બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / After 30 years diabetes BP etc tests should be done periodically

Health Tips / બીમારી ઉભી જ ન થવા દેશો.! 30 વર્ષ થાય પછી કરાવતા રહો આ 5 પ્રકારના ટેસ્ટ, જીદંગી જીવી જાણશો

Kishor

Last Updated: 09:55 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

30 વર્ષની ઉંમર બાદ બીપી, ડાયાબિટીસ સહિતના અમુક પાંચ ટેસ્ટ સમયાંતરે કરાવી લેવા જોઈએ જેથી ગંભીર બીમારીનો ખતરો હોય તો અગાઉથી જ જાણ થઈ શકે છે.

  • તંદુરસ્ત રહેવા માટે 30 વર્ષ બાદ જરૂર કરવો આ રિપોર્ટ
  • ખતરા અંગે થઈ શકે છે અગાઉથી જાણ 
  • સમયસર સારવારથી ગંભીર પરિણામ અટકે છે

માનવ શરીરમાં જેટલું ખોરાકનું મહત્વ છે તેટલું જ વ્યાયામનું પણ મહત્વ છે. જરૂરી કસરત અને આરોગ્યની સંભાળ રાખવામાં આવે તો ગંભીર રોગોથી બચી શકાય છે. તેમાં પણ ખાસ 30 વર્ષની ઉંમર બાદ બીપી, ડાયાબિટીસ સહિતના અમુક પાંચ ટેસ્ટ સમયાંતરે કરાવી લેવા જોઈએ જેથી ગંભીર બીમારીનો ખતરો હોય તો અગાઉથી જ જાણ થઈ શકે છે. સમયસર સારવારથી ગંભીર પરિણામ પણ ભોગવવામાંથી બચી શકાય છે.

આવું કરશો તો ડાયબીટીસ અને હાઈ બીપીની સમસ્યા થશે જ નહીં, WHOએ જાહેર કરી  ગાઈડલાઇન, રાખો ખાસ ધ્યાન | If you do this, the problem of diabetes and high  BP will not

બ્લડ સુગર ટેસ્ટ
આજના જમાનાની લાઈફસ્ટાઈલને પગલે 30 વર્ષની ઉંમર બાદ બ્લડ સુગર ટેસ્ટ કરાવો ખૂબ જ આવશ્યક બની ગયો છે. ફાસ્ટિંગ સુગર અને ખાવાના બે કલાક પછી સુગર અને એચબીએ1સી ટેસ્ટ જે છેલ્લા ત્રણ મહિનાનું સુગર લેવલ બતાવી શકે છે  આ ત્રણેય ટેસ્ટ કરાવવા ફરજિયાત બની ગયા છે. જેથી ગંભીર પરિણામથી બચી શકાય!

ડાયાબિટીસના દર્દીઓનું કેટલું હોવુ જોઇએ બ્લડ પ્રેશર ? નહીં તો આ રોગો પણ ઘર  કરી જશે | What should be the BP of diabetic patients?

બ્લડ પ્રેશર
હાલની સ્થિતિએ તણાવયુક્ત જીવન અને આવા સંજોગોમાં ગુસ્સો કરવો ઉપરાંત ચીસો પાડવા સહિતની બાબત આમ બની ગઈ છે. જેથી બ્લડપ્રેશર વધવાના ચાન્સીસ વધી જતા હોય છે. જે શરીર માટે ખૂબ હાનીકારક સાબિત થઈ શકે છે. ત્યારે લકવો, કિડનીને નુકસાન, હાર્ટ એટેક સહિતની અનેક સમસ્યાઓ જન્મ લે છે. તેથી બ્લડપ્રેશરનો રિપોર્ટ પણ નિયમિત પ્રમાણે કરાવો જોઈએ. અથવા ઘરે પણ બ્લડપ્રેશર માપવા માટે ડિજિટલ મશીન રાખી શકો છો.

લિપિડ પ્રોફાઇલ
જેને સામાન્ય બાબતે હાર્ટ હેલ્થ ટેસ્ટ કહેવામાં આવે છે. જે ટેસ્ટ શરીરમાં HDL, LDL, Triglyceride નું સ્તર જણાવે છે.  દરેક સ્વસ્થ વ્યક્તિએ બે વર્ષમાં એકવાર આ ટેસ્ટ કરાવવો જોઈએ.

લીવર અને કિડની ફંકશન ટેસ્ટ 
એલએફટી અને કેએફટી એટલે કે લીવર ફંકશન ટેસ્ટ અને કિડની ફંક્શન ટેસ્ટએ 30 વર્ષ બાદની ઉંમરના તમામ લોકોએ વર્ષમાં એક વખત કરાવવો જોઈએ. જેનાથી કમળો, સિરોસિસ અને ફેટી લીવર સહિતની સમસ્યાઓ ટાળી શકાય છે. તેમાં પણ આલ્કોહોલનું સેવન કરનારાઓ માટે આ ટેસ્ટ મહત્વપૂર્ણ સાબિત થાય છે. બીજી બાજુ લોહીમાં ક્રિએટીનાઇનની માત્રા શોધી કાઢવા માટે કેએફટીનો ટેસ્ટ કરાવવો જોઈએ. તેમજ સીબીસી એટલે કે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ તથા યુરીન ટેસ્ટ, વિટામીન ટેસ્ટ, મેમોગ્રાફી સહિતના ટેસ્ટ 30 વર્ષ બાદ નિયમિત કરાવવા જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ