બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / ahmedabad gujarat film rrr song ambar se toda singer raag patel become star overnight

મનોરંજન / 15 વર્ષની ગુજરાતી દીકરીના ગીતથી થાય છે RRR ફિલ્મની શરૂઆત, રાતોરાત સોશ્યલ મીડિયામાં બની હતી સ્ટાર

Arohi

Last Updated: 03:13 PM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્લોકબસ્ટર ફિલ્મ RRRમાં 'અંબર સે તોડા' ગીત ગાનાર 15 વર્ષની રાગ પટેલ રાતો રાત ઈન્ટરનેટ સનસની બની છે. 15 વર્ષની આ સિંગર ગુજરાતના અમદાવાદની રહેવાસી છે.

  • RRRના 'નાટૂ-નાટૂ' ગીતને મળ્યો ઓસ્કર
  • અમદાવાદની રાગ પટેલ રાતો-રાત બની ગઈ સ્ટાર 
  • RRRમાં 'અંબર સે તોડા' ગીત ગાયું છે રાગ પટેલે 

95માં ઑસ્કર ઍવોર્ડની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. એવામાં ભારતે ફરી ઓસ્કારમાં ડંકો વગાડ્યો છે. ભારતીય ફિલ્મ RRRના ગીત નાટૂ નાટૂએ બેસ્ટ ઓરીજનલ સોંગ માટે ઓસ્કાર એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ ગીતનું નામ સાંભળતા જ આખું ડોલ્બી થિયેટર ગુંજી ઉઢ્યુ હતું.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raag Patel (@raagsurtaal)

પરંતુ આ ફિલ્મમાં બીજુ પણ એક ગીત સૌથી વધારે ચર્ચામાં રહ્યું હતું. ફિલ્મ RRR જ્યારે રિલીઝ થઈ ત્યારે ફિલ્મમાં ગીત 'અંબર સે તોડા' ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. હકીકતે દિગ્ગજ ડાયરેક્ટર રાજામૌલીની ફિલ્મ RRRમાં આ ગીત ગુજરાત અમદાવાદની 15 વર્ષની રાગ પટેલે ગાયું છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raag Patel (@raagsurtaal)

ફિલ્મના રિલીઝ બાદ 10માં ધોરણમાં અભ્યાસ કરતી સ્ટૂડન્ટ રાગ પટેલ રાતો-રાત સ્ટાર બની ગઈ હતી. 15 વર્ષિય રાગને બાળપણથી જ મ્યૂઝિકનો ખૂબ જ શોખ રહ્યો છે.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raag Patel (@raagsurtaal)

અઢી વર્ષની ઉંરમાં ગાવાની કરી હતી શરૂઆત 
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા રાગના પિતા રાજીવ પટેલ એક મોટી પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે અને માતા રિદ્ધિ પટેલ હાઉસ વાઈફ છે. રાગને બાળપણથી જ સિંગિંગનો શોખ છે. રાગે અઢી વર્ષની ઉંમરથી ગાવાની શરૂઆત કરી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raag Patel (@raagsurtaal)

8 વર્ષની થયા બાદથી જ માતા રિદ્ધિએ તેને શાસ્ત્રીય સંગીત શીખવવા મોકલી હતી. તેની પ્લેબેક સિંગિંગમાં રૂચી છે. મોટી વાત એ પણ છે કે રાગને બ્લોકબસ્ટર ફિલ્મમાં ગાવાની પણ તક મળી ચુકી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raag Patel (@raagsurtaal)

કઈ રીતે મળી આ બ્રેક? 
RRRના મ્યુઝિક ડાયરેક્ટર એમએમ કરીમના ડાયરેક્શનમાં ગીત ગાનાર રાગને આ બ્રેક કઈ રીતે મળ્યો? તે સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. એક ઈન્ટરવ્યૂમાં રાગે જણાવ્યું હતું કે ગયા તેના પિતા રાજીવ પટેલે એક ફેસબુક પોસ્ટ મળી હતી. જેમાં ફિલ્મની ટીમ 12થી 15 વર્ષ સુધીની ગર્લ સિંગરની શોધ કરી રહી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raag Patel (@raagsurtaal)

બાદમાં તેમણે પોતાની દિકરીનો અવાજ રેકોર્ડ કરી અને રાજામૌલીની ટીમને મોકલ્યો હતો. ત્યાર બાદ ફિલ્મની ટીમને વોઈસ સેમ્પલ પસંદ આવ્યું હતું. ત્યાર બાદ રાગને ગીત રેકોર્ડ કરવા માટે હૈદરાબાદ બોલાવવામાં આવી હતી.  

આમ કરનાર અમદાવાદમાં રાગ પટેલ એક માત્ર સિંગર 
ખાસ વાત એ છે કે અમદાવાદની ધરતી પર રાગ પટેલ પોતાની ઉંમરની પહેલી સિંગર છે જેણે તેલુગુ ફિલ્મના હિંદી વર્ઝનમાં ગીત ગાયું હતું. જણાવી દઈએ કે વીવી વિજયેન્દ્ર પ્રસાદની લખેલી તેલુગૂ ફિલ્મ RRRનું એસએસ રાજામૌલીએ ડાયરેક્શન કર્યું છે. આ ફિલ્મમાં એમએમ કરીમે સંગીત આપ્યું છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raag Patel (@raagsurtaal)

ભૂપેન્દ્ર પટેલ કરી ચુક્યા છે સન્માનિત 
આ ફિલ્મના હિંદી વર્ઝનમાં ગીતકાર વરૂણ ગ્રોવરે લખેલા ગીત 'અંબર સે તોડા'ને રાગ પટેલે પોતાનો અવાજ અપ્યો છે. આ પ્રતિભાની ખ્યાતી એટલી ફેલાઈ ચુકી હતી કે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરતી અમૃત મહોત્સવમાં 'RRR' ફિલ્મની ગાયિકાને સન્માનીત કરી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raag Patel (@raagsurtaal)

કેનવાસ પેઈન્ટિંગ પણ કરે છે રાગ 
ગીતની સાથે સાથે રાગ ખૂબ જ સુંદર કેનવાસ પેઈન્ટિંગ અને પોર્ટ્રેટ પણ બનાવે છે અને તે પણ ગીત ગાતા ગાતા. તે ઉપરાંત તેને રેટ્રો બોલિવુડ સોગ્ન ખૂબ જ પસંદ છે. તે અભ્યાસ, પેઈન્ટિંગ અને મ્યુઝિકમાં સંતુલન બનાવી રાખે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ