બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / After 10-12 rounds in Rajkot, see where the leopard has reached, the farmers are fluttering

દીપડાની દહેશત / રાજકોટમાં 10-12 સુધી આંટા-ફેરા બાદ જુઓ ક્યાં પહોંચ્યો દીપડો, ખેડૂતોમાં ફફડાટ, પશુઓનું ધ્યાન રાખવા સૂચના અપાઈ

Priyakant

Last Updated: 01:35 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Leopard In Rajkot Latest News: જેતપુરના કેરાળી ગામ નજીક ભાદર નદીના પુલ પર દીપડો આંટા મારી રહ્યો હોવાનો વીડિયો વાયરલ, પશુને ખુલ્લામાં ન બાંધવા લોકોને અપાઈ સૂચના

  • જેતપુર ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની દહેશત 
  • કેરાળી ગામ પાસેના પુલ પર દેખાયો દીપડો 
  • ભાદર નદીના પુલ પર દીપડો દેખાતા લોકોમાં ભય 
  • પુલ પર દીપડાના આંટાફેરાનો વીડિયો વાયરલ 
  • વાયરલ વીડિયોથી સ્થાનિકોમાં ભય 
  • પશુને ખુલ્લામાં ન બાંધવા લોકોને અપાઈ સૂચના 

Leopard In Rajkot : રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની દહેશત વચ્ચે હવે ખેડૂતોમાં ફફડાટનું વાતાવરણ સર્જાયું છે. વાત  જાણે એમે છે કે, જેતપુરના કેરાળી ગામ પાસેના ભાદર નદીના પુલ પર દીપડો દેખાયો હતો. જે બાદમાં હવે લોકોમાં ભયનો માહોલ છે. આ તરફ ભાદર નદીના પુલ પર દીપડાના આંટાફેરાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઈ હવે વાડી વિસ્તારમાં પશુને ખુલ્લામાં ન બાંધવા લોકોને સૂચના અપાઈ છે. આ પહેલા પણ તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઇ હતી. 

રાજકોટ જિલ્લાના જેતપુર ગ્રામ્ય વિસ્તારમા દીપડો દેખાયો છે. જેતપુરના કેરાળી ગામ નજીક ભાદર નદીના પુલ પર દીપડો આંટા મારી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ તરફ ભાદર નદીના પુલ ઉપર દીપડો દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ છે. જોકે કેરાળી સરપંચ દ્વારા ખેડૂતોને વાડી વિસ્તારમા પોતાના પશુ ઢોર નુ ધ્યાન રાખવા સૂચના અપાઈ છે. આ તરફ ફોરેસ્ટ વિભાગને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. 

રાજકોટમાં દીપડાથી લોકોની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આસપાસનાં વિસ્તારમાં પ્રતિબંધ જાહેર કરાયો છે. તેમજ હાલ શિયાળાની સીઝન ચાલતી હોઈ લોકો વહેલી સવારે તેમજ રાત્રે જોગિંક કરવા નીકળતા હોઈ જોગિંગ કરવા પર પણ પ્રતિબંધ જાહેર કરાયો છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંધારૂ હોય તો કેમ્પસમાં જવા પર પણ વન વિભાગ દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ યુનિવર્સિટીનાં અલગ અલગ રસ્તા પર બેરીકેડ પણ મૂકવામાં આવ્યા છે. દીપડો પકડાય નહી ત્યાં સુધી પ્રતિબંધ લાગુ રહેશે.

વધુ વાંચો: રાજકોટના આ વિસ્તારમાં મૉર્નિંગ વૉક - જોગિંગ પર પ્રતિબંધ, જો ગયા તો જીવનો ખતરો! કારણ જાણીને જીવ તાળવે ચોંટી જશે

વન વિભાગ દ્વારા દીપડાને લઈ ખેડૂતો અને પશુપાલકોને શું સાવચેતી રાખવા અપીલ કરી

  • વન વિભાગ દ્વારા ખેડૂતોને માલ-ઢોર અંદર પુરી રાખવા સૂચન
  • વન વિભાગે રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવાની સલાહ આપી
  • નોનવેજનો કચરો જાહેરમાં ન ફેંકવા પણ વનવિભાગે લોકોને સૂચના આપી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજી પણ દીપડો દેખાયો હતો 
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાયો હતો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પાછળ દીપડો દેખાયાની શંકાના પગલે વન વિભાગે તપાસ આદરી હતી. જો કે, તે સમય શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી ન હતી. જો કે, તકેદારીના ભાગરૂપે ફોરેસ્ટ વિભાગે બંદોબસ્ત ગોઠવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. મહત્વનું છે કે રાજકોટ યુનિવર્સિટીનું કેમ્પસ 400  એકરમાં ફેલાયેલું છે. તેમજ કેમ્પસનો મોટા ભાગનો વિસ્તાર જંગલ હોઈ વન વિભાગ દ્વારા દીપડો પકડાય નહી ત્યાં સુધી યુનિવર્સિટી કેમ્પમાં વહેલી સવારે પ્રતિબંધ ફરમાવ્યો છે. 

3 અલગ અલગ જગ્યાએ પાંજરૂ મુકવામાં આવ્યું-એસ.ટી.કોટડિયા
રાજકોટમાં પ્રવેશ દ્વાર પર દિપડાનાં ધામાને લઈ વન વિભાગનાં અધિકારી એસ.ટી.કોટડિયાએ જણાવ્યું હતું કે, મુંજકા, કણકોટ, વગુડળ અને કૃષ્ણનગર વિસ્તારમાં દિપડો જોવા મળ્યો હતો. વન વિભાગ દ્વારા ત્રણ અલગ અલગ જગ્યાએ પાંજરૂ મુકવામાં આવ્યું છે. દિપડાએ સોમવારે રાત્રે મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. શિયાળાની ઋતુમાં વન્ય પ્રાણીઓની અવર જવર વધુ હોય છે. જંગલ વિસ્તારમાંથી વન્ય પ્રાણીઓ બહાર નીકળે છે.  દિપડાની ફૂટ પ્રિન્ટ પરથી અંદાજીત ઉંમર 3 થી 4 વર્ષનો હોઈ શકે છે. હજુ માનવ પર હુમલાની ઘટનાં સામે આવી નથી.  દીપડાને પાંજરામાં મૂકી પકડવાનો પ્રયાસ હાલ કરવામાં આવી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ