બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / A total of 4 incidents of stray dog attacks were found in Ahmedabad and Navsari

`સેફ' સિટી? / અમદાવાદ અને નવસારીમાં કુલ મળી રખડતા શ્વાનના હુમલાની 4 ઘટનાઓ, નાગરિકોની સુરક્ષાના હિતમાં નિર્ણય ક્યારે?

Kishor

Last Updated: 12:04 AM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના જુહાપુરા, મેમનગર, તેમજ શહેરના પોળ વિસ્તાર અને નવસારીમાં રખડતા શ્વાને હુમલો કર્યાનું બહાર આવ્યું છે.

  • રખડતા શ્વાનના હુમલાની 4 ઘટનાઓ સામે આવી
  • અમદાવાદમાં 4 શ્વાનના ટોળાએ બાળક પર હુમલો કર્ય

અમદાવાદ અને નવસારી સહિત રખડતા શ્વાનના હુમલાની 4 ઘટનાઓ સામે આવી છે. દિવસમાં નવસારી અને અમદાવાદના જુહાપુરા, મેમનગર, તેમજ શહેરના પોળ વિસ્તારમાં રખડતા શ્વાને હુમલો કર્યાનું બહાર આવ્યું છે. તંત્ર દ્વારા રખડતા શ્વાનને લઈ ખસીકરણ, અને તેને પકડવાની કામગીરી અવિરત કરવામાં આવે છે. છતાં પણ શ્વાનને કાબૂમાં કરવા તંત્ર ગમે એટલા પ્રયાસો કરે પણ રખડતા શ્વાનની સંખ્યા વધતી જ જાય છે. આજના દિવસની રખડતા શ્વાનના હુમલાની વાત કરવામાં આવે તો , અમદાવાદના જુહાપુરા વિસ્તારની બાગ એ નિશાન સોસાયટીમાં સુતેલા 3 મહિનાના બાળકને 4 શ્વાને બચકા ભર્યાની ઘટના સામે આવી હતી. જ્યારે શહેરના મેમનગરના સર્જન ટાવરના રહીશો શ્વાનથી પરેન થયા છે અને બાળકો અને  સિનિયર સિટીઝનોને ઘરમાં પુરાય રહેવાનો વારો આવ્યો છે.

સુરતમાં રખડતા શ્વાનનો આતંક: 2 વર્ષની બાળકીને ભર્યા 40 બચકાં, સર્જરી કરાવવા  મજબૂર | In Surat, 40 children fed a 2-year-old girl to a stray dog

શ્વાનના આતંકની ઘટના CCTVમાં કેદ 

અમદાવાદના જુહાપુરા વિસ્તારની બાગ એ નિશાન સોસાયટીમાં શ્વાનનો આતંક સામે આવ્યો હતો. જેમાં 4 શ્વાનના ટોળાએ બાળક પર હુમલો કર્યો હતો. માનવભક્ષી બની 3 મહિનાના બાળકને 4 શ્વાન બચકા ભરી ઉઠાવી ગયા હતા. રખડતા શ્વાનના આતંકની ઘટના CCTVમાં કેદ થઈ છે. તંત્રએ કામગીરી ન કરતા સ્વૈચ્છિક સંસ્થા શ્વાન પકડવા કામે લાગી હોવાનું પણ સામે આવ્યું છે.

શ્વાનના કારણે બાળકને એકલો મોકલી શકતો નથી
વધુમા પોળ વિસ્તારમાં પણ શ્વાનનો આતંક દેખાયો હતો. શ્વાનના આતંકને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આથી સ્થાનિક લોકોએ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે. સ્થાનીકોના જણાવ્યા અનુસાર શ્વાનના કારણે બાળકને એકલો મોકલી શકતો નથી. અમારા બાળક સાથે અમારે સિક્યુરિટી તરીકે જવું પડે છે. કોર્પોરેશનની હોસ્પિટલો પાસે તો આની દવા પણ નથી હોતી.પોળ વિસ્તારમાં આવેલી તમામ જગ્યા પર શ્વાનનો આતંક જોવા મળતો હોવાનો સ્થાનીકો દાવો કરી રહ્યા છે. 

તો નવસારીના જલાલપોરમાં પણ લોકોને રખડતા શ્વાનનો આતંક ભોગવી રહ્યા છે. એરૂ નજીક અવધ રેસીડેન્સી પાસે એક વ્યક્તિ પર શ્વાને હુમલો કર્યો હતો. શ્વાનના ટોળાના હુમલામાં યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. 5થી 6 શ્વાન અવધ રેસીડેન્સીના યુવકો પર ત્રાટક્યા હતા. જેમાં ગંભીર ઇજા થતાં યુવકને તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મહત્વનુ છે કે યુવાન દીકરા માટે આઈસ્ક્રીમ લેવા જતો હતો. આ દરમિયાન હુમલો કરાયો હતો. અગાઉ નવસારીમાં પણ રખડતા શ્વાને બાળકને ઘાયલ કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ