બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ઓછા મતદાનથી રાજકીય પક્ષોની ચિંતા વધી, કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય બદલવાની કરી માગ

logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Rural SOG arrested the accused for selling chinese Thread from Dholka

ઉત્તરાયણ / 3 ઝબ્બે: ચાઈનીઝ દોરી વાપરશો કે વેચશો તો જેલ ભેગા થશો, અમદાવાદ ગ્રામ્ય SOGએ પાડયો સપાટો

Vishnu

Last Updated: 04:04 PM, 11 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉતરાયણ પહેલા અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ સર્ચ ઓપરેશન કરી ચાઈનીઝ દોરી નો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડયો છે.

  • ધોળકામાં ચાઈનીઝ દોરીનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો
  • ત્રણ આરોપીઓની ગ્રામ્ય SOGએ કરી ધરપકડ
  • 7  લાખ રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત

ઉતરાયણ પૂર્વ ચાઈનીઝ દોરીના વેચાણનો પર્દાફાશ થયો છે. ગ્રામ્ય એેસઓજીએ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો મોટી માત્રામાં કબજે કર્યો છે.એસઓજીની ટીમને બાતમી મળતા એક જ દિવસમાં બે જગ્યાએ રેડ કરતાં કુલ સાત લાખ ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે

1090 રીલ ચાઈનીઝ દોરીનો જથ્થા સાથે આરોપીઑ પોલીસ જાપ્તામાં
અમદાવાદ ગ્રામ્ય એસઓજી ની ટીમે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર માં દીપક રાણા નામનાં આરોપી 302 નગ ચાઇનીઝ દોરી ના જથ્થા સાથે ઝડપી પાડયો છે.. અને દસ્ક્રોઇ તાલુકાના કાશીન્દ્રા ગામ નજીક આવેલ ગ્રીન સોસાયટી પાસે આરોપી ઉત્તમ ઠાકોર અને ધરમ ભાઈ ઠાકોર  ચાઈનીઝ દોરીના 1090 રીલ નો જથ્થો લઈને સપ્લાય કરતા હતા તે જ સમયે ગ્રામ્ય એસઓજીની ટીમે આરોપીઓને ઝડપી પાડી તમામ મુદ્દામાલ જપ્ત કરી દીધો હતો.

ઓછી મૂડીમાં વધુ નફાની લાલચ
આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછ કરતા ત્રણેય આરોપીઓ છેલ્લા ઘણા સમયથી સીઝનેબલ વેપાર સાથે સંકળાયેલા છે.ઓછી મૂડીમાં વધુ નફો કમાવવાના હેતુથી આરોપીઓ આ ચાઇનીઝ દોરીનો જથ્થો લાવ્યા હતા.એટલું જ નહીં પકડાયેલા ત્રણેય આરોપીઓ હોલસેલમાં પણ ચાઈનીઝ દોરી નું વેચાણ કરતા હતા.જોકે હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી 7 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.

હાલ તો પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી આ ચાઇનીઝ દોરીનું જથ્થો ક્યાંથી લાવ્યા હતા કોની પાસેથી લાવ્યા હતા અને અગાઉ કોઈને વેચેલો છે કે કેમ તે દિશા માં તપાસ શરું કરી છે.આરોપીઓની પૂછપરછમાં મોટા ડીલરોના નામ સામે આવવાની શકયતા છે.CRPC કલમ અંતર્ગત સત્તા મળતાં પોલીસ હવે ચાઇનીઝ દોરીના તમામ સદર્ભમાં કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ