બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / Ahmedabadites should abide by this rule in Holi-Dhuleti, otherwise action will be taken, CP issued notice

પ્રતિબંધ / અમદાવાદીઓ હોળી-ધૂળેટીમાં આ નિયમમાં રહેજો, નહીંતર થશે કાર્યવાહી, CPએ બહાર પાડ્યું જાહેરનામું

Vishal Khamar

Last Updated: 07:40 PM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોળી-ધૂળેટીના પર્વને લઈને શહેર પોલીસ કમિશ્નરનું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રસ્તાઓ પર ભીડ ભેગી કરવા અને લોકો પર રંગ કે કાદવ ફેંકવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહિ હાથ ધરાશે.

  • હોળી-ધૂળેટીના પર્વને લઈ પોલીસનું જાહેરનામું
  • પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આપ્યા આદેશ
  • જાહેર રોડમાં લોકો પર રંગ કે કાદવ નહીં છાંટવા આદેશ

રંગોનાં તહેવાર હોળી-ધૂળેટીનાં પર્વની સૌ કોઈ આનંદથી ઉજવણી કરતા હોય છે. ત્યારે આનંદ ઉત્સાહના પર્વમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે અમદાવાદ શહેર પોલીસે કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં રોડ- રસ્તાઓ કે મેદાન પર ભીડ એકત્રિત કરવા પર તેમજ જાહેરમાં રોડ પર લોકો પર રંગ કે કાદવ નહી છાંટવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ કાર્યવાહિ કરવામાં આવશે. 

રાજકોટ પોલીસ કમિશનરનું આ જાહેરનામું 30 એપ્રિલ સુધી અમલી 
રાજકોટ પોલીસ કમિશનર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુસર એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં હવે સેના કે પોલીસ જેવા વસ્ત્રો પહેરવા પર રોક લગાવવામાં આવ્યો છે. આ સાથે આવા વસ્ત્રોના વેચાણ ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. નોંધનીય છે કે, રાજકોટ પોલીસ કમિશનરનું આ જાહેરનામું 30 એપ્રિલ સુધી અમલી રહેશે. 

સેના કે પોલીસ જેવા ખાખી વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ
રાજકોટમાં અનેક શોખીન યુવાનો સેના અને પોલીસ જેવા ખાખી વસ્ત્રો પહેરતા હોય છે. પરંતુ હવે જો આવા વસ્ત્રો પહેરેલ વ્યક્તિ જોવા મળશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. વાત જાણે એમ છે કે, રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુસર બહાર પાડવામાં આવેલ આ જાહેરનામામાં કમિશનર દ્વારા રાજકોટમાં સેના કે પોલીસ જેવા વસ્ત્રો પહેરવા પર રોક લગાવી દેવામાં આવી છે. 

રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું
પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ હવે રાજકોટમાં સેના કે પોલીસ જેવા વસ્ત્રો પહેરવા પર રોક લગાવાઇ છે. આ સાથે આવા વસ્ત્રો એટલે કે સેના અને પોલીસના વસ્ત્રોના વેચાણ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામું  30 એપ્રિલ સુધી જાહેરનામું અમલી રહેશે. જોકે સૌથી મહત્વની વાત છે કે, જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ