બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Accused Sachin Dixit's big confession in Shivansh case, says regret over Mehdi's murder

પાપનો પસ્તાવો / શિવાંશ કેસ: અફસોસ શું કામનો? આરોપી સચિન પોલીસ પૂછપરછમાં પડી ભાગ્યો, કહ્યું તરછોડતા પહેલા હું પોક મૂકીને રડ્યો

Vishnu

Last Updated: 07:32 PM, 11 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સચિનને શિવાંશ હવે મળવાનો નથી તેવું વિચારી મન મૂકીને પ્રેમ કરી લીધો હતો અને મહેંદીની હત્યા કરી તેનો અફસોસ પણ હતો, આરોપીની પોલીસ તપાસમાં કબૂલાત

  • ગાંધીનગર શિવાંશ કેસના આરોપી પિતા સચિનને પાપનો પસ્તાવો
  • પોલીસ પૂછપરછમાં આરોપી સચિને કર્યા મોટા ખુલાસા
  • શિવાંશની માફી માંગી કહ્યું મહેંદીની હત્યા કર્યાનું દૂ:ખ

મોઢેથી મા શબ્દ બોલે તે પહેલાં શિવાંશની માતા મહેંદીની તેના જ પતિ સચીને ઘાતકી હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થતાં સમગ્ર ગુજરાતમાં સન્નાટો વ્યાપી ગયો છે. શુક્રવારની રાતે ગાંધીનગર ખાતે આવેલા પેથાપુરમાં શિવાંશને તરછોડીને તેનો પિતા આરોપી સચીન નાસી ગયો હતો ત્યાર બાદ પોલીસે ગણતરીના કલાકોમાં દેશભરમાં ચકચાર મચાવનાર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. શિવાંશને તરછોડતાં પહેલાં સચીનને મહેંદીનાં મોતનો અફસોસ હતો સાથેસાથે શિવાંશને મન મૂકીને પ્રેમ કરીને રડ્યો હતો.

મન મૂકીને શિવાંશને પ્રેમ કરી લીધો હતો
સચીને જ્યારે મહેંદીની હત્યા કરી ત્યારે તેને અંદાજ આવી ગયો હતો કે હવે તેનું આખું જીવન જેલના સળિયા પાછળ જશે. હવે શિવાંશને કોણ સાચવશે તેનું પણ એક ટેન્શન તેને સતાવી રહ્યું હતું. શિવાંશને જ્યારે તરછોડવા માટે સચીન નીકળ્યો ત્યારે છેલ્લી વખત તેણે   મન મૂકીને શિવાંશને પ્રેમ કરી લીધો હતો અને રડ્યો પણ હતો તથા તેની માફી પણ માગી હતી.   
અમદાવાદની એક બાથરૂમ ટાઇલ્સની કંપનીમાં સચીન નોકરી કરતો હતો અને મહેંદી આ જ કંપનીના ડીલરને ત્યાં નોકરી કરતી હતી. જેથી બંને વચ્ચે પરિચય થયા બાદ પ્રેમ થયો હતો અને ત્યાર બાદ બંને જણા લિવ ઇન રિલેશનશિપમાં રહેતાં હતાં. ૧૦ મહિના પહેલાં મહેંદીએ શિવાંશને જન્મ આપ્યો હતો. 

ઝાંસી જવાના મુદ્દે ઝઘડો થયો અને હત્યા કરી નાખી
બે માસ પહેલાં વડોદરામાં ખોડિયારનગર પાસેનાં દર્શનમ ઓએસિસ નામની બિલ્ડિંગમાં ભાડેથી રહેવા બાળકને લઇને બંને આવ્યાં હતાં. ત્યાર બાદ છેલ્લા સપ્તાહમાં સચીનને યુપીના ઝાંસી ખાતે પ્રસંગમાં હાજરી આપવા જવાનું હોવાથી બંને વચ્ચે ઝાંસી જવાના મુદ્દે ઝઘડો થયો હતો. જેમાં મહેંદીએ સચીનને ઝાંસી જવાની ના પાડી દીધી હતી અને તું જતો રહીશ તો મારું શું થશે તેમ કહી તેણે વિરોધ કર્યો હતો. જેમાં સચીને મહેંદીને મોતને ઘાટ ઉતારી હતી.ત્યારે સવાલ એ છે કે પાપ કર્યા પછી હવે પછતાવો શું કામનો, આરોપી સચિન દીક્ષિતને કડકમાં કડક સજા કરવી જોઈએ તેણે ઘણી જિંદગીને બરબાદ કરી છે તેવી લોકમાંગ ઉઠી છે.

શું છે સમગ્ર મામલો?
2 દિવસ અગાઉ મોડી રાતે ગાંધીનગરના પેથાપુર ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિર ખાતેથી એક બાળક મળી આવતા ચકચાર મચી હતી. પોલીસને આ મામલાની જાણ થયાં બાદ ઘટના સ્થળે પહોંચી અને સ્થાનિક કોર્પોરેટર દિપ્તી બેન દ્વારા બાળકની સાર સંભાળ સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવી રહી છે. આ ઘટના ક્રમ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પોતાના તમામ કાર્યક્રમો અટકાવીને બાળકને મળવા પહોંચ્યા હતા અને પોલીસની 7 ટીમો દ્વારા માતા-પિતાની શોધખોળ હાથ ધરાઈ રહી હોવાનું નિવેદન આપ્યું હતું, આ તપાસના 24 કલાકમાં જ ગુજરાત પોલીસની મહેનત રંગ લાવી અને બાળકના પિતા ગાંધીનગર સ્થિત સેક્ટર 26માં રહેતા હોવાનું સામે આવ્યું અને કાર પણ મળી આવી હતી. જો કે, પોલીસે વધુ તપાસ હાથ ધરતા પડોશીએ બાળક સચિન દિક્ષીતનું નહીં હોવાનું કહેતા મામલો વધુ સંદિગ્ધ બન્યો હતો. અંતે પોલીસે બાળકના પિતાની ધરપકડ કરીને પૂછપરછ કરતા પ્રેમ સંબંધમાં બાળક થયું હોવાનું સામે આવ્યું હતું. અંતે દિક્ષીતે પ્રેમિકાની હત્યા થઈ હોવાનું ખુલવા પામ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ