બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / After Rajkot, now in Vadodara came sub standard paneer samples

એક્શન / રાજકોટ બાદ વડોદરામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા, પનીરના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવ્યા બાદ ત્રણના લાયસન્સ સસ્પેન્ડ

Malay

Last Updated: 09:51 AM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: જો તમે પણ પનીર ખાવાના શોખીન છો તો સાવધાન થઈ જજો, રાજકોટ બાદ હવે વડોદરામાં પનીરના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવ્યા છે.

 

  • વડોદરામાંથી પનીર ખરીદતા લોકો ચેતજો
  • 3 વિક્રેતાના પનીરના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવ્યા
  • ત્રણેયના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા

રાજકોટ બાદ હવે વડોદરામાં પણ પનીરના સેમ્પલ ફેલ થયા છે. વડોદરા પાલિકાના ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં પનીરના નમૂના ફેલ થયા છે. પાલિકા દ્વારા ત્રણ પનીરના મેન્યુફેક્ચરિંગ યુનિટના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Tag | VTV Gujarati
ફાઈલ ફોટો

3 વિક્રેતાના પનીરના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવ્યા
મળતી માહિતી અનુસાર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટીમ દ્વારા વિવિધ જગ્યાએ ખાદ્ય વસ્તુઓના સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા. આ દરમિયાન ડભોઈ રોડ પર આવેલ શ્રી સાંઈનાથ મિલ્ક સપ્લાયર, વડસર બ્રિજ નજીક આવેલ અમૃતમ ફૂડ પ્રોડક્ટ્સ અને  વાઘોડિયા રોડની શ્રી દ્વારકેશ ડેરીના નમૂના સબ સ્ટાન્ડર્ડ જણાયા હતા. આ 3 વિક્રેતાના પનીરના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવ્યા હતા. 

એક જ તેલમાં વારંવાર બનતી હતી વાનગી : ઇસનપુરના બનારસી સમોસા હાઉસને આરોગ્ય  વિભાગે કર્યુ સીલ | dish that was made repeatedly in the same pan Isanpurs  Banarasi Samosa House sealed by
ફાઈલ ફોટો

ત્રણેયના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા
પાલિકાએ શ્રી સાંઈનાથ મિલ્ક સપ્લાયર, અમૃતમ ફૂડ પ્રોડક્ટ્સ અને દ્વારકેશ ડેરીના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં લાયસન્સ સસ્પેન્ડ કર્યાં છે. બીજી તરફ ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમે 15 ફુડ બિઝનેસ ઓપરેટરોને સ્વચ્છતા માટે નોટિસ ફટકારી હતી.

રાજકોટમાં પણ ફૂડ વિભાગે બોલાવ્યો હતો સપાટો
આપને જણાવી દઈએ કે, આ પહેલા રાજકોટમાંથી 1 હજાર 600 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો હતો, 1 હજાર 600 કિલો પનીર મળ્યા બાદ RMC એકશનમાં આવી હતી અને શહેરની 17 હોટલ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું. 16 કિલો અખાદ્ય પદાર્થનો સ્થળ પર જ નાશ કરાયો હતો. 2 વેપારીને સ્ટોરેજ અને સ્વચ્છતા જાળવવા નોટિસ ફટકારી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ