બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Rath Yatra 2023: Chief Minister Bhupendra Patel performed Pahind ceremony

રથયાત્રા 2023 / CM દ્વારા જ કેમ કરવામાં આવે છે પહિંદ વિધિ? જાણો શું છે મહત્વ? PM મોદીને સૌથી વધુ વખત મળી છે 'પ્રથમ સેવક' બનવાની તક

Malay

Last Updated: 08:05 AM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahemedabad Rathyatra 2023: આજે વહેલી સવારે મંગળા આરતી બાદ ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. જે બાદ મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. શું તમે જાણો છે પહિંદ વિધિ એટલે શું? નથી જાણતા તો વાંચી લો આ લેખ....

 

  • અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા  
  • ભગવાન ગુલાબી કલરના વાઘા પહેરી નીકળ્યા નગરચર્યાએ 
  • મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી રથ ખેંચી કરાવ્યું રથયાત્રાનું પ્રસ્થાન

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજી 146મી રથયાત્રા નીકળી છે. જગતના નાથ ભગવાન જગન્નાથ, મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા છે. 72 વર્ષ બાદ ભગવાન નવા રથમાં બિરાજમાન થઈને નગરચર્ચાએ નીકળ્યા છે. ભગવાન જગન્નાથ નંદીઘોષ રથ પર બિરાજમાન થયા છે. બહેન સુભુદ્રાજી દવલદન રથ પર બિરાજમાન થયા છે. જ્યારે ભાઈ બલરામ તાલધ્વજ રથ પર બિરાજમાન થયા છે. 

સવારે 4:00 વાગ્યે કરાઈ મંગળા આરતી
આજે સવારે અમદાવાદ જગન્નાથ મંદિરમાં સવારે 4:00 વાગ્યે ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી. આ તકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા. જે બાદ  ભગવાનની આંખેથી પાટા ખોલવાની વિધિ શરૂ કરવામાં આવી હતી. આ તકે જય રણછોડ માખણ ચોરના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું. ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.  

ભગવાનને ધરાવાયો હતો ખીચડાનો ભોગ
ભગવાનના આંખેથી પાટા ખોલ્યા બાદ તેમને ખીચડાનો ભોગ ધરાવવામામાં આવ્યો હતો. જે બાદ ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. 5:35 વાગ્યે બહેન સુભદ્રાજીને રથમાં બેસાડવામાં આવ્યા હતા. સવારે 5:50 વાગ્યે ભાઈ બલરામને પણ રથમાં બેસાડવામાં આવ્યા હતા. જે બાદ CM ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથયાત્રાનો શુંભારંભ કરાવ્યો હતો.

પહિંદ વિધિ શું છે?
- ભગવાન નગરચર્યાએ નીકળે તે પહેલા પહિંદ વિધિ થાય છે
- પુરીમાં પહિંદ વિધિનો મતબલ છેરા પહેરા વિધિ 
- પરંપરા પ્રમાણે રાજા કરે છે ભગવાનની પહિંદ વિધિ
- સોનાની સાવરણીથી કરવામાં આવે છે પહિંદ વિધિ 
- પહિંદ વિધિમાં રથને સોનાની સાવરણીથી સાફ કરવામાં આવે છે 
- રથનો માર્ગ પણ સોનાની સાવરણીથી સાફ કરાય છે 
- ગુજરાતમાં મુખ્યમંત્રી કરે છે પહિંદ વિધિ 
- મુખ્યમંત્રી સૌથી પહેલા ભગવાનના રથનું દોરડું ખેંચે છે
- 1990થી અમદાવાદની રથયાત્રમાં પહિંદ વિધિ થાય છે  
- પુરી રથયાત્રામાં પુરીના રાજા કરે છે પહિંદ વિધિ
- સૌથી વધુ પહિંદવિ‌ધિ કરનારા સીએમ નરેન્દ્ર મોદી છે.
- તેમણે 2002થી 2013 સુધી સતત 12 વર્ષ સુધી પ‌િહંદવિ‌ધિ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ