બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / A school in Surat has launched a new curriculum for Gita lessons

અનોખું / સંસ્કારોનું સિંચન: સુરતમાં એક શાળાએ શરૂ કર્યો નવો અભ્યાસક્રમ, ગીતાના પાઠ કર્યા દાખલ, હેતુ પણ જણાવ્યો"

Kishor

Last Updated: 09:39 PM, 8 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે સુરતની એક શાળા દ્વારા ભગવદ ગીતાને બાળકો જાણી અને સમજી શકે તે માટે શાળામાં તેનો ફરજીયાત કોર્ષ દાખલ કરવામાં આવ્યો છે.

  • સુરતની શાળામાં ભગવદ ગીતાના પાઠ
  • શાળામાં ગીતાનો ફરજીયાત કોર્ષ દાખલ કરવામાં આવ્યો
  • ધોરણ 1 થી 8ના બાળકો માટે ગીતાને અભ્યાસ ક્રમ

અનેક વિદ્વાનો કહે છે કે ભગવદ ગીતાએ જીવન જીવવાના પાઠ શીખવે છે. તેથી જ તો ભગવદ ગીતા વાંચવી અને જીવનમાં ઉતારવી જરૂરી છે. આજના કળિયુગમાં પણ ભાવગદ ગીતા ઘરે ઘરે છે. પરંતુ કોઈપણ ઘરમાં એનું વાંચન કે તેનું અમલીકરણ જોવા નથી મળતું. જ હવે ગીતાને અભ્યાસ ક્રમમાં દાખલ કરવાની ઉમરાણ ઉઠી છે. અનેક વિદ્વાનો દ્વારા પણ કેન્દ્ર સરકારને ગીતાને અભ્યાસક્રમમાં દાખલ કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે. પરંતુ સુરતની શાળા વન્ડરફૂલ એકેડમી દ્વારા ધોરણ 1 થી 8ના બાળકો માટે ગીતાને અભ્યાસ ક્રમમાં દાખલ કરવામાં આવી છે. ગીતા થકીથી બાળકોના જીવનનું ઘડતર કરવા સાથે સનાતન ધર્મ વિશે બાળકો જાણી શકે તે માટે શાળામાં અભ્યાસક્રમ તરીકે ગીતા ભણાવવામાં આવશે.

A school in Surat has launched a new curriculum for Gita lessons

બાળકોને ગીતા કેમ ન શીખવવી જોઈએ

સુરત શહેરમાં આવેલી વન્ડરફૂલ એકેડમી દ્વારા બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે ભગવદ ગીતા શીખવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વિચાર આવતા પહેલાં તેમણે ભગવદ ગીતા વિશે બાળકોના જ્ઞાનને ચકાસવાનું નક્કી કર્યું અને બાળકો ભગવદ ગીતા વિશે જ્યારે સવાલો પૂછવામાં આવ્યા તો બાળકો ગીતા વિશે જાણતા હતાં. પરંતુ તેમણે ક્યારેય ગીતાને વાંચી નહોતી ત્યારે શાળા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જીવનના તમામ સવાલોના જવાબ જો ગીતામાં હોય તો બાળકોને ગીતા કેમ ન શીખવવી જોઈએ અને શાળાએ નક્કી કર્યું કે બાળકોને અઠવાડિયામાં એક વખત ગીતાના શ્લોક શીખવવામાં આવશે. શાળા દ્વારા બાળકો માટે ગીતાનો અભ્યાસક્રમ તૈયાર કરાયો. તેના માટે એક નવા શિક્ષકની પણ શોધ કરવામાં આવી અને હવે આગામી દિવસોમાં બાળકો ગીતાના શ્લોક કડકડાટ બોલતા નજરે ચઢશે.

A school in Surat has launched a new curriculum for Gita lessons

સુરતની શાળામાંથી ગીતાના સાર

શાળા દ્વારા બાળકોમાં સંસ્કાર સિંચન કરવાનો આ એક નવો અભિગમ ખરેખર સરાહનીય છે.. કારણ કે જે વ્યક્તિ ગીતાને જીવનમાં ઉતારે છે તે વ્યક્તિનું સમગ્ર જીવન ધન્ય થાય છે. હવે આગામી દિવસોમાં સુરતની શાળામાંથી ગીતાના સાર સાથે બાળકો પોતાનું ભાવિ ઘડશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ