બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / After RBI announcement, stock market tumbles Sensex falls 700 points

સ્ટોક માર્કેટ / RBIએ રેપો રેટ જાહેર કરતા જ શેર બજાર ધડામ, સેન્સેક્સ 500 અંકે તૂટ્યો, SBIએ મારી છલાંગ

Pravin Joshi

Last Updated: 12:03 PM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સવારે 11 વાગ્યા સુધી શેરબજાર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યું હતું, શરૂઆતના ઉછાળાથી ખરાબ રીતે લપસી ગયું હતું. BSE સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હતો, જ્યારે NSE નિફ્ટીમાં પણ 100થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.

  • RBI એ MPC મીટિંગના પરિણામો જાહેર કર્યા 
  • BSE સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો 
  • NSE નિફ્ટીમાં પણ 100થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો

ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI એ MPC મીટિંગના પરિણામો જાહેર કર્યા છે અને આ વખતે પણ પોલિસી રેટ (રેપો રેટ) માં કોઈ ફેરફાર થયો નથી અને તે 6.5 ટકા પર સ્થિર છે. સામાન્ય લોકોની જેમ ભારતીય શેરબજારની નજર પણ ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પર ટકેલી હતી. પરંતુ, તેણે રેપો રેટમાં કોઈપણ ફેરફારને નકારી કાઢતાં જ બજાર ઝડપથી લપસી ગયું. નોંધનીય છે કે સેન્સેક્સ અને નિફ્ટીએ લીલા નિશાન પર શરૂઆત કરી હતી.

શરૂઆતમાં સેન્સેક્સમાં તીવ્ર ઘટાડો થયો હતો

સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે શેરબજારના બંને સૂચકાંકો લીલા નિશાન પર ખુલ્યા હતા. એક તરફ BSE સેન્સેક્સ 209.53 પોઈન્ટ અથવા 0.29 ટકાના વધારા સાથે 72,361.53 પર ખુલ્યો હતો અને MPC પરિણામો પહેલા 300 પોઈન્ટથી વધુ વધ્યો હતો. જો કે, આરબીઆઈ ગવર્નર દ્વારા મીટિંગમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત પછી તેમાં ઘટાડો થયો હતો અને સમાચાર લખાય છે ત્યાં સુધી તે સવારે 11.15 વાગ્યે 694.05 પોઈન્ટ ઘટીને 71,457 પર ટ્રેડ કરી રહ્યો હતો.

4 દિવસની તેજી બાદ અચાનક શેર બજાર ડાઉન, સેંસક્સ 400 અંક તૂટી બંધ, આ શેરોમાં  લાલ નિશાન | After 4 days of boom stock market suddenly down

વધુ વાંચો : મોંઘી લોનમાં હાલ કોઇ જ રાહત નહીં, સતત છઠ્ઠી વાર RBIએ રેપો રેટ રાખ્યો યથાવત

નિફ્ટીમાં પણ જોરદાર ઘટાડો

સેન્સેક્સની જેમ NSE નિફ્ટી પણ RBI ની જાહેરાત બાદ અચાનક લીલાથી લાલ થઈ ગયો. શેરબજારની શરૂઆત સાથે જ નિફ્ટી 60.30 પોઈન્ટ અથવા 0.27 ટકાના વધારા સાથે 21,990.80 પર ખુલ્યો હતો. પરંતુ RBIની જાહેરાત બાદ તેમાં ઘટાડો થયો હતો અને સમાચાર લખાય છે ત્યાં સુધી તે 192.40 પોઈન્ટના ઘટાડા બાદ 21,738.45 પર ટ્રેડ કરી રહ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ