બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / After Moon And Sun Missions, Here's What ISRO Plans To Launch Next

અવકાશી સફર / દેશને ISRO પર ગર્વ છે ! ચંદ્રયાન-સૂર્યયાન બાદ હવે શરું કરશે ત્રીજું સ્પેસ મિશન, જાણો શું છે પ્લાન

Hiralal

Last Updated: 06:02 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્રયાન-સૂર્યયાન બાદ હવે ઈસરોએ ત્રીજું સ્પેશ મિશન લોન્ચ કરવાની જાહેરાત કરી છે જેમાં બ્લેક હોલ, ન્યુટ્રોન તારાઓ અને ગેલેક્સીનો સ્ટડી કરવા યાન મોકલાશે.

  • સ્પેસમાં ઈસરોની હરણફાળ
  • હવે એક્સ્પોસેટ મિશન શરુ કરશે
  • બ્લેક હોલ, ન્યુટ્રોન તારાઓ અને ગેલેક્સીના અભ્યાસ માટે મોકલશે સ્પેસશટલ 

ઈસરોએ સ્પેસમાં હવે હરણફાળ ભરવાનું શરું કર્યું છે. પહેલા ચંદ્રયાન પછી આદિત્ય-એલ1 મિશન બાદ હવે ઈસરોએ એક ત્રીજું સ્પેસ મિશન શરું કરી રહ્યું છે. 
દેશની મોટી સ્પેસ એજન્સી ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને (ઈસરો) હવે ત્રીજા સ્પેસ મિશનની તૈયારી શરુ કરી છે. એક્સ્પોસેટ (એક્સ-રે પોલારિમીટર સેટેલાઇટ) છોડવાની ઈસરોની તૈયારી છે. આ સેટેલાઈટ ભારતનું પ્રથમ સમર્પિત પોલારિમેટ્રી મિશન છે.

શું કરશે આ સેટેલાઈટ
પોલારિમેટ્રી સેટલાઈટ અવકાશમાં જઈને તેજસ્વી ખગોળીય એક્સ-રે સ્ત્રોતોના વિવિધ પરિમાણોનો અભ્યાસ કરશે. ઈસરો આ માટે એક અવકાશયાન પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં મોકલશે જેમાં બે વૈજ્ઞાનિક અધ્યયન ઉપકરણો (પેલોડ્સ) હશે.

ઈસરોએ શું કહ્યું?
ઇસરોએ જણાવ્યું હતું કે, પ્રાથમિક સાધન, 'પોલિક્સ' (એક્સ-રેમાં પોલારિમીટર ઉપકરણ), ખગોળશાસ્ત્રીય મૂળના 8-30 કેવી ફોટોનની મધ્યમ એક્સ-રે ઊર્જા શ્રેણીમાં પોલારિમેટ્રી પરિમાણો (ધ્રુવીકરણના અંશ અને કોણ) માપશે.'સ્પેક્ટ્રોસ્કોપ' (એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી અને ટાઇમિંગ) પેલોડ 0.8-15 કેવીની ઊર્જા શ્રેણીમાં સ્પેક્ટ્રોસ્કોપિક (ભૌતિકશાસ્ત્રની એક શાખા જે પદાર્થો દ્વારા ઉત્સર્જિત અથવા શોષાયેલા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના સ્પેક્ટ્રમનો અભ્યાસ કરે છે) પ્રદાન કરશે અને આ અભ્યાસ સામગ્રીની આંતરિક રચનાનું જ્ઞાન પ્રદાન કરે છે.

શું છે પડકાર?
ઇસરોના એક અધિકારીએ બેંગલુરુ મુખ્યાલયમાં જણાવ્યું હતું કે, "એક્સોસેટ પ્રક્ષેપણ માટે તૈયાર છે." તેમણે ઉમેર્યું હતું કે બ્લેક હોલ, ન્યુટ્રોન તારાઓ, સક્રિય ગેલેક્ટિક ન્યુક્લિયસ, પલ્સર વિન્ડ નેબ્યુલા જેવા વિવિધ ખગોળીય સ્ત્રોતોમાંથી ઉત્સર્જન મિકેનિઝમ જટિલ ભૌતિક પ્રક્રિયાઓમાંથી ઉદભવે છે અને તે સમજવું પડકારજનક છે. પોલારિમેટ્રી માપન આપણી સમજમાં વધુ બે પરિમાણો ઉમેરે છે, ધ્રુવીકરણની માત્રા અને ધ્રુવીકરણનો કોણ અને તેથી તે ખગોળીય સ્ત્રોતોમાંથી ઉત્સર્જન પ્રક્રિયાઓને સમજવાનો એક ઉત્તમ માર્ગ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ