બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / A young man died after being hit by a car driver on Rajkot 150 feet ring road

અકસ્માત / રાજકોટમાં હિટ & રન: યુવકના મૃત્યુ બાદ કારસવાર યુવક-યુવતી ફરાર, બિલ્ડરના નામે રજીસ્ટર છે કાર

Malay

Last Updated: 10:00 AM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot hit and run: રાજકોટ 150 ફૂટ રિંગ રોડ પર કાર ચાલકે અડફેટે લેતા આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ, પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી.

 

  • રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના
  • કાર ચાલકે યુવકને ઉછાળ્યો
  • યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું

રાજકોટમાં ફરી હિટ એન્ડ રનની ઘટના બની છે. 150 ફૂટ રિંગ રોડ પર પૂરપાટ ઝડપે આવતી કારે યુવકને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. હાલ પોલીસે ફરાર કાર ચાલકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

કારે યુવકને કચડી નાખતા ઘટનાસ્થળે જ મોત
મળતી માહિતી અનુસાર, રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રામાપીર ચોકડી બ્રિજ પર પૂરપાટ વેગે આવતી કારે યુવકને કચડી નાંખતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જે બાદ કાર ચાલક કાર મૂકીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. બનાવ સ્થળે લોકોના ટોળેટાળા એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.  

રાજકોટના બિલ્ડરની કાર હોવાની પ્રાથમિક માહિતી 
રાહદારીઓના જણાવ્યા અનુસાર, કારમાં યુવતી પણ સવાર હતી, યુવકને અડફેટે લીધા બાદ કારમાં સવાર યુવક-યુવતી ફરાર થઈ ગયા હતા. પોલીસ દ્વારા કારના નંબરના આધારે તપાસ કરતા આ કાર રાજકોટના બિલ્ડરની હોવાનું સામે આવ્યું હતું. RTOની વેબસાઇટ પર આ કાર વિરેન જસાણીના નામે રજિસ્ટર્ડ હોવાનું સામે આવ્યું હતું. જોકે, પોલીસ દ્વારા વિરેન જસાણીનો સંપર્ક કરતા તેમણે કાર થોડા સમય પહેલા જ વહેચી નાખી હોવાનું જણાવ્યું હતું.

પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી
હાલ પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, 5 દિવસ અગાઉ પણ રાજકોટના અમીન માર્ગ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી.

5 દિવસ અગાઉ પણ બની હતી હિટ એન્ડ રનની ઘટના
ગત 09 મેના રોજ રાજકોટના અમીન માર્ગ પર રોડ ક્રોસ કરી રહેલી એક યુવતીને પૂરપાટ ઝડપે આવતી કારે અડફેટે લીધી હતી. આ બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવતીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડીને માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે ફરિયાદ નોંધી અકસ્માત સર્જીને નાસી છૂટેલા કારચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ