બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / After the Chachar Chowk garba controversy changed its decision now even men can play garba

VTV Impact / આજથી મહિલાઓ જ નહીં, પુરુષો પણ ચાચર ચોકમાં ગરબા રમી શકશે, VTVના અહેવાલ બાદ અંબાજી મંદિરના વહીવટી તંત્રનો નિર્ણય

Kishor

Last Updated: 04:39 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાચર ચોકમાં ગરબા મામલે VTV NEWSના અહેવાલ બાદ વહીવટી તંત્ર દ્વારા નિર્ણયમાં બદલાવ કરવામાં આવ્યો છે. જાણો નવા અને જુના નિયમ વિષે આ અહેવાલમાં!

  • આજથી પુરુષો પણ ચાચર ચોકમાં રમી શકશે ગરબા
  • વહીવટી તંત્રએ નિર્ણય કરતા શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ
  • ચાચર ચોકમાં માત્ર મહિલાઓ ગરબા રમી શકે તેવો કરાયો હતો નિર્ણય
  • VTV NEWSના અહેવાલ બાદ વહીવટી તંત્રએ કર્યો નિર્ણય

આધ્યાશક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રીમાં અંબાજી મંદિરના ચાચરચોકમાં ઉજવાતો મહોત્સવ દેશ દુનિયામાં ખ્યાતનામ છે. આ ગરબી મહોત્સવમાં અગાઉ એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે મહિલાઓ અને પુરુષોને અલગ અલગ ગરબા ગાવાના રહેશે. એટલે કે ચાચર ચોકમાં ગરબા ગાવા માટે પુરુષોને એન્ટ્રી નહીં મળે તેવો વહીવટી તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે આ મામલે ખેલૈયાઓમાં વિરોધનો સુર ઉઠ્યો હતો. VTV NEWSએ આ અહેવાલ પ્રસિદ્ધ કરી ખેલૈયાઓની લાગણી તંત્ર સુધી પહોંચાડી હતી. ત્યારે VTV NEWS નો આ ધારદાર અહેવાલ વધુ એક વખત અસરદાર સાબિત થયો છે. 


આજથી ચાચર ચોકમાં મહિલા અને પુુરુષ બન્ને રમી શકશે ગરબા

પરિણામે વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણયમાં બદલાવ કરવામાં આવ્યો છે અને હવે પુરુષોને પણ ચાચરચોકમાં ગરબા રમવાની મંજૂરી અપાઈ છે. વહિવટી તંત્રએ ખેલૈયાઓની લાગણીને માન. આપી નિર્ણય બદલતા ખેલૈયાઓમાં ખુશીનો કોઈ પાર નથી. ગરબા રસિકોએ વહિવટી તંત્રનો આભાર પણ માન્યો હતો. આમ હવે ચાચર ચોકમાં પુરુષો ગરબા રમશે. પરંતુ મહિલાઓથી અલગ આયોજન કરાશે. ચાચરચોકમાં આજથી મહીલા અને પુરુષો અલગ અલગ વ્યવસ્થા પ્રમાણે ગરબા રમશે.

અગાઉ કરાયો હતો આ નિર્ણય

અગાઉ મહિલાઓની ગરિમા જળવાય તે માટે પુરુષ અને સ્ત્રીઓ એક સાથે ગરબા નહીં રમી શકે તેવું જિલ્લા કલેકટરે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. પુરુષોએ પિત્તળચોક બહાર અલગ વ્યવસ્થા કરવામાં આવે તેવું જણાવ્યું હતું અને ત્યાં જ ગરબા રમવા અને ગાવા માટે કહેવામાં આવ્યું હતું અને ગરબામાં પ્રવેશ કરવા માટે લોકોએ પોલીસને પોતાની ઓળખ દર્શાવવી પડશે. તેવો નિર્ણય કરાયો હતો. જે હવે બદલાયો છે આથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ