બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / સુરત / A progressive farmer in Kamrej cultivated a different type of teti

સફળતા / રિસ્ક લઈને લખપતિ બન્યો ગુજરાતનો ખેડૂતઃ પ્રથમ વખત આ બે ખાસ પ્રકારની સક્કરટેટીનું કર્યું ઉત્પાદન, જાણો ખાસિયત

Malay

Last Updated: 03:27 PM, 19 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીઠી - મધુરી ‘મૃદુલા’ અને ‘વિજય’ જાતની સક્કરટેટીનું દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર વાવેતર કરીને લાખોનું ઉત્પાદન મેળવતા કામરેજના પ્રગતિશીલ ખેડૂત, જાણો કેવો છે આ ખાસ ટેટીનો સ્વાદ.

 

  • કામરેજમાં પ્રગતિશીલ ખેડૂતે અલગ જ પ્રકારની ટેટીની કરી ખેતી
  • 75 દિવસમાં જ ટેટીનું મબલખ ઉત્પાદન અને ઊંચા ભાવો મળ્યા
  • અત્યંત સ્વાદિષ્ટ હોય છે 'મૃદુલા' અને 'વિજય'
  • એકવાર સ્વાદ ચાખી જનાર આ ટેટીના બની જાય છે ચાહક   

રાજ્યનો ખેડૂત નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આધુનિક ખેતી તરફ વળ્યો છે. રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓના સહારે ખેડૂતો નવીનતમ ખેતી કરીને બમણી આવક મેળવી રહ્યા છે. કૃષિ વૈજ્ઞાનિકો સુધારેલું બિયારણ અપનાવી પ્રગતિશીલ ખેતીની ભલામણ કરે છે, ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલા ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રવિણભાઈ માંગુકીયાએ ‘મૃદુલા’ અને ‘વિજય’ એમ બે જાતની સક્કરટેટીનું દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમવાર સફળતાપૂર્વક વાવેતર કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરક બન્યા છે. પ્રવિણભાઈએ ચાર એકરમાં ટેટીનું વાવેતર કરીને અંદાજીત 50 ટનથી વધુનું ઉત્પાદન થવાની સંભાવના વ્યક્ત કરી છે. 300થી 800 ગ્રામ જેટલું વજન ધરાવતી અત્યંત સ્વાદિષ્ટ એવી આ ખાસ ટેટીમાં એરોમા પ્રકારની આકર્ષક સુગંધ આવે છે.

ડ્રીપ ઈરિગેશન તથા મલ્ચીંગ પદ્ધતિ અપનાવી
ઓછા બીજ અને વધુ પલ્પ ધરાવતી મૃદુલા અને વિજય જાતની સક્કરટેટીનો સ્વાદ લાજવાબ છે. એકવાર સ્વાદ ચાખી જનાર વ્યક્તિ આ ટેટીનો ચાહક બની જાય છે. ખેડૂત પ્રવણ ભાઈના જણાવ્યા મુજબ પાણીનો કરકસરભર્યા ઉપયોગ માટે ડ્રીપ ઈરિગેશન તથા મલ્ચીંગ પદ્ધતિ અપનાવી છે. જેમાં ડ્રીપ ઈરિગેશન માટે રાજ્ય સરકારની GGRC (ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની) દ્વારા એક એકરમાં રૂા.15,000 લેખે ચાર એકરમાં રૂા.60,000ની સબસિડી મેળવી છે.

ખેડૂત પ્રવિણ​​​ભાઈ

નાસીકથી મંગાવ્યા હતા સક્કરટેટીની રોપા
વડીલોપાર્જીત જમીનમાં પરંપરાગત ખેતીને બદલે આધુનિક પદ્ધતિથી ખેતીના અનુભવો અને મીઠી મધ જેવી ટેટીની ખેતી વિશે વાત કરતા યુવા ખેડૂત પ્રવિણભાઈ કહે છે કે, રાજ્યમાં ભાગ્યે જ કોઈ આ જાતની ટેટીનું વાવેતર કરે છે. પ્રગતિશીલ ખેડૂત પ્રવિણભાઈએ જાન્યુઆરી-2023ના પ્રથમ સપ્તાહે નાસીકથી મૃદુલા જાતના છોડ રૂા.4.10ના ભાવે અને રૂા.3.40ના ભાવે વિજય જાતની ટેટીના 14-14 હજાર રોપાઓ લાવીને ચાર એકરમાં વાવેતર કર્યુ હતું. માત્ર 70 દિવસના અંતે ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે, જેમાં પ્રથમ ઉતારામાં કિલો દીઠ રૂા.25નો ભાવ મળ્યો છે. જો કે હાલમાં માર્કેટમાં આ ટેટી ન હોવાથી રૂા.25થી લઈને કિલો દીઠ રૂા.40નો ભાવે મળવાની સંભાવના વ્યક્ત કરી હતી. એકરે 12થી 14 ટન એટલે કે ચાર એકરમાં 50 થી 60 ટન જેટલી સક્કરટેટીનું ઉત્પાદન થશે. 75 દિવસની માવજત બાદ ટેટીનું હાર્વેસ્ટીંગ શરૂ કર્યું છે, તેમજ પ્રારંભથી જ શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતી ટેટીના કારણે ઊંચા ભાવ પણ મળી રહ્યા છે અને મારા ખેતરમાંથી જ વેપારીઓ ટનબંધ ટેટી વેચાણથી લઈ જઈ રહ્યા છે.

મૃદુલા જાતની ટેટીની ખાસિયત
આમ તો બાગાયતી ખેતી લીલાછમ્મ વિસ્તારોમાં વધુ થાય છે, પરંતુ સુરત જિલ્લાની જમીન બાગાયતી ખેતી અને ખાસ કરીને તરબૂચ અને સક્કરટેટીને માફક આવે છે, એમાંય બાગાયત વિભાગના અધિકારીઓનું માર્ગદર્શન અને ખેડૂતની મહેનત સાથે મળે એટલે ખેતીમાં ચાર ચાંદ લાગી જાય છે. એટલે આટલું માતબર ઉત્પાદન મેળવી શકાયું છે. આ મૃદુલા જાતની ટેટીની ખાસિયતની વાત કરવામાં આવે તો આ ટેટીમાં બીજ ઓછા અને અંદરથી વ્હાઈટ પલ્પ હોય છે. જેનુ વજન 300થી લઈ 800 ગ્રામ હોય છે. ચારથી પાંચ દિવસ સારી રહે છે અને બ્રિકસ રેશિયો એટલે કે, ગળપણનો રેશિયો 14 જેટલો ઉંચો છે, જેથી સ્વાદમાં અન્ય ટેટીની સરખામણીએ અત્યંત મીઠી હોય છે, જેથી તેના ભાવો પણ સારા મળી રહે છે.

પ્રગતિશીલ ખેડૂતનો રાજ્યના ખેડૂતોને સંદેશ
રાજ્યના ખેડૂતોને સંદેશ આપતા પ્રગતિશીલ ખેડૂત પ્રવિણભાઈ જણાવે છે કે, આયોજનપૂર્વક અને ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને લઈને આધુનિક ઢબે ખેતી કરવામાં આવે તો ખેતીને નફાકારક બનાવી શકાય છે. પરંપરાગત ખેતીના બદલે ટુંકાગાળામાં વધુ નફો આપતા રોકડિયા પાકોનું વાવેતર કરવું જોઈએ. રાજ્ય સરકાર પણ દરેક પાકોમાં પ્રોત્સાહક સબસિડી આપે છે. ઉપરાંત નવસારી કૃષિ યુનિ.ના ટેક્નિકલ સ્ટાફનો ખૂબ સારો સપોર્ટ રહે છે.

અઢીથી ત્રણ મહિનામાં તૈયાર થઈ જાય છે ટેટી
દક્ષિણ ગુજરાતમાં શેરડીના વાવેતર થાય છે, પણ શેરડીના પાક માટે દોઢ વર્ષ સુધી રાહ જોવી પડે છે, જ્યારે ટેટીનો પાક અઢીથી ત્રણ મહિનામાં તૈયાર થઈ જાય છે. ઓછા ખર્ચ અને સમયમાં માતબર ઉત્પાદન અને પોષણક્ષમ ભાવો મળતા હોવાથી ટેટીની ખેતી વધુ સારો વિકલ્પ છે. ઉનાળુ પાક ગણાતી ટેટીની બાગાયતી ખેતીમાં ગરમ વાતાવરણ જળવાઈ રહે તો બમ્પર ઉત્પાદન મળે છે. સુરત જિલ્લાની જમીન, પાણી અને હવામાન ટેટીની ખેતી અનુકૂળ હોવાથી સામાન્ય સાથે ઉત્તમ જાતોની ટેટીના વાવેતર અને ઉત્પાદનમાં ઉછાળો આવ્યો છે અને ગ્રાહકોને ટેટીનો સ્વાદ પણ પસંદ આવ્યો છે સાથે જ બજારભાવ પણ યોગ્ય મળી રહ્યા છે. ગુણવત્તાસભર ટેટીને કારણે મોટા પ્રમાણમાં ગ્રાહકો પ્રવિણભાઈના ખતેરે આવીને જ ટેટી લઈ જાય છે, ત્યારે કોઈ પણ પ્રકારના વચેટિયાઓ રાખ્યા વિના પ્રવિણભાઈ ખેતરમાં જ ટેટીનું વજન કરી ગ્રાહકોને ટેટી આપે છે.

અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ
કામરેજના પ્રગતિશીલ ખેડૂત પ્રવિણભાઈ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થયાં છે, તેમની સુજબુઝ અને ખેતી કરવાની અલગ પદ્ધતિ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થઈ છે, ઓછા ખર્ચે, ઓછા સમયે અને ઓછી મહેનતે મબલક પાકનું ઉત્પાદન કેવી રીતે કરી શકાય તેનો અનુભવ પ્રગતિશીલ ખેડૂત પ્રવિણભાઈ પાસે છે, ત્યારે તેમના આ અનુભવથી જ તેઓ આ પ્રમાણે ખેતી કરી રહ્યા છે અને તેમાં તેઓ સફળ પણ થયા છે, પ્રવિણભાઈની આ ખેતી જોવામાં માટે દૂર દૂરથી અન્ય ખેડૂતો પણ તેમના ખેતરે આવે છે અને તેમની ખેતીને જોઈ અન્ય ખેડૂતો પણ ખુશ થયાં છે અને એ પ્રકારની ખેતી કરવા માટે પ્રેરિત થયાં છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ