બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / India has become the country that buys the most weapons in the world, a big revelation in the report

SIPRI report / ભારત બન્યો વિશ્વમાં સૌથી વધુ હથિયાર ખરીદનાર દેશ, રિપોર્ટમાં મોટો ખુલાસો, જાણો પાકિસ્તાન કયા નંબર પર

Megha

Last Updated: 09:11 AM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત છેલ્લા 5 વર્ષમાં વિશ્વનો સૌથી મોટો હથિયાર ખરીદનાર દેશ બની ગયો છે. રિપોર્ટ અનુસાર છેલ્લા 5 વર્ષમાં માત્ર ભારત જ નહીં પરંતુ એશિયાઈ દેશોએ સૌથી વધુ હથિયારોની ખરીદી કરી છે.

ભારત વિશ્વમાં સૌથી વધુ હથિયાર ખરીદનાર દેશ છે. SIPRI એટલે કે સ્વીડનની સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નવા ડેટામાં આ વાત સામે આવી છે. જો કે, 2013 થી 2018ની સરખામણીમાં 2019-2023માં 4.7 ટકા વધી છે. સ્વીડનની થિંક ટેન્ક 'SIPRI'એ એક નવા રિપોર્ટમાં આ દાવો કર્યો છે.

ભારત છેલ્લા 5 વર્ષમાં વિશ્વનો સૌથી મોટો હથિયાર ખરીદનાર દેશ બની ગયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં માત્ર ભારત જ નહીં પરંતુ એશિયાઈ દેશોએ સૌથી વધુ હથિયારોની ખરીદી કરી છે. તેનું સૌથી મોટું કારણ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ માનવામાં આવે છે. 

સાથે જ આ સમયગાળા દરમિયાન અમેરિકાના હથિયારોની નિકાસમાં પણ 17 ટકાનો વધારો થયો છે. 2014-18 અને 2019-23 વચ્ચે ફ્રાન્સની શસ્ત્રોની નિકાસમાં 47 ટકાનો વધારો થયો છે. રશિયા હાલમાં યુક્રેન સાથે યુદ્ધમાં ફસાયેલ છે અને તેના શસ્ત્રોની નિકાસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. રશિયાની શસ્ત્રોની નિકાસ 2014-18 અને 2019-23 વચ્ચે 53 ટકા ઘટી છે. 

ભારત પછી, સાઉદી અરેબિયા વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં હથિયારની આયાત કરે છે. એ બાદ કતાર, યુક્રેન, પાકિસ્તાન, જાપાન, ઇજિપ્ત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને ચીને ખરીદી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે 2019-23માં પાકિસ્તાન પાંચમો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર હતો અને ચીન તેના મુખ્ય સપ્લાયર તરીકે વધુ પ્રભાવશાળી બન્યું હતું. પાકિસ્તાનના શસ્ત્રોની આયાતમાંથી 82 ટકા ચીનમાંથી આવે છે.  

વધુ વાંચો: PM મોદી આજે ગુજરાત પ્રવાસે: 85 હજાર કરોડના વિકાસકાર્યોનો કરશે શિલાન્યાસ, દેશને મળશે નવી 10 વંદે ભારત

હથિયારની ખરીદીના મામલામાં ભારત 1993થી પહેલા નંબરે છે. રિપોર્ટ અનુસાર ભારતમાં હથિયારોની જંગી માંગ પાછળનું મુખ્ય કારણ ચીન અને પાકિસ્તાન સાથેનો તણાવ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ