બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / A woman has died after being hit by an AMTS bus in Juhapura, Ahmedabad city.

અમદાવાદ / જુહાપુરામાં AMTS બસની બ્રેક ફેલ થતાં 3 વાહનો આવ્યા અડફેટે, 1 મહિલાનું કમકમાટી ભર્યું મોત

Dinesh

Last Updated: 10:21 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદ શહેરના જુહાપુરામાં AMTS બસની અડફેટે મહિલાનું મોત થયું છે. AMTS બસની બ્રેક ફેલ થતા 3 વાહનોને અડફેટે લીધા હતાં

  • અમદાવાદમાં AMTS બસ અકસ્માતમાં મહિલાનું મૃત્યુ
  • જુહાપુરામાં AMTS બસની બ્રેક ફેલ થતા થયો અકસ્માત
  • AMTS બસે 3 વાહનોને લીધા અડફેટે


અમદાવાદમાં યમ દૂતની જેમ ચાલતી અને અમદાવાદીઓની જીવાદોરી સમાન AMTS બસની અડફેટે વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. શહેરના જુહાપુરા વિસ્તારમાં AMTS બસની અડફેટે મહિલાનું મોત નીપજ્યું છે. જો કે, અવાર નવાર AMTS બસથી અકસ્માતની ઘટનાઓ વધી રહી હોય તેવુ જણાઈ રહ્યું છે.

AMTS બસની બ્રેક ફેઈલ થતાં અકસ્માત
અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં AMTS બસની બ્રેક ફેઈલ થઈ જતા 3 વાહનોને અડફેટે  લીધા હતા. જેમાં એક મહિલાનું કમકમાટી ભર્યું મોત પણ થયું છે. અત્રે જણાવીએ કે, અગાઉ પણ નરોડામાં વિસ્તારમાં AMTS બસે અકસ્માત સર્જ્યો હતો. જો કે, AMTS બસની બ્રેક ફેઈલ થતાં અકસ્માત સર્જાયો છે જેને લઈ અનેક સવાલો પણ ઉઠી રહ્યાં છે કે, આ AMTS બસો યોગ્ય સમય રિપેરિંગ કરવામાં નથી આવતી કેમ, જો કે અત્યારે સમગ્ર ઘટના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

સ્થાનિકોમાં રોષ 
અકસ્માતની ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યો હતો. લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે અમદાવાદમાં માતેલા સાંઢની માફક દોડતી AMTS બસે કોઈનો જીવ લીધો હોય તેવી આ પહેલી ઘટના નથી, અગાઉ પણ આવા ઘણા બનાવો સામે આવી ચૂક્યા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ