બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / After a poor performance, the Pakistani team once again defeated India.

સ્પોર્ટ્સ / ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાની ટીમે ફરી ભારતનો વાંક કાઢ્યો, કહ્યું- સિક્યુરિટી એટલી બધી છે એટલે અમે પરફોર્મ નથી કરી શકતા

Priyakant

Last Updated: 09:34 AM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 Latest News: પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન વચ્ચે કોચ મિકી આર્થરે ખરાબ પ્રદર્શન માટે કડક સુરક્ષાને જવાબદાર ગણાવી

  • વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની હાલત ખૂબ જ ખરાબ
  • પાકિસ્તાનના કોચે ખરાબ પ્રદર્શન માટે કડક સુરક્ષાને જવાબદાર ગણાવી 
  • અમારા ખેલાડીઓ મુક્તપણે રમવા માટે ટેવાયેલા: પાકિસ્તાની કોચ 

World Cup 2023 : વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની હાલત ખૂબ જ ખરાબ છે. આ તરફ હવે પાકિસ્તાન શનિવારે 4 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ સામેની મેચ હારી જશે તો તેઓ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન વચ્ચે કોચ મિકી આર્થરે ખરાબ પ્રદર્શન માટે કડક સુરક્ષાને જવાબદાર ગણાવી છે. તેણે કહ્યું છે કે, અમારા ખેલાડીઓ મુક્તપણે રમવા માટે ટેવાયેલા છે પરંતુ અમે એટલી સુરક્ષા વચ્ચે છીએ કે, અમે એકબીજા સાથે અમારો નાસ્તો પણ કરી શકતા નથી.

શું કહ્યું કોચ મિકી આર્થરે ? 
પાકિસ્તાનના કોચ મિકી આર્થરે ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા પ્રી-મેચ કોન્ફરન્સમાં કહ્યું કે, અમારા માટે સૌથી મુશ્કેલ બાબત એ છે કે, અમે આટલી કડક સુરક્ષા વચ્ચે છીએ. તમને સાચું કહું, મને આ પરિસ્થિતિ મુશ્કેલ લાગી રહી છે. એવું લાગે છે કે, આપણે કોવિડ સમયગાળામાં પ્રવેશી ગયા છીએ. અહીં અમે અમારા ગંતવ્ય સ્થાન અને અમારી હોટેલના રૂમ સુધી મર્યાદિત છીએ. એટલી કડક સુરક્ષા છે કે, આપણે નાસ્તો પણ એકલા  કરીએ છીએ. અમે અમારા ખેલાડીઓ સાથે વધુ વાત કરી શકતા નથી.

અમારા ખેલાડીઓ મુક્તપણે જીવવાની ટેવ
પાકિસ્તાનના કોચ મિકી આર્થરે વધુમાં કહ્યું, અમારા ખેલાડીઓ મુક્તપણે જીવવાની ટેવ ધરાવે છે. પરંતુ અમે અહીં ક્યાંય બહાર જઈ શકતા નથી. અમને ક્યાંય બહાર જવાની પરવાનગી નથી. જો આપણે અલગ-અલગ જગ્યાએ ખાવાનો પ્રયાસ કરવા ઈચ્છતા હોઈએ તો પણ આપણે તે કરી શકતા નથી. તે ખરેખર આપણા માટે ગૂંગળામણ સમાન છે.

ભારત સામેની હાર બાદ ICC ટૂર્નામેન્ટને BCCI ટૂર્નામેન્ટ ગણાવી હતી 
નોંધનીય છે કે, આ પહેલા મિકી આર્થરે ભારત સામેની હાર બાદ ICC ટૂર્નામેન્ટને BCCI ટૂર્નામેન્ટ ગણાવી હતી. તેણે કહ્યું હતું કે, સાચું કહું તો ભારત અને પાકિસ્તાનની મેચ ICC ઈવેન્ટ જેવી નહોતી લાગતી. એવું લાગી રહ્યું હતું કે, જાણે દ્વિપક્ષીય શ્રેણીની આ મેચ રમાઈ રહી હોય. આ સંપૂર્ણ રીતે BCCI દ્વારા આયોજન કરવામાં આવ્યું હોય તેવું લાગતું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ