બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / A student from Rajkot reached the board exam straight from the hospital in spite of congenital serious illness, you will know the struggle Salaam

હિંમતને સલામ / જન્મજાત ગંભીર બીમારી છતાં હોસ્પિટલથી સીધો બોર્ડની પરીક્ષા આપવા પહોંચ્યો રાજકોટનો વિદ્યાર્થી, સંઘર્ષ જાણી કરશો સલામ

Vishal Khamar

Last Updated: 09:38 PM, 4 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષાનું નામ સાંભળતા જ ડરી જાય છે. પરંતુ રાજકોટમાં ધોરણ 10માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી બીમાર હોવા છતાં તેની સામે હાર ન માનીને પરીક્ષા આપવા પહોંચ્યો હતો.

  • રાજકોટમાં વિદ્યાર્થીએ પૂરૂ પાડ્યું ઉમદા ઉદાહરણ
  • બિમાર હોવા છતાં પરીક્ષા આપવા પહોચ્યો
  • હોસ્પિટલમાંથી પહોંચ્યો પરીક્ષા આપવા 
  • વિદ્યાર્થી જન્મજાત SMA બિમારીથી પીડાય છે

રાજકોટમાં ધોરણ 10માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી બીમાર હોવા છતાં તેની સામે હાર ન માનીને પરીક્ષા આપવા પહોંચ્યો હતો. ત્યારે હાજર રહેલા તમામ લોકોએ તેને શુભકામનાઓ આપી હતી. કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી આ વાતને રાજકોટના દુષ્યંત રાઠોડ નામના વિદ્યાર્થીએ સાચી સાબિત કરી બતાવી છે. દુષ્યંત રાઠોડ જન્મજાત SMA બિમારીથી પિડાય છે. છેલ્લા એક સપ્તાહથી વિદ્યાર્થીની હાલત ખરાબ હોવાથી તે હોસ્પિટલમાં દાખલ છે. અને ડોક્ટરે તેને પરીક્ષા આપવાની મનાઈ કરી હોવા છતાં તે હોસ્પિટલમાંથી રજા લઈને સીધો ધોરણ 10ની CBSE બોર્ડની પરીક્ષા આપવા પહોંચ્યો હતો. 

દુષ્યંત તેના માતા-પિતા સાથે સ્કૂલ આવ્યો

દુષ્યંતને અન્ય વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ શુભકામના પાઠવી
દુષ્યંત રાઠોડને જન્મ જાત બીમારી હોવા છતાં પણ તેણે ક્યારેય પણ પરિસ્થિતિ સામે હાર નથી માની. આ હિમ્મત આને સાહસ સાથે પોતાનો અભ્યાસ કરતો દુષ્યંત ભણવામાં ખુબ જ હોશિયાર છે તેમજ તે તેના કલાસનો રેન્કર પણ છે. જ્યારે આ બાળક હોસ્પિટલમાં દાખલ હોવા છતાં પણ પરીક્ષા આપવા માટે જ્યારે પહોંચ્યો ત્યારે ક્લાસમાં હાજર સૌ કોઈ ચોંકી ગયા હતા અને ત્યાર બાદ ત્યાં હાજર રહેલા તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓએ તેને શુભકામના આપી હતી.

સ્કૂલ સંચાલકો તેમજ શિક્ષકો અને હાજર વાલીઓએ દુષ્યંતને શુભેચ્છા પાઠવી

માતા પિતા છોકરાઓને હિમત આપે અને પોતે પણ હિંમત રાખે જેથી બાળકને વધારે હિંમત મળશેઃ દુષ્યંતના માતા
આ બાબતે દુષ્યંતનાં માતા ઉર્મિલાબેન રાઠોડે જણાવ્યું હતું કે એને જે આ બિમારી છે તે તેના જન્મજાત આવેલી છે. અને તે અત્યારે સીબીએસઈની ધો.10 માં ભણે છે. અને તે છેલ્લા એક વર્ષથી પરીક્ષાની તૈયારી કરતો હતો.  હમણાં તેને થોડા હેલ્થ ઈશ્યું થયા તો તે છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતો.  પરંતું તેને એમ હતું કે તેણે આખું વર્ષ જે મહેનત કરી છે.  જેથી તેણે પરીક્ષા આપવા જવું જોઈએ.  ત્યારે પરીક્ષા આપવા માટે તેણે ર્ડાક્ટર જોડે રજા માંગતા ર્ડાક્ટરે તેને પરીક્ષા આપવા જવાની મંજૂરી આપી હતી.  અને હિંમત સાથે તે હોસ્પિટલમાં પણ પરીક્ષાની તૈયારી કરતો હતો.  વધુમાં દુષ્યંતના માતાએ કહ્યું હતું કે ભગવાને આપણને કંઈ ચેલેન્જ આપ્યું છે તો તેની પાછળ તે કંઈક આપે જ છે.  એવું નથી કે તે આપણી પાસેથી બધું લઈ જ લે છે. તો આપણી પાસે જે છે એના ઉપર હિંમત રાખીને આપણે આગળ વધવું જોઈએ.  અને માતા પિતાને હું ખાસ કહીશ કે જે પણ ચેલેન્જ હોય તેના માટે છોકરાઓને પોતે હિંમત આપે અને પોતે પણ હિમત રાખે. જેનાથી છોકરાઓને વધારે હિંમત મળશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ