બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / accident between truck and trailer at deesa overbridge banaskantha gujarati news

દુર્ઘટના / બનાસકાંઠામાં અકસ્માતોની વણઝાર: ડીસા ઓવરબ્રિજ પર ટ્રક અને ટ્રેલર વચ્ચે ધડાકાભેર ટક્કર, 2ના કરૂણ મોત

Dhruv

Last Updated: 09:29 AM, 31 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના ડીસા ઓવરબ્રિજ પર ટ્રક અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 2 લોકોના મૃત્યુ.

  • બનાસકાંઠાના ડીસા ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત
  • ટ્રક અને ટ્રેલર વચ્ચેના અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ
  • ટ્રક ચાલક રોંગ સાઈડમાં આવતા અકસ્માત સર્જાયો

બનાસકાંઠાના ડીસા ઓવરબ્રિજ પર ટ્રક અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં 2 લોકોના મૃત્યુ થયા છે. પાલનપુર તરફથી આવતા બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાતા તુરંત ઘટનાસ્થળે લોકો એકત્રિત થઇ ગયા હતાં. રોંગ સાઈડમાં આવી રહેલી ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ટ્રેલર ડ્રાઇવર અને ક્લિનર સહિત 2નાં મોત નિપજ્યાં છે. માર્કેટયાર્ડમાં જવા માટે જીરું અને ઇસબગુલ ભરેલ ટ્રક ચાલક રોંગ સાઈડમાં આવતા ગંભીર અકસ્માત સર્જાયો.

(ડીસા ઓવરબ્રિજ પર ટ્રક અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત)

ગઇ કાલે ધાનેરા-સાચોર હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં કુલ 5નાં મોત

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે બનાસકાંઠાના ધાનેરા-સાચોર હાઈવે પર વીંછીવાડી પાસે રાજસ્થાનની ખાનગી બસ અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય પાંચ લોકોમાંથી વધુ 2ના મોત થયા છે. જ્યારે અન્ય 2 હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

(ડીસા ઓવરબ્રિજ પર ટ્રક અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત)

જણાવી દઇએ કે, બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. ત્યારે ગઇ કાલે સાંચોર હાઈવે પર વીંછીવાડી નજીક એક ખાનગી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માતમાં કુલ 5 લોકોના મોત નિપજ્યા છે જ્યારે અન્ય બે હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

બનાસકાંઠાના ધાનેરા ખાતે પણ અકસ્માત સર્જાયો હતો

એ સિવાય તાજેતરમાં જ ધાનેરા ખાતે અકસ્માતમાં પણ ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે પાલનપુર ખાતે લઈને નીકળેલ ધાનેરા રેફરલ હોસ્પિટલની એમ્બ્યુલન્સને પણ રમૂણ ગામ પાસે અકસ્માત નડ્યો હતો. અચાનક બે આખલાઓ લડતા લડતા રસ્તા ઉપર દોડી આવતા આ અકસ્માત સર્જાયો હતો. જેથી બંને ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ફરીથી 108 મારફત હોસ્પિટલ ખસેડાયા હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ