બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Adani, Ambani and Tata also made big announcements for Gujarat to provide one lakh jobs

વાઇબ્રન્ટ ગુજરાત 2024 / એક લાખ નોકરી આપશે અદાણી, અંબાણી અને ટાટાએ પણ ગુજરાત માટે કર્યા મોટા એલાન: જાણો વિગતવાર

Priyakant

Last Updated: 03:55 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vibrant Gujarat 2024 Latest News: અદાણી ગ્રુપ હવે કચ્છમાં 25 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ 30 GW ક્ષમતા સાથે ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યું છે, જે અવકાશમાંથી પણ જોઈ શકાશે

  • વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું આજે PM મોદીએ કર્યું ઉદ્ઘાટન
  • અદાણી ગ્રુપની 2025 સુધીમાં ગુજરાતમાં રૂ. 55000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત
  • સેમિકન્ડક્ટર ફેબ માટેની વાટાઘાટો પૂર્ણતાના આરે છે અને તે 2024માં કાર્યરત થશે: ટાટા ગ્રુપ
  • રિલાયન્સ હજીરામાં ભારતની પ્રથમ અને વિશ્વ કક્ષાની કાર્બન ફાઇબર સુવિધા સ્થાપિત કરશે

Vibrant Gujarat 2024 : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું આજે PM મોદીએ ઉદ્ઘાટન કરતાંની સાથે જ ગુજરાત માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વર્ષ 2025 સુધીમાં ગુજરાતમાં રૂ. 55000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. તો અદાણી જૂથે આગામી પાંચ વર્ષમાં રૂ. 2 લાખ કરોડથી વધુનું રોકાણ કરવાની યોજના બનાવી છે. ગૌતમ અદાણીએ ગુજરાતના ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ (VGGS)માં આ જાહેરાત કરી હતી. આમાં મુખ્યત્વે ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ સામેલ છે જે અવકાશમાંથી પણ જોઈ શકાશે. આ દરમિયાન ગૌતમ અદાણીએ કહ્યું કે, આ રોકાણથી એક લાખ નોકરીઓનું સર્જન થશે. 

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપ હવે કચ્છમાં 25 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ 30 GW ક્ષમતા સાથે ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યું છે, જે અવકાશમાંથી પણ જોઈ શકાશે. 2014થી, ભારતે જીડીપીમાં 185 ટકા વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં 165 ટકા વૃદ્ધિ હાંસલ કરી છે, જે વૈશ્વિક રોગચાળા જેવા પડકારોને ધ્યાનમાં રાખીને પ્રભાવશાળી છે.

ટાટા ગ્રુપે શું કહ્યું ?
ટાટા ગ્રુપે પણ ગુજરાતમાં રોકાણની જાહેરાત કરી હતી. જૂથના જણાવ્યા અનુસાર ગુજરાતના ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેક્ટરી સ્થાપવામાં આવશે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, જૂથ બે મહિનામાં સાણંદમાં લિથિયમ-આયન બેટરી બનાવવા માટે 20 GW ગીગા ફેક્ટરી શરૂ કરવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ટાટા ગ્રૂપે એક ઠરાવ કર્યો હતો જે પૂરો થવાનો છે. ધોલેરામાં વિશાળ સેમિકન્ડક્ટર ફેબની પણ જાહેરાત. ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, સેમિકન્ડક્ટર ફેબ માટેની વાટાઘાટો પૂર્ણતાના આરે છે અને તે 2024માં કાર્યરત થશે.

વધુ વાંચો: મુકેશ અંબાણીના 5 મોટા એલાન: કહ્યું અમે ગુજરાતીઓના સપના પૂર્ણ કરીશું, જુઓ શું ફાયદો થશે

મુકેશ અંબાણીએ શું કહ્યું ? 
રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણીએ કહ્યું કે, તેમની કંપની રિલાયન્સ હજીરામાં ભારતની પ્રથમ અને વિશ્વ કક્ષાની કાર્બન ફાઇબર સુવિધા સ્થાપિત કરશે. અંબાણીએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષોમાં જ રિલાયન્સે સમગ્ર ભારતમાં વિશ્વ-સ્તરની સંપત્તિ અને ક્ષમતાઓ સ્થાપિત કરવા માટે US $150 બિલિયન (12 લાખ કરોડ) કરતાં વધુનું રોકાણ કર્યું છે. આમાંથી ત્રીજા ભાગ કરતાં વધુ રોકાણ માત્ર ગુજરાતમાં જ થયું હતું. આ સિવાય આર્સેલર મિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે, કંપની 2029 સુધીમાં ગુજરાતના હજીરામાં વિશ્વની સૌથી મોટી સ્ટીલ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીનું નિર્માણ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ