બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / A video of the pitiful condition of animals in cattle boxes in Ahmedabad is viral

અમદાવાદ / હે ગૌ માતા તારી આ દુર્દશા.! AMCના ઢોરવાડામાં ક્ષમતા કરતા બમણી ગાયો, CNCD વિભાગનો અણધડ વહીવટ છતો…

Kishor

Last Updated: 11:33 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં એક બાજુ રખડતા ઢોરનો ત્રાસ છે તો બીજી બાજુ ઢોરવાડા પણ ફૂલ થઈ જતા પશુઓની હાલત દયનીય હોવાનું સામે આવી રહ્યું છે.

  • AMC ના ઢોળવાડા થયા ફૂલ 
  • અમદાવાદના ઢોરવાળાનો વિડિયો વાયરલ 
  • એક જ ઢોરડડબ્બામાં ક્ષમતા કરતા બમણી ગાયો પૂરવામાં આવી 

આમ તો અમદાવાદ ગંદકી, ગેરકાયદે બાંધકામ, વરસાદી પાણીનો ભરાવ, ખખડધક અને ધૂળિયા માર્ગ, ટ્રાંફિક સહિતની સમસ્યાઓથી ઘેરાયેલું છે. પરંતુ આ બધામાંથી રખડતા ઢોરની સમસ્યા મુશ્કેલીઓમાં સૌથી ટોચ પર છે. આ ઉપાધિ માથાના દુખાવા સમાન નહિ પરંતુ અસાધ્ય રોગ સમાન છે જેને અંકુશમાં લાવવી લોઢાના ચણા ચાવવા બરોબર છે. અમદાવાદની એક પણ શેરી- ગલી એવી નહિ હોય જ્યા રખડતા ઢોરનો ત્રાસ ન હોય! એક બાજુ રખડતા ઢોરનો ત્રાસ છે તો બીજી બાજુ ઢોરવાડામાં પણ પશુઓની હાલત દયનીય હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદમાં AMCના ઢોરવાડાનો વીડિયો સામે આવ્યો છે..જેમાં ઢોરવાડાની ક્ષમતા કરતા બમણા પશુઓને પુરવામા આવ્યા છે. જેનો કાળજુ કકળી ઉઠે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. 


AMCના CNCD વિભાગ સહિતના જવાબદારો સામે રોષ

આમ ઠાંસી ઠાંસીને ઢોરને ભરવામાં આવતા પશુઓની હાલત રૂવાતા ઉભા થઇ જાય તેવી છે. આ વીડિયોને પગલે જીવદયા પ્રેમીઓમાં પણ આક્રોશની જ્વાળા ભભૂકી ઉઠી છે અને લોકો તંત્રની કામગીરી સામે સવાલો ઉભાવી રહ્યા છે. વ્યવસ્થા અને AMCના CNCD વિભાગ સહિતના જવાબદારોના આયોજનના અભાવને લઈને આવી સ્થિતિનું નિર્માણ થતા લોકો અકળાયા છે. ગાયોને પગ મુકવાની કે શ્વાસ લેવાની પણ જાણે સ્થિતિ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

લોકોમાં ભારોભાર રોષ
અમદાવાદમાં ઢોરનો ત્રાસ આસમાને છે તંત્રના પાપે ભૂતકાળમાં અનેક ઘરના મોભી તો અનેક ઘરના કંધોતર છીનવાયા હોવાની ઘટનાઓ છે. પરંતુ તંત્રએ આ મામલે નક્કર કાર્યવાહી કરી ન હોવાથી આ સમસ્યા અટકવાનું નામ જ લેતી નથી. જેને લઈને લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

અગાઉ જારી કરાઇ હતી ગાઈડલાઈન

અગાઉ તંત્ર દ્વારા ગાઈડલાઈનમાં બહાર પાડવામાં આવી હતી. જેમાં ફરિયાદ માટે તંત્ર અને પશુ હેલ્પ લાઈન પોર્ટલ બનાવામાં આવ્યું છે. તપાસમાં કોઈ રખડતા ઢોર અથવા તેની બિમારીને જોતા સારવાર કરવામાં આવે તેવો ઉલ્લેખા કરાયો હતો. વધુમાં જો કોઈ પશુને સંક્રમક બિમારીથી પીડાઈ તો તેને અલગ રાખવામાં આવે, જેનાથી અન્ય પશુ અને માણસને સંક્રમણ ન લાગે. સહિત અનેક નિયમો છે જોકે આ ઢોરડબ્બામાં તો જાણે વ્યવસ્થાના અભાવે પશુઓ મોતને શરણ થાય તેવી હાલત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ