બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / aadhar card history check online update download uidai authentication

તમારા કામનું / તાત્કાલિક ચેક કરી લેજો! તમારા આધારકાર્ડનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ રહ્યો છે? આ પ્રોસેસ અનુસરો

Arohi

Last Updated: 03:56 PM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aadhar Authentication History: ઘણા કામોમાં આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે નવા સિમ કાર્ડ ખરીદવા હોય કે રાશન લેવું હોય આધારની જરૂર પડે છે. ઘણા લોકોને તો પોતે ખબર નથી હોતી કે તેમના આધારનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે. પરંતુ જે ટ્રિક અમે જણાવી રહ્યા છીએ તેનાથી બધા રેકોર્ડની જાણકારી મળી જશે.

  • ભારતીય માટે આધાર કાર્ડ ખૂબ જ જરૂરી 
  • ક્યાં ક્યાં થયો છે તમારા આધારનો ઉપયોગ
  • આ રીતે જાણો બધા જ રેકોર્ડ 

ભારતીય લોકો માટે આધાર કાર્ડ એક ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે. તેના દ્વારા ઘણા કામ સરળતાથી થઈ જાય છે. બેંકમાં એકાઉન્ટ ખોલાવવું હોય તે રાશન લેવું હોય આ કામ આધાર વગર નથી થતું. ઘણી જગ્યા પર વેરિફિકેશન માટે પણ આધાર આપવું પડે છે. કુલ મળીને ઘણા કામ એવા હોય છે જે આધાર દ્વારા સરળતાથી થઈ શકે છે. પરંતુ તમને એ વાતની ખબર હોવી જોઈએ કે તમારા આધારનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ રહ્યો છે. તમને જરૂર ચેક કરી લેવું જોઈએ કે ચોરી છુપે કોઈએ તમારા આધારનો ખોટો ઉપયોગ તો નથી કર્યો? 

આધારમાં નામ, એડ્રેસ સહિત બાયોમેટ્રિક ડિટે્લ્સ પણ હોય છે. તમારી પ્રાઈવસી માટે જરૂરી છે કે આ ડેટા ખોટા હાથમાં ન જતા રહે. માટે આધાર બનાવનાર સરકારી એજન્સી યુનીક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા તમને આધારની હિસ્ટ્રી બતાવાની સુવિધા આપે છે. તેનાથી તમને ખબર પડી જશે કે તમારૂ આધાર ક્યાં ક્યાં ઉપયોગમાં લેવામાં આવ્યું છે. 

આધારની હિસ્ટ્રી 
UIDAI પોતાની વેબસાઈટ પર આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રી સર્વિસ આપે છે. અહીંથી તમને ખબર પડી જશે કે અત્યાર સુધી કઈ કઈ એજન્સીઓએ તમારા આધારનો ઉપયોગ કર્યો છે. એક વખતમાં તમે છેલ્લા 6 મહિના કે વધારેમાં વધારે 50 રેકોર્ડની લિસ્ટ આપી શકો છો. 

ઓથેન્ટિકેશન હિસ્ટ્રી સર્વિસને આ વેબસાઈટ https://resident.uidai.gov.in/aadhaar-auth-historyથી ચેક કરી શકાય છે. તમે ઈચ્છો તો mAadhaar એપથી પણ આખો રેકોર્ડ ચેક કરી શકો છો. 

આ ડિટેલ્સની થશે જાણ 
તમે દરકે આધાર ઓથેન્ટિકેશનને ચેક કરી શકો છો અને આ ડિટેલ્સની જાણકારી મેળવી શકો છો. 

ઓથેન્ટિકેશનની રીત 
તમને ખબર પડી જશે કે આધારની ડિટેલ્સ બાયોમેટ્રિક, ડેમોગ્રાફિક કે OTPથી લેવામાં આવી છે. 

ઓથેન્ટિકેશનની તારીખ અને સમય 
તમને ખબર પડી જશે કે આધારનો ઉપયોગ કઈ તારીખ અને સમય પર થયો છો. 

યુઆઈડીએઆઈ રિસ્પોન્સ કોડ
જ્યારે પણ કોઈ કામ માટે આધારનો ઉપયોગ કરવામાં આવે છે તો UIDAI એક રિસ્પોન્સ કોડ જાહેર કરે છે. 

AUAનું નામ 
ઓથેન્ટિકેશન યુઝર એજન્સી એવી એજન્સી હોય છે જે તમારા આધારનો ઉપયોગ કરે છે. જેમકે ટેલીકોમ કંપની, બેંક, રાશન માટે ફૂડ ડિપાર્ટમેન્ટ વગેરે. 

એયુએ ટ્રાન્ઝેક્શન આઈડી 
હજુ પણ આધારનું ઓથેન્ટિકેશન થાય તો કોડની સાથે એક ટ્રાન્ઝેક્શન આઈડી જનરેટ થાય છે. AUA આ આઈડીને UIDAI સાથે શેર કરે છે. 

ઓથેન્ટિકેશન રિસ્પોન્સ 
આ જણાવે છે કે તમારૂ આધાર ઓથેન્ટિકેશન સફળ રહ્યું કે ફેલ 

વધુ વાંચો: સરકારી નોકરી મેળવવા મહિલાઓ માટે મોટી તક: આ વિભાગમાં નીકળી ભરતી, જાણી લો અરજીની વિગત

યુઆઈડીએઆઈ એરર કોડ 
જો ઓથેન્ટિકેશન ફેલ થયું હોય તો UIDAI એરર કોડ આપવામાં આવે છે. આ એરર કોડથી જાણકારી મળે છે કે ઓથેન્ટિકેશન કેવી રીતે ફેલ થયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ