બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / ગુજરાત / બોલિવૂડ / વડોદરા / A shocking revelation about Tapu and Babita engagement

ખુલાસો / હકીકત કે અફવા? ટપુ અને બબીતાની સગાઇને લઇ ચોંકાવનારો ખુલાસો, મૂકાયું પૂર્ણવિરામ!

Vishal Khamar

Last Updated: 07:07 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બે સ્ટાર કલાકાર દ્વારા સગાઈ કરી હોવાનાં સમાચાર સોશિયલ મીડિયામાં વહેતા થતા લોકો ચોંકી ઉઠ્યા હતા. પરંતું થોડાક સમય બાદ આ બંનેની સગાઈનાં બાબતે નવો ખુલાસો થતા દર્શકો મૂંઝવણમાં મુકાઈ જવા પામ્યા હતા.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં સ્ટાર કલાકાર બબીતા અને ટપુનાં પ્રેમ સબંધ છેલ્લા ઘણા સમયથી ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે આજે સોશિયલ મીડિયા પર સૌને ચોંકાવે તેવા સમાચાર વહેતા થયા હતા. જેમાં બબીતા (મુનમુન દત્તા) અને ટપુ (રાજ અનડકટે) સગાઈ કરી લીધા હોવાનાં સમાચાર વહેતા થતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. ત્યારે તારક મહેતાના ઉલ્ટા ચશ્માનાં સ્ટાર કલાકારોનાં સગાઈનાં સમાચારને લઈ મુન મુન દત્તાનાં ચાહકોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ત્યારે થોડાક સમય બાદ આ સમગ્ર બાબતે ખુલાસો થવા પામ્યો હતો. જેમાં વિરલ ભાયાણી નામનાં ફોટોગ્રાફર દ્વારા ઈન્સ્ટા પર પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં આ સગાઈની વાત માત્ર અફવા હોવાનું જણાવ્યું હતું. 

સગાઈના સમાચાર વહેતા થતા બબીતાનાં ચાહકોમાં ગમગીની છવાઈ

છેલ્લા ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં હોવાનાં સમાચાર અવાર નવાર ચર્ચામાં રહેતા હતા. ત્યારે આજે અચાનક જ તારક મહેતાના ઉલ્ટા ચશ્માની સ્ટાર કલાકાર મુનમુન (બબીતા) અને રાજ અનડકટ (ટપુ)એ ગુજરાતમાં વડોદરા ખાતે સાદાઈથી સગાઈ કરી લીધી હોવાના સમાચાર પ્રકાશમાં આવતા જ બબીતાનાં ચાહકોમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

કલાકારના સબંધીએ સગાઈમાં હાજર હોવાની વાત સ્વીકારી

બબીતા ​​અને ટપુની સગાઈ થઈ ગઈ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને આજે કોઈ ઓળખની જરૂર નથી. આ સીરિયલમાં બબીતા ​​જીનું પાત્ર ભજવનાર કલાકાર મુનમુન દત્તા હંમેશા કોઈને કોઈ વિષયને લઈને ચર્ચામાં રહે છે. કલાકારનાં નજીકનાં એક સબંધી દ્વારા આ બંને કલાકાર દ્વારા સગાઈ કરી હોવાની વાતને સ્વીકારી હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. તેમજ તેઓ સગાઈમાં હાજર હોવાનું પણ સ્વીકાર્યું હતું. 

રાજ અનડકટ મુનમુન દત્તાથી 9 વર્ષ નાનો 

સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે રાજ અનડકટની ઉંમર 27 વર્ષ છે. જ્યારે મુનમુન દત્તાની ઉંમર 26 વર્ષ છે. એટલે કે રાજ અનડકડ મુનમુન દત્તાથી 9 વર્ષ નાનો છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બંને પરિવારોની હાજરીમાં એક-બીજાને સગાઈની રિંગ પહેરાવી હતી. 

વધુ વાંચોઃ પ્રિયંકા-પરિણીતીની પિતરાઇ બહેન મીરા ચોપડાએ કર્યા લગ્ન, બોયફ્રેન્ડ રક્ષિત સાથે લીધા ફેરા


ઉલ્લેખનીય છે કે મુનમુન દત્તા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા ​​જીનો રોલ કરી રહી છે. રાજ અનડકટે દિલીપ જોશીના પુત્ર ટપુની ભૂમિકા ભજવી હતી.  રાજે વર્ષ 2022માં શો છોડી દીધો હતો. પરંતુ મુનમુન દત્તા વચ્ચેના પ્રેમ સબંધના સમાચાર છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ