બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / વિશ્વ / Ajit Doval meets Netanyahu amid Israel-Hamas war

ઈઝરાયલ-હમાસ યુદ્ધ / ઈઝરાયલ-હમાસ જંગ વચ્ચે અજીત ડોભાલે નેતન્યાહૂ સાથે કરી મુલાકાત, જાણો કયા મુદ્દા પર કરાઇ ચર્ચા

Priyakant

Last Updated: 09:25 AM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel-Hamas War Latest News : અજીત ડોભાલ અને નેતન્યાહૂ વચ્ચે બેઠક દરમિયાન હમાસના બંધકોની મુક્તિ અને ઈઝરાયેલ તરફથી માનવતાવાદી સહાય અંગે ચર્ચા થઈ

Israel-Hamas War : ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે સોમવારે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરી. વાત જાણે એમ છે કે, આ મુલાકાત દરમિયાન બેન્જામિન નેતન્યાહૂએ ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિશે માહિતી આપી હતી. બેઠક દરમિયાન હમાસના બંધકોની મુક્તિ અને ઈઝરાયેલ તરફથી માનવતાવાદી સહાય અંગે પણ ચર્ચા થઈ હતી. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ આ મીટિંગની માહિતી સોશિયલ મીડિયાના એક્સ હેન્ડલ પર શેર કરી છે. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના નિર્દેશક, વડાપ્રધાનના વિદેશ નીતિ સલાહકાર અને ઈઝરાયેલમાં ભારતીય રાજદૂત પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક જેરુસલેમમાં વડાપ્રધાન કાર્યાલયમાં થઈ હતી.

તો શું હમાસ મંત્રણા માટે તૈયાર ? 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર હમાસ રમઝાન મહિના દરમિયાન ગાઝા પટ્ટીમાં સતત યુદ્ધવિરામની વાત કરી રહ્યું છે. હમાસે કહ્યું છે કે, અમે હંમેશા યુદ્ધવિરામની વાટાઘાટો માટે તૈયાર છીએ. સમજૂતીને લઈને ઘણી વખત બેઠકો યોજાઈ હતી પરંતુ ઈઝરાયેલના કારણે બેઠકોનું કોઈ પરિણામ આવ્યું ન હતું. રવિવારે ફરી એકવાર હમાસના વડા ઈસ્માઈલ હનીયેહે કહ્યું કે, તેઓ ગાઝામાં યુદ્ધવિરામ માટે વાટાઘાટો કરવા તૈયાર છે.

વધુ વાંચો: ભારત બન્યો વિશ્વમાં સૌથી વધુ હથિયાર ખરીદનાર દેશ, રિપોર્ટમાં મોટો ખુલાસો, જાણો પાકિસ્તાન કયા નંબર પર

ગાઝામાં શરૂ થયો રમઝાન મહિનો 
ગાઝામાં રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થયો છે અને બોમ્બ ધડાકા વચ્ચે લોકોએ ઉપવાસ શરૂ કર્યા છે. લોકો પાસે ખાદ્યપદાર્થો નથી. ઈઝરાયેલના હુમલામાં ક્ષતિગ્રસ્ત ઘરોની વચ્ચે જગ્યા શોધીને નમાઝ અદા કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આવા સંજોગોમાં પણ લોકો દરરોજ એકસાથે તેમના દરવાજા ખોલે છે. ઘણી જગ્યાએથી નાચતા અને ગાતા બાળકોના અવાજો આવી રહ્યા છે, જ્યારે લાઉડસ્પીકરમાંથી અઝાનનો અવાજ સંભળાઈ રહ્યો છે. હમાસની કાર્યવાહી પછી ઇઝરાયેલના હુમલાઓને કારણે ગાઝા પટ્ટીમાં બધું બદલાઈ ગયું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ