બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / A two-and-a-half-year-old girl who was playing in the parking lot was crushed by a Mercedes car driver

સાવધાન / સુરતમાં મર્સીડીઝ ચાલકે પાર્કિંગમાં રમી રહેલી અઢી વર્ષની બાળકીને કચડી મારી, CCTV ફૂટેજ કંપાવનારા

Vishal Dave

Last Updated: 09:15 PM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મર્સિડીઝ કાર ચાલક તેની કારને પાર્કિંગમાંથી બહાર કાઢે છે અને કારને આગળ લઈ જાય છે, રિવર્સ લઇને સીધી ચલાવે છે. . આ દરમિયાન ત્યાં રમતી એક અઢી વર્ષની બાળકી કારની નીચે આવી ગઈ

સુરતથી કાળજુ કંપાવી દે તેવો એક  અકસ્માત સામે આવ્યો છે. અહીંના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રહેણાંક મકાનના પાર્કિંગમાં રમી રહેલી એક છોકરીને મર્સિડીઝ કારે કચડી નાંખી હતી. આ ઘટના પાર્કિંગમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ.. 

રોયલ ટાઈટેનિયમ બિલ્ડિંગના પાર્કિંગની ઘટના 

પોલીસે જણાવ્યું કે આ અકસ્માત રોયલ ટાઈટેનિયમ બિલ્ડિંગના પાર્કિંગમાં થયો હતો. સીસીટીવી ફૂટેજ જોતા સ્પષ્ટ થાય છે કે એક વ્યક્તિ પોતાની કાર તરફ જતો જોવા મળી રહ્યો છે. દરમિયાન, એક છોકરી પાર્કિંગમાં બેઠી છે અને રમી રહી છે. મર્સિડીઝ કાર ચાલક તેની કારને પાર્કિંગમાંથી બહાર કાઢે છે અને કારને આગળ લઈ જાય છે, રિવર્સ લઇને સીધી ચલાવે છે. . આ દરમિયાન ત્યાં રમતી એક અઢી વર્ષની બાળકી કારની નીચે આવી ગઈ. નવાઈની વાત એ છે કે મર્સિડીઝ કારની નીચે કંઈક આવી ગયું અને ડ્રાઈવરને તેની જાણ સુદ્ધાં ન થાય તે શક્ય જણાતું નથી.

 

કાર રોકીને છોકરીને જોવા પણ ન ગયો કારચાલક 

જ્યારે મર્સિડીઝના ડ્રાઈવરને ખબર પડી કે છોકરીને તેની કારથી કચડી નાખવામાં આવી છે, ત્યારે પણ તે કાર રોકતો નથી અને છોકરીને જોવા ગયો નહીં. સીસીટીવી ફૂટેજ જોતા જણાઈ આવે છે કે અકસ્માત બાદ આરોપી ત્યાંથી નીકળી જાય છે. આ ઘટનામાં મર્સિડીઝ ચાલકની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. ઉંડી ઈજાના કારણે બાળકીની હાલત નાજુક છે. તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર બાળકીની હાલત નાજુક હોવાનું કહેવાય છે. બાળકીની માતા કાજલ ઘરનું કામ કરવા માટે તે જ બિલ્ડિંગમાં આવે છે.

આ પણ વાંચોઃ મિત્રનો કોલ આવ્યો અને વચ્ચે મોત મળ્યું! અમદાવાદમાં થારની ટક્કરે સગીર દિકરાનું કરૂણ મોત, આરોપી સકંજામાં

માતા કાજલ ઓઢે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ બાળકીની માતા કાજલ ઓઢે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મર્સિડીઝ કાર ચાલક વિરુદ્ધ પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ હળવી કલમો હેઠળ અને પોલીસે હજુ સુધી તેની ધરપકડ કરી નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ