તેના ચપ્પલ અને કપડા માટે ટ્રોલ કરી રહ્યા છે. પરંતુ જો તમે વિડીયોને ધ્યાનથી જોશો તો ખબર પડશે કે આકાશ અંબાણી અને તેમનો પરિવાર મંદિરમાંથી બહાર આવ્યા બાદ તેમના ચપ્પલ પહેરે છે. તમે જોઈ શકો છો કે આકાશ અને શ્લોકા થોડીવાર માટે એક જગ્યાએ રોકાય છે, બંને તેમના ચપ્પલ પહેરે છે અને પછી આગળ વધે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ