બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad News: Rickshaw driver killed for 50 rupees in Isanpur, 3 accused arrested

અમદાવાદ / ઇસનપુરમાં 50 રૂપિયા માટે રિક્ષા ચાલક યુવકને છરીના ઘા ઝીંકાયા, એક સગીર સહિત 3 આરોપીની ધરપકડ, જાણો મામલો

Vishnu

Last Updated: 11:32 PM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇસનપુરમાં રૂ 50 માટે એક યુવકને છરીના ઘા ઝીકીને કરાઈ હત્યા. પોલીસે એક સગીર સહિત 3 આરોપીની કરી ધરપકડ.  પૈસાની લેતી દેતીની અદાવતમાં હત્યા કરી હોવાનું ખુલ્યું

  • ઇસનપુરમાં નાણાંની લેતીદેતીમાં હત્યા 
  • માત્ર 50 રૂપિયા માટે જીવ ગુમાવ્યો
  • નાણાંની ઉઘરાણી કરતા યુવકની હત્યા  

રાજ્યમાં અવાર-નવાર હત્યાના બનાવો સામે આવતા હોય છે ત્યારે અમદાવાદના ઇસનપુરમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર 50 રૂપિયા માટે એક 30 વર્ષિય નિલેષ બાથમ નામના યુવકને છરીના ઘા ઝીંકી રહેંસી નાખવામાં આવ્યો છે. 

CCTVમાં મૃતકની બહેને આરોપીને ઓળખો કાઢ્યા
પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી શુભમ રાજપૂત અને શિવમ બાથમ છે. રૂ 50 માટે એક યુવકની હત્યા કરી દીધી. ઘટના એવી છે કે ઇસનપુર વિસ્તારમાં 30 વર્ષિય નિલેષ બાથમ પરિવાર સાથે રહેતો હતો અને ઓટો રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. નિલેષને અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરી મારીને ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત નિલેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જ્યાં સારવાર દરમ્યાન નિલેશ ભાઈનું મૃત્યુ થયું. પોલીસે હત્યાનો ગુનો નોંધી CCTV ચેક કરતા બાઈક પર આવેલા આરોપીને મૃતકની બહેન ઓળખી જતા હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢીને  સગીર સહિત 3 ની ધરપકડ કરી છે.

50 રૂપિયાની ઉઘરાણી વારંવાર કરતાં હત્યાનો ખેલ ખેલાયો
પકડાયેલા આરોપી શુભમ અને શિવમ શાકભાજીની લારીમાં ધધો કરે છે. મૃતક નિલેશ આરોપી પાસે રૂ 50 લેવા ગયો હતો. પરંતુ આરોપી પૈસા આપતો નહતો. જેથી નિલેશ રોજ ઉઘરાણી કરવા જતો હતો. જેની અદાવત રાખીને આરોપીએ હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું. અને પોતાના ભાઈ સાથે મળીને નિલેશ પર છરીના ઘા ઝીકી દીધા. પરંતુ આરોપી અને મૃતક કુટુંબમાં સંબંધી થતા હોવાથી મૃતકની બહેન તેઓને ઓળખી ગઈ હતી.

આરોપીઓ સામાન લઈને ઉત્તરપ્રદેશ ફરાર થઇ જવાના પ્રયાસમાં જ હતા પરંતુ પોલીસે તેઓને ઝડપી લીધા. રૂ 50 માટે એક યુવકની હત્યા કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને હત્યા માટે ઉપયોગમાં લીધેલું હથિયાર જપ્ત કરવાની કાર્યવાહી કરી છે. આ હત્યા ફક્ત 50 રૂપિયા માટે જ થઈ કે અન્ય કોઈ કારણ છે તે મુદ્દે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ