બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ટેક અને ઓટો / After 60 years, Nokia logo now in new color, know the strategy behind it

પ્લાનિંગ / 60 વર્ષ બાદ Nokiaનો Logo હવે નવા રંગરૂપમાં, જાણો શું છે તેની પાછળની સ્ટ્રેટેજી

Megha

Last Updated: 12:41 PM, 27 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં નોકિયા મોબાઇલ ફોનનું વેચાણ બીજી નવી કંપનીઓની સરખામણીમાં ઓછું થાય છે પણ હવે કંપનીએ તેનો લોગો બદલીને તેમાં થતાં ફેરફારનો સંકેત આપ્યો છે.

  • નોકિયાએ લોગો બદલીને તેમાં થતાં ફેરફારનો સંકેત આપ્યો
  • નવા લોગો સાથે નોકિયાની માર્કેટમાં ફરીથી એન્ટ્રી 
  • કહ્યું, અમે હવે કોમર્શિયલ ટેક્નોલોજી કંપની છીએ

Nokia new Logo : નોકીયાનું કંપનીનું નામ લગભગ દરેક લોકોએ સાંભળ્યું જ હશે. કંપની લાંબા સમયથી તેના મજબૂત મોબાઈલ ફોન માટે જાણીતી છે. જણાવી દઈએ કે નોકિયાએ કંપનીને નવી ઓળખ આપવા માટે તેનો આઇકોનિક લોગો બદલ્યો છે અને 60 વર્ષમાં પહેલી વખત કંપનીએ આ પગલું ભર્યું છે. દુનિયાભરના યુઝર્સે લાંબા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા.  

નોકિયાએ લોગો બદલીને તેમાં થતાં ફેરફારનો સંકેત આપ્યો
અઆપણે બધા જાણીએ છીએ કે હાલમાં નોકિયા મોબાઇલ ફોનનું વેચાણ બીજી નવી કંપનીઓની સરખામણીમાં ઓછું થાય છે પણ હવે કંપનીએ તેનો લોગો બદલીને તેમાં થતાં ફેરફારનો સંકેત આપ્યો છે. જણાવી દઈએ કે આ નવા લોગોમાં અલગ-અલગ અક્ષરોમાં લખેલું નોકિયા છે જેમાં વાદળી, ગુલાબી, જાંબલીની સાથે અન્ય ઘણા રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

નવા લોગો સાથે નોકિયાની માર્કેટમાં ફરીથી એન્ટ્રી 
નોંધનીય છે કે પહેલા કંપનીનો લોગો માત્ર વાદળી જ હતો. પરંતુ હવે યુઝર્સ લોગોમાં કલર કોમ્બિનેશન (નોકિયા ન્યૂ લોગો) જોઈ શકશે જે દર્શાવે છે કે કંપનીનું નવું ધ્યાન હવે બિઝનેસ ટેક્નોલોજી માર્કેટ પર રહેશે. નોકિયાનો આ નવો લોગો કંપની તરફથી આ એક મોટો સંકેત છે કે નોકીયા નવા લોગો સાથે માર્કેટમાં ફરીથી એન્ટ્રી કરી રહી છે. 

અમે હવે કોમર્શિયલ ટેક્નોલોજી કંપની છીએ
નવા લોગો વિશે જણાવતા કંપનીના સીઈઓ પેક્કા લંડમાર્કે બાર્સેલોનામાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ લોગો સ્માર્ટફોન સાથે કંપનીનું કનેક્શન બતાવતું હતું પણ આજે કંપનીનો બિઝનેસ બદલાઈ ગયો છે અને ટેકનોલોજી સેક્ટર સાથે જોડાય ગયો છે. ઘણા લોકો પાસે નોકિયાની ઈમેજ અત્યારે એક સફળ મોબાઈલ બ્રાન્ડ તરીકે છે, પરંતુ નોકિયા એવું નથી. નવી બ્રાન્ડ જે નેટવર્ક અને ઔદ્યોગિક ડિજિટાઈઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને જે લેગસી મોબાઈલ ફોનથી સંપૂર્ણપણે અલગ છે. અમે હવે કોમર્શિયલ ટેક્નોલોજી કંપની છીએ. નોકિયા હવે વિવિધ બિઝનેસ વિકલ્પોમાં રોકાણ સાથે વિસ્તરણ કરવાની યોજના બનાવી રહી છે. 

કંપની MWC બાર્સેલોના 2023 ઇવેન્ટમાં ભાગ લઈ શકે છે. MWC બાર્સેલોનામાં 2 માર્ચથી શરૂ થશે. તાજેતરમાં નોકિયાએ તેના ત્રણ નવા અને બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. જેમાં Nokia C32, Nokia G22 અને Nokia C22 સામેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ