બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / Administrators annoyed by the fire department and AMC's action to seal the school on the fire safety issue

લ્યો બોલો / ફાયર સેફટી પર સંચાલકોના નારાજગીના સૂર, ગુજરાત સરકાર પાસે કરી નાખી મોટી માંગણી

Vishnu

Last Updated: 09:55 PM, 8 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફાયર સેફટી મુદ્દે શાળાઓ સીલ કરાતા સંચાલકોમાં નારાજગીના સૂર ઉઠયા છે, તો બીજી તરફ સવાલો થઈ રહ્યા છે કે મસમોટી ફી વસૂલવામાં તો કોરોના નથી નડતો તો ફાયર સેફટીની સુવિધા આપવામાં કેમ વાંધા પડી રહ્યા છે

  • ફાયર સેફ્ટી મામલે પ્રશાસનની કાર્યવાહી
  • શાળાઓ સીલ કરાતા સંચાલકોમાં નારાજગી
  • ફાયર સિસ્ટમ માટે સરકારી સહાયની માગ

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફાયર સેફ્ટીના અભાવે પ્રશાસન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન શાળાઓને પણ સીલ કરવામાં આવી છે. બીયુ પરમિશન અને ફાયર એનઓસી મામલે અનેક સ્કુલોને સીલ કરાઈ છે. અને 262 સ્કુલોને નોટિસ આપવામાં આવી છે. .

ફાયર સિસ્ટમ માટે સરકાર ગ્રાંટ આપે:શાળા સંચાલક મહા મંડળ, પ્રમુખ, ભાસ્કર પટેલ
તંત્રના નિર્ણય સામે શાળા સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. શાળા સંચાલકોએ ફાયર સિસ્ટમ માટે સરકાર ગ્રાંટ આપે તેવી માગ કરી છે. આ સમગ્ર મામલે આગામી 13મી ઓક્ટોબરે શાળા સંચાલકોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, કોરોનાકાળ દરમિયાન રાજ્યભરની અનેક હોસ્પિટલો સહિત અનેક જગ્યાઓ પર નાની-મોટી આગની દુર્ઘટના સર્જાઈ હતી. અને આગમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. જે બાદ હાઇકોર્ટે રાજ્ય સરકારને ફાયર સેફ્ટી મામલે આડે હાથ લીધી હતી. તેમજ જો શાળાઓમાં ફાયર સેફટી નહીં હોય તો હાઇકોર્ટ આ શાળાઓની મંજૂરી રદ્દ કરશે તેવી ટકોર કરવામાં આવી હતી. આથી પ્રશાસન દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ ન કરનાર મિલકતો સામે કાર્યવાહી શરૂ કરાઈ છે.

શાળામાં ફાયર સેફટી ખૂબ જરૂરી 
ત્યારે શાળા સંચાલકો સરકાર પાસે ફાયર સિસ્ટમ માટે ગ્રાન્ટ એટલે સબસિડી આપે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે આગામી બેઠક બાદ શું નિણર્ય લેવામાં આવે છે તેના પર સૌ કોઇની મીટ મંડાયેલી છે. પણ બાળકોના જીવ જોખમમાં ન મુકાય એ માટે શાળામાં ફાયર સેફટી ખૂબ જરૂરી છે. સરકાર હાઈકોર્ટના આદેશ બાદ કડક પગલાં લઈ રહી છે જયારે સંચાલકો સરકાર પાસે સુવિધા ઊભી કરવા ગ્રાન્ટની માંગ કરી રહ્યા છે. સાથે જ બળાપો ઠાલવી રહયા છે કે અમદાવાદ મ્યુનિ. તંત્ર દ્વારા ઝુંબેશ જોશભેર ચાલી રહી છે. પરંતુ પ્લાન પાસીંગ, બી.યુ., ફાયરની એનઓસીનો કાયદો પળાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ પુરવાર થયેલાં કે હપ્તો લઇને તે સમયે ચૂપ બેસી રહેલાં કર્મચારી – અધિકારીઓ સામે કેમ કોઇ જ પગલાં લેવાતા નથી ? એ પ્રશ્ન સર્વત્ર આક્રોશ સાથે પૂછાતો થયો છે.બીજી તરફ સંચાલકોને એવા પણ સવાલ થઈ રહ્યા છે કે મસમોટી ફી વસૂલવામાં તો કોરોના નથી નડતો તો ફાયર સેફટીની સુવિધા આપવામાં કેમ વાંધા પડી રહ્યા છે.

હાઈકોર્ટનો આદેશ ફાયર સેફટી હોવી જ જોઈએ
24 સપ્ટેમ્બરે જ રાજ્યમાં ફાયર સેફ્ટી અંગે સુનાવણી દરમિયાન મોટો આદેશ આપતા  હાઈકોર્ટ કહ્યું હતુ કે SCના આદેશ બાદ હવે કોઈ અવકાશ નથી, ફાયર સેફ્ટી અને BU પરમિશન વગરના એકમો સામે તાત્કાલિકના ધોરણે પગલાં લેવામાં આવે. વધુમાં હાઈકોર્ટે એ પણ ટાંક્યું હતું કે કાયદાના શાસનમાં લોકોની લાગણીઓને મહત્વ ન આપી શકાય અને નિયમો બધા માટે સમાન હોવા જોઈએ એ પછી કોઈપણ હોય. આ આદેશ ગુજરાત ભરની શાળાઑને પણ લાગે છે. પણ સંચાલકો નફ્ફટ થઈ બેઠા છે. વિદ્યાર્થીઑના જીવન સાથે ચેડાં કરી રહ્યા છે. હાઈકોર્ટના આ મહત્વના આદેશ બાદ ફાયર સેફ્ટી અને BU પરમિશન વગર ચાલતા એકમો સીલ કરવામાં કોઈ જ વાંધો ન ઉઠાવી શકે જે બાદ પહેલા અમદાવાદના ફાયર વિભાગે 214 સ્કૂલોને ક્લોઝર નોટિસો ફટકારી બાદમાં હવે રાજકોટમા  110 ખાનગી શાળાઓ તથા સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમાંથી કેટલીક સ્કૂલોને સીલ પર મારી દેવામાં આવ્યા છે. જેને લઈ હવે સંચાલકોએ વિરોધનો સૂર છેડ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ