બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / AAP and Mamata Banerjee will fight the elections alone Uddhav Thackeray also said this INDIA alliance created tension for Congress

રાજનીતિ / દીદી અને કેજરીવાલ માનવા તૈયાર નહીં, ઉદ્ધવ ઠાકરેએ પણ બતાવ્યા તેવર! INDIA ગઠબંધને કોંગ્રેસ માટે ઊભું કર્યું ટેન્શન

Megha

Last Updated: 09:56 AM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડિયા ગઠબંધનમાં સીટ વહેંચણી માટે જલ્દી જ વાતચીત શરૂ થશે. તો પંજાબમાં AAP એ અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ પણ કહ્યું છે કે તેઓ એકલા હાથે ચૂંટણી લડશે!

  • ઈન્ડિયા ગઠબંધનમાં સીટ વહેંચણી માટે જલ્દી જ વાતચીત શરૂ થશે. 
  • કોંગ્રેસ માટે આ સીટ વહેંચણી મુશ્કેલ સાબિત થઈ રહી છે. 
  • પશ્ચિમ બંગાળમાં ટીએમસી એકલા હાથે ચૂંટણી લડશે- મમતા બેનર્જી

ઈન્ડિયા ગઠબંધનની હાલની બેઠકમાં એમ નક્કી કરવામાં આવ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણી માટે સીટ વહેંચણી માટે જલ્દી જ વાતચીત થશે. દિલ્હીમાં યોજાયેલ આ બેઠકમાં નક્કી કરવામાં આવેલ સીટ વહેંચણી માટે દરેક પાર્ટી સહમત હોવી જરૂરી છે. જો કે હાલ કોંગ્રેસ માટે આ સીટ વહેંચણી મુશ્કેલ સાબિત થઈ રહી છે. તેની પાછળનું સૌથી મોટું કારણ ત્રણ રાજ્યોમાં વધુમાં વધુ સીટો મેળવવાની તેમની પોતાની ઈચ્છા છે. 

INDIA ગઠબંધનમાં ડખો: JDUએ કહ્યું નીતિશને બનાવો PM કેન્ડીડેટ, ઉદ્ધવસેના  બોલી- કોંગ્રેસ છે અહંકારી | Split in INDIA alliance before meeting! Uddhav  Sena called Congress arrogant, JDU ...

એક અહેવાલ મુજબ પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) એ કહ્યું છે કે તે રાજ્યમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડવા માંગે છે. તો બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ કહ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસ (TMC) રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડી શકે છે. એવામાં શિવસેના (UBT)એ મહારાષ્ટ્રમાં 23 બેઠકોની માંગણી કરી છે. આ તમામ કારણોને જોતા લાગે છે કે કોંગ્રેસ અને ભારત ગઠબંધનની મુશ્કેલીઓ વધવાની છે. 

વાંચવા જેવુ: અયોધ્યાથી PM મોદીએ 140 કરોડ દેશવાસીઓને ઘરે-ઘરે આ કામ કરવા અપીલ કરી, કહ્યું હું હાથ જોડીને કહું છું, આખો દેશ ઝગમગ થવો જોઈએ...

પશ્ચિમ બંગાળમાં ટીએમસી એકલા હાથે ચૂંટણી લડશે- મમતા બેનર્જી
મમતા બેનર્જીએ ગુરુવારે જાહેરાત કરી હતી કે TMC 2024ની લોકસભા ચૂંટણી રાજ્યમાં એકલા હાથે લડશે. રાજ્યમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા તેમણે કહ્યું કે, 'ભારત ગઠબંધન દેશભરમાં હાજર રહેશે. TMC પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડશે અને ભાજપને હરાવશે. ટીએમસી એકમાત્ર એવી પાર્ટી છે જે ભાજપને પાઠ ભણાવી શકે છે.' એવામાં હવે મમતા બેનર્જીના આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે રાજ્યમાં ભારતીય ગઠબંધન સાથે સીટની વહેંચણી પર કોઈપણ પ્રકારની સમજૂતી થશે નહીં. 

Topic | VTV Gujarati

પંજાબમાં એકલા લડવાની યોજના છે
AAP નેતાઓએ જાહેરમાં કહ્યું છે કે તેઓ ઈચ્છે છે કે પાર્ટી પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડે. 26 ડિસેમ્બરે પંજાબના પક્ષના ટોચના નેતાઓ સાથે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વની બેઠકમાં પણ આ જ વાતનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. અને 17 ડિસેમ્બરે અરવિંદ કેજરીવાલે પંજાબમાં રેલી કરી હતી. 

ઉદ્ધવે મહારાષ્ટ્રમાં 23 સીટોની માંગ ઉઠાવી 
એવામાં હવે 2024ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્ર માત્ર કોંગ્રેસ માટે જ નહીં પરંતુ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) અને NCP (શરદ પવાર જૂથ) માટે પણ મહત્વપૂર્ણ રાજ્ય છે અને દરેકે રાજ્યમાં પોતાની પાર્ટીને મજબૂત કરવાની શરૂઆત કરી છે. એવામાં શિવસેના-યુબીટીએ 23 લોકસભા સીટોની માંગણી કરી હતી, જેને કોંગ્રેસે ફગાવી દીધી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ