બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Municipal Corporation called the police in case of stray animals, parking and pressure, action taken report presented in High Court.

કામગીરીનો રિપોર્ટ / અમદાવાદ મનપાએ રખડતાં પશુ, પાર્કિંગ, દબાણ મામલે બોલાવ્યો સપાટો, એક્શન ટેકન રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ, જુઓ કેવી થઈ કાર્યવાહી

Vishal Khamar

Last Updated: 08:46 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં બિસ્માર રસ્તા, રખડતા ઢોર તેમજ પાર્કિંગની સ્થિતિ સુધારવા માટે એક સપ્તાહનો સમય આપ્યો હતો. આજ મનપા દ્વારા હાઈકોર્ટમાં 2 મહિના દરમ્યાન કરેલી કામગીરીનો રિપોર્ટ રજૂ કર્યો હતો.

  • અમદાવાદ મનપાનો એક્શન ટેકન રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો
  • બિસ્માર રસ્તા, પશુ, પાર્કિંગ સમસ્યા મામલે AMCનો રિપોર્ટ
  • છેલ્લા 2 મહિના દરમિયાન કરેલી કામગીરીનો રિપોર્ટ કર્યો રજૂ

 ગુજરાત હાઈકોર્ટે બિસ્માર રસ્તા, રખડતા ઢોર ટ્રાફિક તેમજ પાર્કિંગની સમસ્યાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને હાઈકોર્ટે સ્થિતિ સુધારવા માટે એક સપ્તાહનો સમય આપ્યો હતો. આ મામલે આજે હાઈકોર્ટમાં મનપા દ્વારા એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. મનપા દ્વારા બિસ્માર રસ્તા, રખડતા ઢોર તેમજ પાર્કિંગની સમસ્યા મામલે 2 મહિના દરમ્યાન કરેલી કામગીરીનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો હતો. 

અમદાવાદમાં હવે BRTSના રૂટ પર 'રખડતા ઢોર'ની રંજાડ, શહેરમાં માત્ર એક વર્ષમાં  જ 19 હજારથી વધુ પશુઓ ડબ્બે પૂરાયાં | Ahmedabad more than 19000 stray  animals were sheltered in ...
ફાઈલ ફોટો

છેલ્લા 2 મહિનામાં 4671 રખડતા પશુ પકડવામાં આવ્યા

અમદાવાદ મનપાનો એક્શન ટેકન રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો હતો. બિસ્માર રસ્તા, પશુ, પાર્કિંગ સમસ્યા મામલે  AMC દ્વારા રિપોર્ટ રજૂ કરાયો હતો. છેલ્લા 2 મહિના દરમિયાન કરેલી કામગીરીનો રિપોર્ટ રજૂ કર્યો હતો. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા છેલ્લા 2 મહિનામાં 4671 રખડતા પશુ પકડવામાં આવ્યા હતા. 34 લાખથી વધુની પેનલ્ટી એટલે કે દંડ વસૂલ કરાયો હતો. 198 એફઆઈઆર, 3892 પશુનાં RFID  ટેગિંગની કામગીરી કરાઈ હતી. 

7 ઝોનમાં 3340 લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા
 તેમજ કોર્પોરેશન દ્વારા 7 ઝોન, રોડ પ્રોજેક્ટ બ્રિજ માટે 29,390 થી વધુ મેટ્રીક ટન હોટમિક્સનો ઉપયોગ કર્યો હતો. માઈક્રોસરફેસિંગની કામગીરીમાં 1096 મેટ્રીક ટનથી વધુની કામગીરી કરાઈ છે. 7 ઝોનમાં 3340 લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા છે. તેમજ કોર્પોરેશન દ્વારા 11314 જેટલા ગેરકાયદેસર બોર્ડ અને હોર્ડિગ્સ ઉતારવામાં આવ્યા હતા. તેમજ જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર પાર્ક થયેલા 794 વાહનો ટોઈંગ કરાયા હતા. અન્ય નાના-મોટા 18686 દબાણ દૂર કરવામાં આવ્યા હતા. તેમજ એએમસી નાં રિઝર્વેશનમાં આવેલા 1241 દબાણો દૂર કરાયા હતા. 

In AMC action, 'locks' kill 24 four-wheelers simultaneously on Riverfront Road

વહીવટી ચાર્જ પેટે 55 લાખથી વધુનો દંડ વસૂલ કરાયો
તેમજ કોર્પોરેશન દ્વારા વહીવટી ખર્ચ પેટે 64 લાખ 75 હજારથી વધુની રકમનો દંડ કરાયો હતો. જોઈન્ટ એન્ફોર્સમેન્ટની ટીમે 5818 કેસ દાખલ કર્યો છે. કોર્પોરેશન દ્વારા વહીવટી ચાર્જ પેટે 55 લાખથી વધુનો દંડ વસૂલ કરાયો હતો. તેમજ ગેરકાયદેસર બાંધકામવાળું 2300 સ્કવેર ફૂટથી વધુનું દબાણ દૂર કરાયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ