બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / A police team saved the life of a physio student in Surat

આવું ના કરશો / સુરતમાં રહેતી વિદ્યાર્થીનીએ આપઘાત પહેલા દોરડું સેટ કરી વોટ્સએપમાં મૂક્યું સ્ટેટસ, દેહરાદૂન રહેતા મિત્ર અને પોલીસે આ રીતે બચાવ્યો જીવ

Priyakant

Last Updated: 12:57 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Suicide News: પરીક્ષાને લઈ તણાવમાં આત્મહત્યા કરવા જતી વિદ્યાર્થીનીએ પંખા ઉપર દોરડું બાંધી માત્ર બેથી ત્રણ જણાને દેખાય તેવું વોટ્સએપ સ્ટેટસ સેટ કર્યું અને પછી......

  • સુરતમાં પોલીસની ટીમે ફિઝિયોની વિદ્યાર્થીનીનો જીવ બચાવ્યો
  • પરીક્ષાને લઈ તણાવમાં આપઘાત કરવા જતી વિદ્યાર્થીનીએ સ્ટેટ્સ મૂક્યું 
  • દહેરાદૂન રહેતી તેની એક મિત્રએ આ સ્ટેટ્સ જોઈ પોલીસને જાણ કરી 
  • પોલીસની ટીમે વિદ્યાર્થીનીને બચાવ્યા બાદ તેણીનું કાઉન્સેલિંગ કરાયું

સુરતમાં દિવસેને દિવસે વધતી જતી ક્રાઈમની ઘટનાઓ વચ્ચે પોલીસ એક વિદ્યાર્થીનીને આપઘાત કરતાં બચાવી છે. વાત જાણે એમ છે કે, પરીક્ષાને લઈ તણાવમાં આત્મહત્યા કરવા જતી વિદ્યાર્થીનીએ પંખા ઉપર દોરડું બાંધી માત્ર બેથી ત્રણ જણાને દેખાય તેવું વોટ્સએપ સ્ટેટસ સેટ કર્યું હતું. જોકે દહેરાદૂન રહેતી તેની એક મિત્રએ આ સ્ટેટ્સ જોઈ ફોન પર વાત કરતાં વિદ્યાર્થીનીએ આપઘાત કરતી હોવાનું જણાવ્યું હતું. જેથી તેણે તાત્કાલિક સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરી હતી. જે બાદમાં સુરતની ખટોદરા પોલીસે વિદ્યાર્થીનીની હોસ્ટેલ પહોંચી તેને આપઘાત કરતાં બચાવી હતી. 

જાણો શું છે સમગ્ર ઘટના ? 
સુરતના ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં એક વિદ્યાર્થીની સિવિલ કેમ્પસમાં ફિઝિયો હોસ્ટેલમાં રહેતી હતી. આ વિદ્યાર્થીનીએ પરીક્ષાને લઈ તણાવને કારણે પોતાનું જીવન ટૂંકાવી દેવાનું વિચાર્યું હતું. જેથી તેણે તે જે ફિઝિયો હોસ્ટેલમાં રહે છે ત્યાં પંખા પર દોરડું બાંધી તે ફોટો વોટ્સએપમાં માત્ર એક-બે વ્યક્તિને દેખાય તે રીતે સ્ટેટ્સ મૂક્યું હતું. જોકે આ સ્ટેટ્સ વિદ્યાર્થીનીની દહેરાદૂનમાં રહેતી એક મિત્રએ જોઈ લીધું હતું. 

દહેરાદૂનની મિત્રએ સ્ટેટ્સ જોયું અને બચ્યો જીવ
આ તરફ દહેરાદૂનની મિત્રએ સ્ટેટ્સ જોઈ તાત્કાલિક વિદ્યાર્થીનીને ફોન કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીનીએ વાત-વાતમાં પોતે આપઘાત કરતી હોવાનું કહ્યું હતું. જેને લઈ દહેરાદૂનની મિત્રએ તાત્કાલિક સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. જેથી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા ખટોદરા પોલીસને જાણ કરાઇ હતી. જેથી ખટોદરા પોલીસની પીસીઆર તાત્કાલિક ફિઝિયો હોસ્ટેલ પહોંચી હતી અને ત્યાં વિદ્યાર્થીની આત્મહત્યા કરે તે પહેલાં તેને બચાવી લેવાઈ હતી. આ સાથે વિદ્યાર્થીનીને બચાવ્યા બાદ તેણીનું કાઉન્સેલિંગ કરાયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ