બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / After the match Ishan Kishan copied Virat, King Kohli also gave a strong reply; The video went viral

ક્રિકેટ / મેચ બાદ ઇશાન કિશને ઊતારી વિરાટની નકલ, કિંગ કોહલીએ પણ આપ્યો જોરદાર જવાબ; વિડિયો વાયરલ

Megha

Last Updated: 09:27 AM, 18 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેચ બાદ વિરાટ કોહલી સાથે ઈશાન કિશન, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, શ્રેયસ અય્યર અને તિલક વર્મા ઉભા હતા. ત્યારરે ઈશાને વિરાટના વોકની નકલ કરી જેનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે

  • શ્રીલંકાને હરાવીને ભારતે 8મી વાર એશિયા કપ જીત્યો 
  • કોહલી ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડી સાથે મસ્તી કરી રહ્યો હતો 
  • મેચ બાદ ઈશાન કિશન વિરાટ કોહલીની નકલ કરતો જોવા મળ્યો 

શ્રીલંકાને હરાવીને ભારતે 8મી વાર એશિયા કપ જીત્યો છે. શ્રીલંકાના કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ 10 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. આ પછી ખેલાડીઓ મેદન પર મસ્તી કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર એક વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિરાટ કોહલી ફરી એક વાર તેની જાણીતી સ્ટાઈલમાં મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યો છે.

કોહલી ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડી સાથે મસ્તી કરી રહ્યો હતો 
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની ગણતરી ક્રિકેટ ઈતિહાસના મહાન બેટ્સમેનોમાં થાય છે. તે 15 વર્ષથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. આ પછી પણ વિરાટ યુવા ખેલાડીઓ સાથે મસ્તી કરવાની કોઈ તક છોડતો નથી. એક-બે વર્ષ પહેલા ડેબ્યૂ કરનાર યુવા ખેલાડીઓ પણ વિરાટ સાથે ખૂબ જ આરામદાયક છે. તેનું ઉદાહરણ એશિયા કપ 2023ની ફાઈનલ બાદ જોવા મળ્યું હતું.

ઈશાન કિશન એ વિરાટ કોહલીની નકલ કરી 
વાયરલ થયેલ એ વિડીયોમાં જોઈ શકાય છે કે વિરાટ કોહલી સાથે ઈશાન કિશન, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, શ્રેયસ અય્યર અને તિલક વર્મા ઉભા હતા. ત્યારબાદ ઈશાન વિરાટ કોહલીની નકલ કરવા લાગ્યો. તેણે વિરાટની જેમ ચાલવાનું શરૂ કર્યું. આ દરમિયાન કોઈનું હસવાનું બંધ ન થયું. વિરાટે તેને પાછો બોલાવ્યો અને આ પછી વિરાટે પણ ઈશાનના વોકની નકલ કરી અને બધા હસવા લાગ્યા. આ પછી ઈશાન ફરી એકવાર વિરાટની જેમ થોડે દૂર ચાલ્યો ગયો.

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની બોન્ડિંગનો આ વીડિયો સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બનાવી રહ્યો છે. 

કોહલીએ વોટરબોય બનીને મહેફિલ લૂંટી હતી 
આ પહેલા વિરાટ કોહલીનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો, જ્યારે તે બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં વોટરબોય બનતો જોવા મળ્યો હતો. કોહલી આ દરમિયાન એથલીટની જેમ દોડ્યો હતો. જે બાદ ખેલાડીઓ હસવા લાગ્યા હતા. 

8મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો
ભારતીય ટીમે 8મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રોહિત શર્માની કપ્તાની હેઠળ ટીમ સતત બીજી વખત એશિયા કપના ODI ફોર્મેટની ચેમ્પિયન બની હતી. ફાઇનલમાં ભારત સામે શ્રીલંકાની ટીમ ટકી શકી ન હતી. શ્રીલંકાએ ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મોહમ્મદ સિરાજની ધારદાર બોલિંગ સામે ટીમનો દાવ માત્ર 50 રનમાં સમેટાઈ ગયું હતું. 

ભારતે માત્ર 37 બોલમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયા 263 બોલ બાકી રહેતા જીતી ગઈ. બોલ બાકી રહેતા વનડેમાં ભારતની આ સૌથી મોટી જીત છે. સિરાજે 21 રનમાં શ્રીલંકાના 6 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તેણે એક જ ઓવરમાં ચાર વિકેટ ઝડપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ