બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / After breaking off the engagement with her sister, Banvi was shot and killed and arrested by the police

ફાયરિંગ / સગાઈ, સ્ટેટ્સ અને મર્ડરનો પ્લાન..સાણંદમાં સાળો બન્યો બનેવીની હત્યાનો ભૂખ્યો, ધરબી ગોળી

Vishal Dave

Last Updated: 06:35 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મૂળ કડીના રહેવાસી ફરદીન પઠાણને ઝઘડાનું સમાધાન કરવાના બહાને આરોપી અરમાન કુરેશી અને તેના મિત્ર આરીફખાન પઠાણે બોલાવીને એક રાઉન્ડ ફાંયરીગ કરીને હત્યાનો પ્રયાસ કર્યો..

સાણંદમાં સગાઇ તોડવાની વાતને લઇને સાળા દ્વારા બનેવી પર ફાયરિંગની ઘટના સામે આવી છે. આ મામલે આરોપીને ઝડપી લેવાયો છે..  આરોપી અરમાન કુરેશીએ અંગત અદાવતમાં પોતાના પૂર્વ બનેવી પર ફાંયરીગ કર્યુ હતુ..  મૂળ કડીના રહેવાસી ફરદીન પઠાણને ઝઘડાનું સમાધાન કરવાના બહાને આરોપી અરમાન કુરેશી અને તેના મિત્ર આરીફખાન પઠાણે બોલાવીને એક રાઉન્ડ ફાંયરીગ કરીને હત્યાનો પ્રયાસ કર્યો.. આ ઘટનામાં ઇજાગ્રસ્ત ફરદીનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.. ફરદીનની સગાઈ દોઢ વર્ષ પહેલાં આરોપી અરમાનની બહેન સાથે થઈ હતી.. પરંતુ મનદુઃખ બાદ અરમાનના પરિવારે સગાઈ તોડી નાખી હતી. અને ત્યાર બાદથી બંન્ને પરિવાર વચ્ચે ઝઘડો ચાલતો હતો..અને તેની અદાવત રાખીને અરમાને હત્યાનો પ્રયાસ કર્યો..

બે પરિવારો વચ્ચે કોઇ વાતને લઇ મનદુઃખ થતા સગાઇ તોડી નાંખવામાં આવી હતી 

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી અરમાન કુરેશી અને ફરદીન કડીના રહેવાસી છે.. બન્ને એકબીજાના મિત્ર હતા.. ફરદીન મિત્ર હોવાથી અરમાનના ઘરે અવરજવર કરતો હતો..જેથી અરમાનના પરિવારે પોતાની દીકરીની સગાઈ એક વર્ષ પહેલાં ફરદીન સાથે કરી હતી.. પરંતુ બન્ને પરિવાર વચ્ચે મનદુઃખ થયું હતું..જેથી 3 માસ પહેલા અરમાને પોતાની બહેનની સગાઈ ફરદીન સાથે તોડી નાખી હતી..અને ત્યાર બાદથી તેઓની વચ્ચે તકરાર શરૂ થઈ હતી.. 

બન્ને વચ્ચે દોઢ માસથી સોશિયલ મીડિયા પર શાબ્દિક યુદ્ધ ચાલતું હતું 

છેલ્લા દોઢ માસથી અરમાન અને ફરદીન વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક યુદ્ધ ચાલતું હતું. . આ શાબ્દિક લડાઈ એટલી ઉગ્ર થઈ ગઈ કે અરમાનએ પોતાના મિત્ર આરીફખાન સાથે મળીને ફરદીનની હત્યાનું કાવતરું રચ્યું.. અને દેશી તંમચો લઈને સાણંદ GIDC નજીક ફરદીન પર ફાયરીગ કરીને ફરાર થઇ ગયો હતા..પરંતુ પોલીસે બાતમીના આધારે અરમાનની ધરપકડ કરી છે જ્યારે આરીફની શોધખોળ શરૂ કરી છે..

આ પણ વાંચોઃ  ગુજરાતમાં ઠંડી અને વરસાદનું ગુડ બાય, હવામાન વિભાગે કરી તપતી આગાહી,આવું રહેશે 5 દિવસ વાતાવરણ

આરીફ વિરુદ્ધ અગાઉ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાયેલી છે 

પકડાયેલા આરોપી અરમાન વિરુદ્ધ અગાઉ કોઈ ફરિયાદ નોંધાઈ નથી..જ્યારે તેના મિત્ર આરીફ વિરુદ્ધ અગાઉ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઇ છે.. એટલું જ નહીં ફરદીન અને તેના પિતા દિલાવરખાન વિરુદ્ધ અગાઉ પ્રોહીબિશનના ગુના નોંધાયા હતા.જેની જાણ અરમાનના પરિવારને થતા સગાઈ તોડી હોવાનું તપાસમાં ખુલ્યું છે.. આ ઘટનામાં ફરદીનની હાલત નાજુક છે..જ્યારે પોલીસે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને હથિયાર મામલે વધુ પૂછપરછ શરૂ કરી છે.. જ્યારે વોન્ટેડ આરોપી આરીફને પકડવાની તજવીજ હાથ ધરી છે..

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ