બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Ahmedabad police have come to kill the young man with a knife

મૈ નશે મેં હૂં / યુવક છરી લઇને હત્યા કરવા આવ્યો છે' દારૂડિયાની વાત સાચી માનીને અમદાવાદ પોલીસે જુઓ શું કરી નાખ્યું

Mehul

Last Updated: 07:22 PM, 17 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દારૂડિયાની વાત સાચી માનીને બે પોલીસ કર્મચારીઓ યુવક પાસે ગયા, જ્યાં યુવકની પૂછપરછ કરી હતી. યુવકે સરખો જવાબ ન આપતાં રમેશભાઇ નામના પોલીસ કોન્સ્ટેબલે તેને બે લાફા ઝીંક્યા.

  • પોલીસ કર્મચારીએ લાફા ફટકાર્યા 
  • સીસીટીવી ફૂટેજથી તપાસ શરુ 
  • દારૂડિયાએ ખોટી માહિતી આપી 


પોલીસ માટે સીસીટીવી કેમેરા તીસરી આંખ ગણવામાં આવે છે, પરંતુ હવે નાગ‌િરકો માટે પણ તે તીસરી આંખનું કામ કરી રહ્યા છે. ઘટનાની હકીકત શું છે તેનો પર્દાફાશ કરવો હોય તો સીસીટીવી કેમેરા હવે લોકો માટે આશીર્વાદરૂપ બન્યા છે. દુકાન બહાર ખુરશીમાં બેઠેલા યુવકને વગર કારણે સરદારનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રમેશભાઇએ બે લાફા ઝીંકી દેતાં મામલો બીચક્યો છે. નિર્દોષ યુવકને બે લાફા મારવા પાછળનું કારણ એક દારૂ‌ડીયો હોવાનું સામે આવ્યું છે, જેણે પોલીસને ખોટી મા‌હિતી આપી હતી.

શું થયું હતું ?

થોડા દિવસ પહેલાં સરદારનગર પોલીસ સ્ટેશનની કુબેરનગર ખાતે આવેલી પોલીસ ચોકીમાં પોલીસ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા ત્યારે એક યુવક દોડતો દોડતો આવ્યો હતો અને તેણે હત્યા અને લૂંટ કરવા માટે એક યુવક છરી લઇને બહાર આવ્યો હોવાની માહિતી આપી હતી. યુવકની વાતને ગંભીરતાથી લઇ પોલીસ કોન્સ્ટેબલ ગૌતમ પરમાર તેમજ કોન્સ્ટેબલ રમેશભાઇ બહાર દોડી આવ્યા હતા. 

ફરિયાદી  દારૂડિયો હતો 

માહિતી આપનાર યુવક ચિક્કાર દારૂ પીધેલો હોવાથી પોલીસે તેની અટકાયત કરી હતી, જોકે હત્યા કરવાની વાત હોવાથી દારૂ‌િડયા યુવકે પોલીસ ચોકી સામે ખુરશી પર બેઠેલા એક યુવક સામે ઇશારો કર્યો હતો અને તે હત્યા કરવા માટે આવ્યો હોવાનું કહ્યું હતું. ગૌતમભાઇ તેમજ રમેશભાઇ તે યુવક પાસે પહોંચી ગયા હતા. 

પોલીસે ફડાકા ઝીંક્યા 

ખુરશી પર બેઠેલા યુવકે સરખો જવાબ ન આપતાં લાફો ઝીંકી દીધો: સાચી હકીકતની કબૂલાત કરાવવા માટે પોલીસ હંમેશાં તેમની આગવી સ્ટાઇલથી પૂછપરછ કરતી હોય છે ત્યારે આ કેસમાં પણ કંઇક આવું થયું હતું. દારૂ‌િડયાની વાત સાચી માનીને બંને પોલીસ કર્મચારીઓ તેની પાસે ગયા હતા, જ્યાં યુવકની પૂછપરછ કરી હતી. યુવકે સરખો જવાબ ન આપતાં રમેશભાઇ નામના પોલીસ કોન્સ્ટેબલે તેને બે લાફા ઝીંકી દીધા હતા. 

સીસીટીવીમાં કેદ થયું અધૂરું સત્ય

ગૌતમ પરમાર પહેલાં એક દુકાનમાં જાય છે. ત્યારબાદ ફરી તે અને રમેશભાઇ દુકાનમાં જાય છે. જ્યાં રમેશભાઇ એક યુવકને ગાલ પર લાફા મારે છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતાં વિવાદ સર્જાયો છે. યુવકને લાફા મારવાનું કારણ દારૂ‌િડયાએ આપેલી ખોટી માહિતી હોવાનું સ્થાનિકો તેમજ પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યું છે. 


દારૂડિયા વિરુદ્ધ ગુનો નોંધાયો

દારૂડિયાનું નામ રાહુલ જેટી છે અને તે કુબેરનગરનો રહેવાસી છે. જ્યારે તે પોલીસ ચોકી ઉપર આવ્યો ત્યારે ‌ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતો, જેથી તેને પહેલાં પકડી પાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

 રાજ્યના પોલીસવડા સુધી ફરિયાદ

 કુબેરનગર વિસ્તારમાં આવેલા ‘એ’ વોર્ડમાં દુકાન ધરાવતા સમીર ગેહાણીએ સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ ક‌િમશનર સંજય શ્રીવાસ્તવ, જોઇન્ટ ક‌િમશનર ઓફ પોલીસ ગૌતમ પરમાર તેમજ રાજ્યના પોલીસવડા આશિષ ભા‌િટયાને ફરિયાદ આપી છે અને બંને પોલીસ કર્મચારી ગૌતમ પરમાર અને રમેશભાઇ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે. સમીર ગેહાણીની દુકાનમાં યુવક નોકરી કરે છે અને બહાર ખુરશીમાં તે બેઠો હતો ત્યારે આ ઘટના ઘટી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ