બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Air India Dubai-Cochin flight diverted to Mumbai due to low pressure

દુર્ઘટના ટળી / એર ઈન્ડીયાની ફ્લાઈટમાં લો પ્રેશર સર્જાતા પ્રવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

Hiralal

Last Updated: 07:58 PM, 21 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુબઈથી કોચી આવી રહેલી એર ઈન્ડીયાની ફ્લાઈટમાં ખામી સર્જાતા મહારાષ્ટ્ર બાજુ ડાયવર્ટ કરીને મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

  • હવામાં ફ્લાઈટ ખરાબીની વધુ એક ઘટના 
  • દુબઈથી કોચી આવી રહેલી એર ઈન્ડીયાની ફ્લાઈટમાં લો પ્રેશર
  • મુંબઈમાં કરાવવું પડ્યુ ઈમરજન્સી લેન્ડિંગ 

દેશમાં હવે દરરોજ ફ્લાઈટમાં ખરાબી અને તેને કારણે ઈમરજન્સી લેન્ડિંગની ઘટનાઓ બનવા લાગી છે. આજે હવે એર ઈન્ડીયાનો વારો આવ્યો છે. દુબઈથી કોચી આવી રહેલી એર ઈન્ડીયાની Flight No. AI- 934માં હવામાં જ લો પ્રેશર સર્જાયું હતું. આને કારણે પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો, પ્રવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. ઘટનાની ગંભીરતાને પારખીને પાયલટે ફ્લાઈટને કેરળ બાજુ ન વાળતા  મહારાષ્ટ્ર બાજુ વાળી મૂકી હતી અને છેક મુંબઈમાં જઈને ઈમરજન્સી લેન્ડિંગ કરાવી દીધી હતી. 

દિલ્હીથી ગુવાહાટી જતી ફ્લાઇટની વિન્ડશિલ્ડમાં હવામાં તિરાડ પડી
દિલ્હીથી ગુવાહાટી જતી ફ્લાઇટની વિન્ડશિલ્ડમાં હવામાં તિરાડ પડી ગઈ હતી. ત્યારબાદ વિમાનને જયપુર ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. ડીજીસીએના એક અધિકારીએ આ જાણકારી આપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગો ફર્સ્ટ ફ્લાઇટ જી8-151ની વિન્ડશિલ્ડ તૂટી ગઇ હતી.

ગો ફર્સ્ટની મુંબઈ-લેહ અને શ્રીનગર-દિલ્હી ફ્લાઈટમાં આવી હતી ખરાબી 
 મંગળવારે ગો ફર્સ્ટની મુંબઈ-લેહ અને શ્રીનગર-દિલ્હી ફ્લાઈટમાં એન્જિન ખરાબ થવાના કારણે બંને વિમાનોને ઉડાન ભરતા રોકવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડીજીસીએ આ બંને ઘટનાઓની તપાસ કરી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બે નંબરના એન્જિનમાં ખામી હોવાના અહેવાલ બાદ ગો ફર્સ્ટની મુંબઇ-લેહ ફ્લાઇટને રસ્તાની વચ્ચેથી દિલ્હી તરફ વાળવામાં આવી હતી. તેમણે કહ્યું કે, કંપનીની શ્રીનગર-દિલ્હી ફ્લાઇટના એન્જિન નંબર બેમાં પણ મિડ એર ફોલ્ટ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ તેને શ્રીનગર પરત ફરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ