બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Accused Shanu targeted ATM for fun: Police caught on CCTV footage

અમદાવાદ / આરોપી શાનુએ મોજશોખ માટે ATMને કર્યું ટાર્ગેટ: પોલીસે CCTV ફુટેજથી પકડી પાડ્યો, તપાસની હકીકત વિચારવા જેવી

Vishal Khamar

Last Updated: 09:14 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રહેતો એક શખ્શ પોતાનાં મોજશોખ પુરા કરવા માટે ચોરીનાં રવાડે ચડે છે. અમદાવાદમાં એક શખ્શ એટીએમને તોડી તેમાંથી ચોરી કરવાનાં પ્રયત્ન કરતો સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. ત્યારે પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.

  • મોજશોખ માટે ATMમાં ચોરીનો પ્રયાસ
  • આરોપી શાનુ કુરેશીની ધરપકડ 
  • પોલીસે CCTVના આધારે ઝડપી પાડ્યો

મોજશોખ માટે માણસ કાંઈપણ કરી શકે છે. ભલે પછી ચોરી કરવી પડે. આવી જ વધુ એક ઘટના અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં સામે આવી છે. જ્યાં શાનુ કુરેશી નામના એક શખ્સે એટીએમ મશિનમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો. જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, શાનુ કુરેશી સવારના સમયે નારોલ સર્કલ પાસે આવેલા SBIના એટીએમને તોડવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેની મથામણ સફળ થતી નથી. અને તે ચોરીની ઘટનાને માંડી વાળે છે. પરંતુ સીસીટીવી સામે આવતા જ પોલીસે તેને ઝડપી પાડ્યો છે.

પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી
પોલીસે ઝપડ્યા બાદ એ જાણવા મળ્યું કે, શાનુ કુરેશી મોજશોખ માટે ચોરી કરવા માટે ગયો હતો. પરંતુ એટીએમ મશિનનો લોક ન તોડી શકતા ત્યાંથી ભાગી ગયો હતો. હાલ પોલીસે તેની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.  

 

સંકળાયેલા મુદ્દાઓ

ATM Attempted Theft ahmedabad arrested અમદાવાદ એટીએમ સીસીટીવી SHORT AND SIMPLE
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ