બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / 'Administration' in land survey office out of measure: Why farmers have to pay lakhs of rupees as bribe?

મહામંથન / જમીન માપણીની કચેરીમાં 'વહીવટ' માપ બહાર: ખેડૂતોને લાંચ પેટે લાખો રૂપિયા આપવા પડે તેવી સ્થિતિ કેમ?

Vishal Khamar

Last Updated: 11:36 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં જમીન માપણી સરવે ભવનમાં ભ્રષ્ટાચારના આરોપ છે.  ખેડૂતોના કામ રૂપિયા આપ્યા વગર ન થતા હોવાનો આરોપ છે.  જમીન રી-સરવેમાં અનેક ગોટાળાના આક્ષેપ છે.  લોધિકા, પડધરી, કોટડાસાંગાણી ગામમાં વ્યાપક ફરિયાદ. ખેડૂતોએ કહ્યું લાખો રૂપિયાના વહીવટ થાય છે.

ટેકનોલોજી ગમે એટલી વિકસે પણ ખેડૂતના કિસ્સામાં પરેશાની જ આવે છે. રાજકોટની જમીન માપણી કચેરીએ ખેડૂતોના આક્રોશે જાણે કે જવાબ આપી જ દીધો.. આ વખતના આક્ષેપ રિસરવેના ગોટાળાથી ઘણા આગળ હતા. ખેડૂતોના સ્પષ્ટ શબ્દો હતા કે જેટલું વજન વધુ એટલું કામ ઝડપી. હવે એ કહેવાની કદાચ જરૂર નથી કે જમીન માપણી કચેરીએ કઈ રીતે અને કઈ હદે ભ્રષ્ટાચાર થતો હશે. અંતરિયાળ વિસ્તારનો બાપડો બિચારો ખેડૂત સરકારી રાહે જમીન માપણીમાં ભૂલ સુધારણા માટે સીધી સાદી અરજી કરે તો તેનું કામ ટલ્લે ચડાવી દેવાય પણ જો કોઈ લાખો રૂપિયાની રકમ મુકે તો તેની જમીન માપણીની ભૂલ સુધારણાની અરજી તરત જ ધ્યાને લેવાય. હંમેશની જેમ કચેરીના નિયામક ઈન્કાર ભલે કરતા રહે પણ એ કહેવત પણ ન ભૂલવી જોઈએ કે ધૂમાડો હોય ત્યાં આગ ચોક્કસ લાગી હોય. જમીન રિ-સરવેની કામગીરીની ક્ષતિઓના મુદ્દા પણ અનેકવાર ઉઠાવવામાં આવ્યા તેના માટે ખેડૂતોએ અનેક રજૂઆતો, ધરણાં પણ કર્યા પરંતુ સ્થિતિ ઠેરની ઠેર છે. પોતાના હક માટે ખેડૂતે લાખો રૂપિયાની રકમ લાંચ પેટે આપવી પડે એ કેટલી શરમજનક સ્થિતિ છે, જમીન માપણી કચેરીમાં ભ્રષ્ટાચાર જો થાય છે તો તેને ઓળખી કાઢીને તેને આકરી સજા કેમ નથી થતી.. શું પોતાના જરૂરી કામ માટે ખેડૂત હંમેશા હાથ-પગ જ જોડતો રહેશે, આવી સ્થિતિમાંથી બહાર આવવાનો ઉપાય શું?

  • રાજકોટમાં જમીન માપણી સરવે ભવનમાં ભ્રષ્ટાચારના આરોપ
  • ખેડૂતોના કામ રૂપિયા આપ્યા વગર ન થતા હોવાનો આરોપ
  • જમીન રી-સરવેમાં અનેક ગોટાળાના આક્ષેપ
  • લોધિકા, પડધરી, કોટડાસાંગાણી ગામમાં વ્યાપક ફરિયાદ

ખેડૂતોએ નિયામક ઉપર સીધો જ આક્ષેપ કર્યો છે. ખેડૂતોના વિરોધમાં કિસાન કોંગ્રેસ પણ જોડાઈ હતી. 5 લાખથી લઈને 50 લાખ સુધીની લાંચ માંગવામાં આવતી હોવાનો આરોપ છે.  નિયામક જ લાંચ લેતા હોવાનું ખેડૂતોએ કહ્યું. 

  • રૂપિયા આપ્યા વગર જમીન માપણીનું કામ થતું નથી
  • 2021માં એક ખેડૂતે જમીન માપણી અંગે અરજી કરી હતી
  • લેખિતમાં જવાબ મળ્યો કે પહેલા 2015 થી 2020 સુધીની અરજીની ચકાસણી થશે

ખેડૂતોના આક્ષેપ શું હતા?
રૂપિયા આપ્યા વગર જમીન માપણીનું કામ થતું નથી. 2021માં એક ખેડૂતે જમીન માપણી અંગે અરજી કરી હતી. લેખિતમાં જવાબ મળ્યો કે પહેલા 2015 થી 2020 સુધીની અરજીની ચકાસણી થશે. તપાસ કરતા માલૂમ પડ્યું કે 2022ની અરજી અંગે ચકાસણી થઈ ચુકી છે. ખેડૂતોનો સ્પષ્ટ આક્ષેપ છે કે અરજીની વહેલી તપાસ માટે રૂપિયાનો વહીવટ થાય છે. એક ખેડૂતની 5 હેક્ટરની જમીન રિ-સરવેમાં માત્ર 1 હેક્ટર જ રહી. એક ખેડૂતની જમીન અચાનક જ બિનખેતી તરીકે દર્શાવી દેવાઈ. નિયામક કહે છે કે કેટલાક દસ્તાવેજમાં ડુપ્લીકેટ સહી હોવાનું સામે આવ્યું. જમીન રિ-સરવેમાં ક્ષતિની વાત નિયામકે સ્વીકારી. ભ્રષ્ટાચારની વાત અંગે નિયામકે સિફતપૂર્વક બોલવાનું ટાળ્યું. 

  • જમીન રિ-સરવેમાં અનેક ખેડૂતોની જમીનનું માપ-આકાર બદલાયા
  • જમીન માપણીમાં ભૂલ અંગે ખેડૂતોએ અનેકવાર રજૂઆત કરી
  • ભૂલ સુધારણાની અરજીના આધારે ભૂલ સુધરતી નથી

સૌરાષ્ટ્ર-કચ્છમાં રિ-સરવેમાં ક્ષતિ શું હતી?
જમીન રિ-સરવેમાં અનેક ખેડૂતોની જમીનનું માપ-આકાર બદલાયા. જમીન માપણીમાં ભૂલ અંગે ખેડૂતોએ અનેકવાર રજૂઆત કરી. ભૂલ સુધારણાની અરજીના આધારે ભૂલ સુધરતી નથી. જમીન માપણીની ભૂલ સુધારવા જતા બાજુના ખેતરના માપ ઉપર અસર પડે. એક ખેતરનું માપ સુધારાય તો બાજુના ચાર ખેતરનું માપ બગડે.

  • ખાનગી કંપનીઓને જમીન માપણીની કામગીરી સોંપાઈ હતી
  • ખાનગી કંપનીઓએ જવાબદારીપૂર્વક કામગીરી નહતી કરી
  • જમીન માપણીના અનેક નિયમોનો ભંગ કરવામાં આવ્યો

રિ-સરવેમાં ગોટાળો કેમ થયો?
ખાનગી કંપનીઓને જમીન માપણીની કામગીરી સોંપાઈ હતી. ખાનગી કંપનીઓએ જવાબદારીપૂર્વક કામગીરી નહતી કરી. જમીન માપણીના અનેક નિયમોનો ભંગ કરવામાં આવ્યો. જમીનની માપણી ગ્રામસભા બોલાવ્યા વગર થઈ. કબજેદારોના પ્રત્યક્ષ કબજા મુજબ માપણી ન થઈ. સરવે ધારકોને હાજર રાખવામાં આવ્યા ન હતા.  જમીનની માપણી ખેડૂતોની ગેરહાજરીમાં કરવામાં આવી હતી. રિ-સરવેની નોટિસ પણ ખેડૂતોને અપાઈ નહતી.

નેતાઓએ પણ ઉઠાવ્યા છે અવાજ

ગીતાબેન રાઠવા

  • ગીતાબેન રાઠવાએ છોટાઉદેપુર કલેક્ટર કચેરી સામે ભ્રષ્ટાચારના આરોપ મુક્યા
  • કલેક્ટર કચેરીમાં રૂપિયા આપ્યા વગર કામ થતા નથી
  • ઓનલાઈન અરજી પછી જમીન માપણી અધિકારી ઉડાઉ જવાબ આપે છે
  • ખેડૂત ખાતેદારનો દાખલો મેળવવા લાંચ આપવી પડે છે

ગોવિંદ પટેલ 

  • રાજકોટના તત્કાલિન ધારાસભ્ય ગોવિંદ પટેલે તત્કાલિન CP સામે આક્ષેપ કર્યા હતા
  • રાજકોટના તત્કાલિન CP મનોજ અગ્રવાલ સામે PI મારફત વસૂલીનો આરોપ મુક્યો 
  • 15 કરોડની ચિટીંગના કેસમાં ક્રાઈમબ્રાંચે 7 કરોડ રૂપિયા જેટલી વસૂલાત કર્યાનો આરોપ

 

  • એક વર્ષ પહેલા જામનગરના ખેડૂતે ACBમાં ફરિયાદ કરી હતી
  • જામનગરના ખેડૂત રવજી લીંબાસીયાએ જમીન માપણી કચેરી સામે ફરિયાદ કરી
  • જમીન માપણી માટે સર્વેયરે અનેક ધક્કા ખવડાવ્યા 

જામનગરના ખેડૂત સાથે શું બન્યું હતું?
એક વર્ષ પહેલા જામનગરના ખેડૂતે ACBમાં ફરિયાદ કરી હતી. જામનગરના ખેડૂત રવજી લીંબાસીયાએ જમીન માપણી કચેરી સામે ફરિયાદ કરી હતી.  જમીન માપણી માટે સર્વેયરે અનેક ધક્કા ખવડાવ્યા હતા.  અનેક ધક્કા ખવડાવ્યા બાદ સર્વેયરે 1 લાખ 60 હજારની લાંચ માંગી હતી.  સર્વેયરે ધમકી આપી કે લાંચ નહીં આપો તો અમે એવુ લખાણ કરીશું કે જમીન ખાલસા થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ