બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / aadujeevitham trailer realise malayalam star prithviraj sukumaran done great acting

Aadujeevitham Trailer / આ શખ્સ જીવી રહ્યો છે એવી લાઇફ કે જેની પર 14 વર્ષે ફિલ્મ બની, પૃથ્વીરાજે ઘટાડ્યું 24 કિલો વજન

Arohi

Last Updated: 05:12 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aadujeevitham Trailer:  મલયાલમ ફિલ્મોના સ્ટાર પૃથ્વીરાજ સુકુમારન, પોતાની ઈન્ડસ્ટ્રીને ઈન્ટરનેશનલ ઓળખ અપાવવાની વાત કરી રહ્યા છે. હવે તેમની નવી ફિલ્મ 'આદુજીવિતમ'નું ટ્રેલર આવ્યું છે જેને જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જશે. 14 વર્ષમાં બનેલી આ ફિલ્મની સ્ટોરી અને પૃથ્વીરાજનું ટ્રાન્સફોર્મેશન ખૂબ જ કમાલનું છે. આ એક મજૂરના સાઉદી અરબમાં ફસાયા હોવાની સ્ટોરી છે.

  • 14 વર્ષમાં બનીને તૈયાર થઈ આ ફિલ્મ 
  • સાઉદીમાં મજૂરના ફસાયાની સ્ટોરી 
  • પૃથ્વીરાજનું ટ્રાન્સફોર્મેશન ખૂબ જ કમાલનું 

વિદેશ જઈને પૈસા કમાવવા આજે પણ આપણા ત્યાં એક ખૂબ જ મોટી વાત માનવામાં આવે છે. પરંતુ જ્યાં ડોક્ટર-એન્જિનિયર બનીને ટોપ ક્લાસ કામો માટે જતા વિદેશમાં પોતાની માટે એક સુંદર અને સુરક્ષિત જીવન તૈયાર કરી લે છે. ત્યાં જ ઘણા લોકો એવા છે જે પોતાની લાઈફ સુધારવા માટે વિદેશોમાં નોકરી કરવા નિકળી તો જાય છે પરંતુ ત્યાં ફસાઈ જાય છે. આવી ઘણી સ્ટોરી બહાર આવે છે. 

આવી જ સ્ટોરી લઈને આવ્યા પૃથ્વીરાજ સુકુમારન 
'જન ગણ મન' અને 'લુસિફર' જેવી ફિલ્મો માટે ફેમસ મલયાલમ સ્ટાર પૃથ્વીરાજ સુકુમારન હવે એક એવી જ સ્ટોરીમાં જોવા મળશે. તેમની નવી ફિલ્મ 'આદુજીવિતમ'નું ટ્રેલર આવ્યું છે. અને ઈન્ડિયન સિનેમાના ફેન્સ માટે આ ફિલ્મ પર નજર રાખવાના ઘણા કારણો છે. 

ઈન્ડિયન સિનેમામાં ઝડપથી આગળ આવી રહેલી તેલુગૂ, તમિલ અને કન્નડ ઈન્ડસ્ટ્રીના મુકાબલે, મલયાલમ ઈન્ડસ્ટ્રીને તેનો વધારે એક્સપોઝર નથી મળી શકતું. 

પૃથ્વીરાજનું છે આ સપનું 
આ ઈન્ડસ્ટ્રીના ટોપ સ્ટાર્સમાંથી એક પૃથ્વીરાજ ઘણી વખત કહી ચુક્યા છે કે તેમનું સપનું પોતાની ઈન્ડસ્ટ્રીને તે લેવલ પર લઈ જવાનું છે જ્યાં સાઉથની બાકી ઈન્ડસ્ટ્રીઝ છે. 

'આદુજીવિતમ' આ મામલામાં એક જોરદાર અટેમ્પ્ટ કરતા જોવા મળી રહ્યા છે. ફિલ્મ ઘણી મુશ્કેલીઓથી પરસાર થઈને નિકળી છે અને તેના પાછળ ઘણા એવા નામ છે જે સારા સિનેમાની ગેરેન્ટ લે છે. 

14 વર્ષમાં બની આ ફિલ્મ 
ગયા વર્ષે 'આદુજીવિતમ'ના પેક-અપની અમુક તસવારો શેર કરતા પૃથ્વીરાજે લખ્યું હતું, "14 વર્ષ એક હજાર સમસ્યાઓ, લાખો પડકારો, એક મહામારીની ત્રણ વેવ... એક અદ્ભૂત વિજન" હકીકતે  'આદુજીવિતમ' ફિલ્મ આ નામના મલયાલમ નોવેલ પર બેસ્ડ છે જેમના રાઈટર બેન્યામિન છે. 

આ પોતે એક રિયલ સ્ટોર પર બેસ્ડ છે. 2008માં આવેલી આ નોવેલ વાંચ્યા બાદથી જ ફિલ્મમેકર બ્લેસી તેને સ્ક્રીન પર એડેપ્ટ કરવા માંગતા હતા. 2010માં તેમણે ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારનને લેવાની અનાઉન્સમેન્ટ કરી હતી. તે વર્ષ દુબઈ અને રાજસ્થાનમાં ફિલ્મનું શૂટ શરૂ થવાનું હતું પરંતુ આમ ન થયું. 

ફિલ્મ બનાવવામાં આવી આટલી અડચણો 
2012માં બ્લેસીએ કહ્યું કે તેના પ્રોડક્શન માટે જેટલું બજેટ જોઈએ તે મલયાલમ સિનેમાને જોતા ખૂબ વધારે છે. 2015માં બિઝનેસમેન કે જી અબ્રાહમના પ્રોજેક્ટ પર આવ્યા બાદ ફરીથી ફિલ્મની અનાઉન્સમેન્ટ થઈ. 

પરંતુ આ વચ્ચે ડેટ્સની મુશ્કેલીઓ અને એક્ટર-ડાયરેક્ટરના ઘણા પેડિંગ પ્રોજેક્ટ પણ વચ્ચે આવ્યા. 2017માં સોમાલિયા અને હેતીના એક્ટર્સની સાથે કાસ્ટિંગ ફાઈનલ થઈ. 2018માં ફિલ્મનું શૂટ શરૂ થઈ શક્યુ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ