બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / A scary incident happened while handing mobile phones to children

લાલબત્તી / બાળકોના હાથમાં મોબાઈલ આપતાં ડરી જજો તેવી ઘટના બની, છોકરો પહોંચ્યો મરણતોલ હાલતમાં હોસ્પિટલે

Hiralal

Last Updated: 05:14 PM, 12 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના મથુરામાં ઘરમાં ગેમ રમી રહેલા છોકરાના હાથમાં એમઆઈનો મોબાઈલ ફાટતા તેને હાથે અને ચહેરા પર ગંભીર ઈજા પહોંચી છે.

  • યુપીના મથુરાની ચોંકાવનારી ઘટના
  • છોકરાના હાથમાં ફાટયો મોબાઈલ
  • ઘરમાં ગેમ રમી રહ્યો હતો
  • હાથ અને ચહેરો ગંભીર રીતે બળી ગયા
  • હોસ્પિટલમાં મોત સામે લડી રહ્યો છે 

મોબાઈલ ફોનમાં બ્લાસ્ટની વધુ એક ઘટના બની છે. યુપીના મથુરામાં 13 વર્ષીય બાળક જ્યારે ગેમ રમી રહ્યો હતો ત્યારે તેના હાથમાં મોબાઈલ ફાટ્યો હતો અને તેનો હાથ અને ચહેરો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટના બાદ લોકોને હવે તેના બાળકોને મોબાઈલ આપવામાં પણ જોખમ લાગી રહ્યું છે.  મથુરામાં મોબાઈલમાં ગેમ રમી રહેલા એક બાળકનો મોબાઈલમાં અચાનક બ્લાસ્ટ થતાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. આ ઘટના મથુરાના કોતવાલી વિસ્તારના મેવાતી મહોલ્લાની છે, જ્યાં એક ઘરમાંથી વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. લોકો અવાજ સાંભળીને ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે ત્યાં મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો અને તે મોબાઈલ પર ગેમ રમતા બાળકને ઈજા થઈ હતી. પરિવાર અને વિસ્તારના લોકો તાત્કાલિક બાળકને લઈને હોસ્પિટલ દોડી આવ્યા હતા.

ગેમ રમતી વખતે મોબાઈલમાં બ્લાસ્ટ 
મેવાતી મહોલ્લાના રહેવાસી મોહમ્મદ જાવેદે જણાવ્યું કે, તેનો 13 વર્ષનો પુત્ર મોહમ્મદ જુનૈદ મોબાઈલમાં આ ગેમ રમી રહ્યો હતો. ઘરની અંદર ગેમ રમતી વખતે અચાનક મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. મોબાઇલના ધડાકાને કારણે જુનૈદ ગંભીર રીતે દાઝી ગયો હતો. જુનૈદને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 

એમઆઈનો હતો મોબાઈલ 
જુનૈદના પિતા મોહમ્મદ જાવેદે જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા જ તેમણે શાઓમી કંપનીનો એમઆઈનો મોબાઈલ ફોન લીધો હતો તે વખતે તો કંઈ તકલીફ નહોતી પરંતુ અચાનક તેવી રીતે બ્લાસ્ટ થઈ ગયો તે સમજમાં નથી આવતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ