બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Jaspur: The second Patotsav of Vishwa Umiyadham temple was celebrated

અમદાવાદ / વિશ્વઉમિયાધામ મંદિરનો દ્વિતિય પાટોત્સવ રંગેચંગે ઉજવાયો, 4 કરોડના નવા દાનની જાહેરાત

Vishnu

Last Updated: 09:29 PM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વભરમાં મા ઉમિયાની આસ્થાને ઉજાગર કરવા યુથ કાઉન્સિલની રચના કરાઈ, જેમાં વિશ્વભરના યુવાનો જોડાઈ શકશે.

  • વિશ્વઉમિયાધામ મંદિરનો દ્વિતિય પાટોત્સવ
  • મા ઉમિયાના ભક્તોએ નવચંડી મહાયજ્ઞ યોજાયો
  • અન્નકુટ દર્શન, ધર્મસભા અને ધ્વજારોહનો પણ ભક્તોએ લાભ લીધો

અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા (504 ફૂટ) જગત જનની મા ઉમિયાના મંદિર ખાતે હાલના સ્મૃતિ મંદિરનો દ્વિતિય પાટોત્સવ તા.28/02/2022ને સોમવારના રોજ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો. વહેલી સવારે મંદિર પર ધ્વજારોહણ કરાયું તો નવચંડી મહાયજ્ઞમાં 12 પરિવારોએ લાભ લઈ મા ઉમિયાના આશીર્વાદ મેળવ્યા. સાથો સાથ જગત જનની મા ઉમિયાને 56 ભોગનો અન્નકુટ ધરાવાયો હતો. જેના દર્શનનો લાભ લઈ અનેક ભક્તોએ ધન્યતા અનુભવી હતી. જ્યારે સાંજે 6.30 કલાકે મા ઉમિયાની મહાઆરતી પણ કરાઈ હતી. 

દાતાઓએ 4 કરોડનું દાન આપ્યું
દ્વિતિય પાટોત્સવ નિમિતે બપોરે 11 કલાકે ધર્મસભાનું આયોજન કરાયું હતું જેમાં અલગ અલગ દાતાઓએ 4 કરોડના દાનની જાહેરાત કરી છે. ધર્મસભામાં આધ્યાત્મિક કાર્યક્રમ સાથો સાથ વિશ્વભરમાં મા ઉમિયાની આસ્થાને ઉજાગર કરવાના લક્ષ્ય સાથે  યુથ કાઉન્સિલ( યુવા કમિટી)ની રચના કરાઈ છે. જેની જવાબદારી વસંતભાઈ ઘોળુને અપાઈ છે.

આ કાર્યક્રમમાં સંગઠન કમિટીના હોદ્દેદારોને પદભાર પત્ર પણ એનાયત કરાયા હતા.

વિશ્વઉમિયાધામના માધ્યમથી જતાં વિદ્યાર્થીઓને ક્લાસિસ ફીમાં ડિસ્કાઉન્ટની જાહેરાત 
આ પ્રસંગે વાત કરતાં સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું કે વિશ્વઉમિયાધામના માધ્યમથી વિદેશમાં ભણવા જવા સમયે અવાર નવાર પડતી તકલિફોને દૂર કરવા વિદેશ અભ્યાસ માર્ગદર્શન કેન્દ્રની શરૂઆત કરાઈ છે. સાથો સાથ મહેસાણાની શ્રી હરિ કન્સલટન્સીએ વિશ્વઉમિયાધામના માધ્યમથી જતાં વિદ્યાર્થીઓને ક્લાસિસ ફીમાં ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે જેનો લાભ હજારો પાટીદાર યુવાનોને મળશે. વધુમાં સનફ્લાવર લેબોરેટરી, અમદાવાદ તેમને ત્યાં આવતાં દર્દીઓને 50 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. વિશ્વઉમિયાધામ દ્વારા અપાયેલાં કાર્ડ મુજબ લોકોને સનફ્લાવર લેબોરેટરીમાં 50 ટકા ડિસ્કાઉન્ટ અપાશે.

ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન
આ ધાર્મિક કાર્યક્રમો સાથે સાથે વિશ્વઉમિયાધામ ખાતે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું . જેમાં 500થી વધુ દર્દીઓની આંખની ફ્રી તપાસ કરાઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ