બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / aishwarya rai latest insta post spark separation rumours with abhishek bachchan

મનોરંજન / શું અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય થઈ રહ્યા છે અલગ? અભિનેત્રીની એક પોસ્ટે વધાર્યું સસ્પેન્સ, અફવાઓને મળી હવા

Manisha Jogi

Last Updated: 07:21 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે ઘણા સમયથી અણબનાવ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે, ઐશ્વર્યા અને અભિષેકનું લગ્ન જીવન બરાબર નથી ચાલી રહ્યું.

  • શું અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય થઈ રહ્યા છે અલગ?
  • ઐશ્વર્યા-અભિષેક વચ્ચે અણબનાવ હોવાના અહેવાલ
  • ઐશ્વર્યાની પોસ્ટથી વધ્યું સસ્પેન્સ

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે ઘણા સમયથી અણબનાવ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ બાબતે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચને કોઈ પ્રતિક્રિયા આપી નથી. સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે, ઐશ્વર્યા અને અભિષેકનું લગ્ન જીવન બરાબર નથી ચાલી રહ્યું. અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને એક પોસ્ટ કરતા આ અફવાઓએ વધુ જોર પકડ્યું છે. 

ઐશ્વર્યા રાય બચ્ચનની પોસ્ટ
ઐશ્વર્યા રાય બચ્ચને તેના ઇન્સ્ટાગ્રામ પર તેમના દિવંગત પિતા કૃષ્ણરાજ રાયને તેમની જન્મજયંતિ પર યાદ કરીને તેમના ફોટોઝ શેર કર્યા છે.  ઐશ્વર્યા રાય બચ્ચને પુત્રી આરાધ્યા અને તેમના દિવંગત પિતાના ફોટોઝ શેર કર્યા છે. ઐશ્વર્યાએ તેમના પિતા સાથે ફોટો પણ શેર કર્યો છે અને અન્ય ફોટોમાં ઐશ્વર્યા તેમના માતા સાથે જોવા મળી રહી છે. બેકગ્રાઉન્ડમાં દિવાલ પર તેમના પિતાનો ફોટો જોવા મળી રહ્યો છે અને તેના પર માળા પણ જોવા મળી રહી છે. ઐશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે એક પણ ફોટો શેર કર્યો નથી. 

ઐશ્વર્યાએ આ ફોટોઝ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ‘’તમને હંમેશા પ્રેમ કરું છું, વ્હાલા ડેડી-અજ્જા. સહુંનું ધ્યાન રાખનાર, દયાળું, મજબૂત અને ઉદાર.. તમારા જેવું કોઈ નથી અને થશે પણ નહીં. જન્મદિવસની શુભકામનાઓ. તમારી બહુ યાદ આવે છે. 

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે મતભેદ !
ઐશ્વર્યા રાય બચ્ચને આ પોસ્ટ શેર કરી છે અને તેમાં અભિષેક બચ્ચનનો ફોટો નથી. જેથી ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે મતભેદ હોવાની ચર્ચા કરવામાં આવી રહી છે. એક યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘ડિઅર એશ... તમે ક્યારેય આરાધ્યા અને અભિષેક સાથે ફોટો કેપ્ચર કેમ નથી કરતા. તમારા પરિવારના ફોટોઝ બહુ ઓછા હોય છે. તો શું તેનો અર્થ એવો છે કે, તમે અલગ થઈ ગયા છો?’

ફેશન વીક પછી અફવા ફેલાઈ રહીછે કે, બચ્ચન પરિવારમાં ઝઘડો ચાલી રહ્યો છે, જેમાં ઐશ્વર્યા અને નવ્યા નવેલી નંદા સાથે જોવા મળ્યા નહોતા. ઐશ્વર્યાએ અમિતાભ બચ્ચન માટેની જન્મદિવસની પોસ્ટમાં જયા બચ્ચન અને શ્વેતા બચ્ચનને પણ ઈગ્નોર કર્યા હતા. આ માત્ર અફવા છે અને તેની પુષ્ટી કરવામાં આવી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ