બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / After tomatoes, banana prices skyrocket, Rs 400 for 20 kg, but farmers still suffer

આશા નિરાશામાં ફેરવાઇ / ટામેટાં બાદ હવે કેળાના ભાવ આસમાને, 20 કિલોના 400 રૂપિયા, છતાંય ખેડૂતોને નુકસાન, જાણો કેમ

Priyakant

Last Updated: 05:09 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chhota Udaipur News: બીપોરજોય વાવાઝોડાના કારણે થયેલા નુકશાનને પહોંચી વળવા માટે કોઈ ઉપાય ન હોઇ હવે ખેડૂતો સર્વે કરીને વળતર મળે તેવી કરી રહ્યા છે માંગ

  • છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ખેડૂતો પરેશાન
  • કેળાના ભાવ વધ્યા પણ ખેડૂતોને નુકસાન
  • 20 કિલોના ભાવ 400ને પાર પહોચ્યાં
  • વાવાઝોડાથી કેળાની બાગને ભારે નુકસાન
  • બોડેલીને રાહત પેકેજ નથી અપાયું

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં બાગાયતી પાકમાં કેળાંનુ વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવે છે ત્યારે બોડેલીના ચલામલી વિસ્તારમાં હાલમાં કેળાના ભાવમાં ઉછાળો આવતાં ભાવ આસમાને પહોંચ્યો પણ કેળામાં નુકશાન હોવાથી ખેડૂત દુઃખી છે. રાજ્યમાં કેળાના ભાવ ખૂબ મોટા પાયે ભાવ વધ્યા છે પરંતુ ખેડૂતોને તો નુકશાન થઈ રહ્યું છે. 20 કિલો કેળાના ભાવ રૂ.400 વધારે થઈ ગયા છે. પરંતુ ખેડૂતો માટે આફત યથાવત છે. બીપોરજોય વવાઝોડાના કારણે થયેલા નુકશાનને પહોંચી વળવા માટે કોઈ ઉપાય ન હોઇ હવે ખેડૂતો સર્વે કરીને વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે. 
 
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખેડુતોને ભારે મુશકેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાત જાણે એમ છે કે, ખેડૂતો માટે રોકડિયા પાક તરીકે કેળની ખેતી માટે આગવી ઓળખ ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અનેક વિસ્તારના કેળાંની માંગ ઉત્તર ભારતના જુદા જુદા રાજ્યમાં સપ્લાય થાય છે. હાલમાં કેળાના ભાવમાં ઉછાળો આવ્યો છ. જોકે ખેડૂતો ગેલમાં આવે તે પહેલાં તેઓને દુઃખ સહન કરવું પડ્યું છે.

કેળાંના ભાવ તો વધ્યા પણ..... 
નોંધનીય છે કે, કેળાના ભાવ રૂ.230 થી વધીને રૂ.425 થતાં ખેડૂતોને સારા ભાવની આશા જાગી હતી, પરંતુ ખેતીમાં થયેલા નુકશાનના કારણે ખેડૂતો ખર્ચ પણ સરભર કરી શકે તેમ નથી. બોડેલી તાલુકામાં કેળાંની ખેતી વિપુલ પ્રમાણમાં થાય છે, આ વિસ્તારના કેળાં બજારમાં સારી શાખ બન્યા છે. ગત્ વર્ષે શ્રાવણની શરૂઆત પહેલાં કેળાના ભાવ રૂ.450 સુધી પહોંચ્યા હતા. 

તાજેતરમાં જિલ્લામાં ચોથી જુનના રોજ વાવાઝોડા સાથે વરસેલા કમોસમી વરસાદથી બાગાયત પાક પકવતા ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. જેમાં ઉભા તૈયાર થયેલા મહામુલા કેળના પાક સામે પ્રચંડ પવન સાથે ફુંકાયે લા વાવાઝોડાથી જમીનદોસ્ત થતા ખેડૂતો પરેશાન છે. કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત ખેડૂતોને માટે સરકાર દ્વારા કોઈ રાહત પેકેજ આ વિસ્તાર માટે થયું નથી. 

સરકાર સહાય કરે તેવી માંગ 
આ તરફ પંથકમાં વાવાઝોડા બાદ કેળાંના પાકને મોટું નુકશાન પહોંચ્યું છે. જોકે સરકાર દ્વારા કોઈ સહાય જાહેર ના થતાં ખેડુત આલમમાં રોષની લાગણી ફેલાઈ છે. કેળાના બજાર ભાવ વધવા ધટવા પાછળ કુદરતી અને કૃત્રિમ અનેક પરિબળો કારણભૂત છે.  મોંધાભાવના ટીસ્યુના રોપા, ખાતર સહિત અન્ય મજુરી ખર્ચો મોંધા થતાં ખેડૂતોને આર્થિક નુક્સાન સહન કરવાનો વારો આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ