બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 11:02 PM, 11 December 2023
ADVERTISEMENT
સંસારમાં લોકો નાની નાની બાબતે લડી પડે છે. ઘણી વખત વેર લેતા પણ અચકાતા નથી. સુરતના પલસાણામાં બે દિવસ પહેલા શેરડીના ખેતરમાંથી એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી હતી. જેનો હત્યારો આરોપી સની પટેલ પોલીસની પકડમાં છે. તપાસમાં સામે આવ્યુ કે.. સાવ સામાન્ય બાબતે હત્યારાએ વીજ કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા ગૌરાંગ ઉર્ફે લાલુ માંહ્યવંશીની હત્યા કરી હતી.
ADVERTISEMENT
પથ્થરમારી કરાઈ કરપીણ હત્યા
પલસાણા તાલુકાના ભૂતપોર ગામે બે દિવસ પહેલા ખેતર માંથી યુવકની કરપીણ રીતે હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો , હત્યારા એ ક્રુરતાની હદ વતાવતો હોઈ એમ પથ્થર વડે યુવકનું માથું છૂંદી નાખ્યું હતું. સાથે સાથે બંને આંખો પણ ફોડી નાખી હતી. ખેતરના મલિક ખેતર જતા યુવકનો મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. તપાસમાં મૃતક ભૂતપોર ગામનો અને વીજ કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા ગૌરાંગ ઉર્ફે લાલુ માંહ્યવંશી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૃતદેહનો કબજો લઇ મૃતદેહને પી એમ અર્થે ખસેડયો હતો અને હત્યારાને પકડવા માટે કવાયત શરૂ કરી હતી
સુરત પલસાણામાંથી મળેલી લાશની ઓળખ
ઘટનાના દિવસે હત્યારો ચાલતો ચાલતો જઈ રહ્યો હતો દરમ્યાન મૃતક હત્યારા પાસેથી બાઇક લઈ હત્યારા પાસેથી કટ મારીને નીકળ્યો હતો.,હત્યારાએ મૃતકની પાછળ પાછળ ગયો હતો, મૃતક જ્યારે રોડ નજીક ખેતરમાં એક ઓરડી પાસે આવેલા કુવા પાસે બેઠો હતો. તે દરમ્યાન હત્યારો ત્યાં પહોંચી ગયો હતો અને મૃતકને તું ગામનો મોટો ડોન થઈ ગયો છે કહી મોટો પથ્થર માથામાં મારી દીધો હતો. ત્યારબાદ પથ્થરના અનેક ઘા મારી મૃતકની બંને આંખો પણ ફોડી નાખી હતી અને મૃતકના મૃતદેહને ખેતર સંતાડી મૃતકનું બાઇક પણ નજીકના ખેતરમાં સંતાડી મૃતકનો મોબાઈલ લઇ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો
હત્યારો આરોપી યુવકની પોલીસે કરી ધરપકડ
સની પટેલ અને મૃતક ગૌરાંગ માંહ્યવંશી બંને એકજ ગામના રહેવાસી હતા, થોડા દિવસ અગાઉ સની પટેલ અને તેની માતાની મૃતક ગૌરાંગ માંહ્યવંશી સાથે કોઈક બાબતને લઇ સામાન્ય બોલાચાલી થઈ હતી અને જેની અદાવત રાખી સની પટેલે ગૌરાંગ માંહ્યવંશીનું ઢીમ ઢાળી દીધું હતું. જોકે પોલીસ દ્વારા સઘન તપાસ કરતા સની પટેલ પોલીસના હાથે આવી ગયો અને પોલીસની પૂછપરછમાં હત્યા કરી હોવાની કબૂલાત પણ કરી હતી. પોલીસે હત્યારા સની પટેલની ધરપકડ કરી સની પાસેથી મૃતકનો મોબાઈલ કબજે લીધો છે. હત્યા માટે વાપરવામાં આવેલો પથ્થર પણ પોલીસે કબજે લીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.