બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / A Muslim family has been making Baba Vishwanaths turban for 5 generations

આસ્થા / 5 પેઢીઓથી મુસ્લિમ પરિવાર બનાવે છે બાબા વિશ્વનાથની પાઘડી, જાણો શું છે પરંપરા

Kishor

Last Updated: 12:43 AM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વારાણસીમાં છેલ્લી પાંચ પેઢીઓથી ગિયાસુદીનનો પરિવાર રંગભારી એકાદશીને પગલે બાબો વિશ્વનાથની પાઘડી બનાવવાનું કામ કરી શકે રહ્યો છે. તો બીજી બાજુ પાઘડી સજાવાનું કામ હિન્દુ પરિવાર કરતો હોવાથી વિવિધતામાં એકતાના દર્શન થઇ રહ્યા છે.

  • વારાણસીના લલ્લાપુરા વિસ્તારમા મુસ્લિમ પરિવાર બનાવે છે પાઘડી
  • હાથ અને આંખ સાજા રહે ત્યાં સુધી સેવા કરવાની તૈયારી

વારાણસી એટલે કે કાશીને બાબા વિશ્વનાથની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિસ્તારના લોકો તમામ પર્વ બાબા વિશ્વનાથની મૂર્તિ સાથે જ ઉજવે છે. આ તહેવારોમાં હોળીનો પણ સમાવેશ થાય છે. માન્યતા અનુસાર, બાબા વિશ્વનાથ આ દિવસે મા પાર્વતીના ચાંદીના રૂપમાં કરીને ભક્તોને દર્શન આપીને અને હોળી રમીને વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતા.

 બાબા વિશ્વનાથની પાઘડી બનાવે છેમુસ્લિમ પરિવાર

જે માન્યતાને લઈને આ દિવસે મા પાર્વતી અને બાબા વિશ્વનાથની ચાંદીની તરતી મૂર્તિઓને વિશેષ રીતે શણગારવામાં આવતી હોય છે ત્યારે તેને કપડાંથી શણગાર સજ્જવામા આવે છે. જેમાં બાબા વિશ્વનાથના માથા પર પાઘડી પહેરવામાં આવે છે. જેમાં ખાસ વાત એ છે કે એક મુસ્લિમ પરિવાર છેલ્લી 5 પેઢીઓથી આ પાઘડી બનાવવાનું કામ કરી રહ્યો છે. તેમાં પણ પાઘડી સજાવવાનું કામ હિન્દુ વેપારીઓ દ્વારા કરવામાં આવ્યું છે. હોળીના તહેવાર પર ભાઈચારાનું આ ઉદાહરણને લોકો બીરદાવે છે.

5 પેઢીથી પાઘડી બનાવતો ગિયાસુદ્દીનનો પરિવાર 
વારાણસીના સીગરાના લલ્લાપુરા વિસ્તારમાં પાઘડી બનાવતા ગિયાસુદ્દીન પરિવારને આ કળા વારસામાં મળી છે.હાથમાં સોય અને દોરા સાથે ગિયાસુદ્દીન પરિવાર આ આબેહૂબ પાઘડી બનાવે છે. અને જ્યા સુધી તેમના હાથ કામ કરે છે અને તેમની આંખો સારી છે ત્યાં સુધી તેઓ બાબા વિશ્વનાથની સેવા કરતા રહેશે. તેવી તેમની ઈચ્છા છે. આ જ કારણ છે કે હોળી પહેલા રંગભરી એકાદશીના દિવસે બાબા વિશ્વનાથને ગિયાસુદ્દીન દ્વારા તૈયાર કરાયેલી પાઘડી પહેરાવવામાં આવે છે. આ ખાસ શાહી પાઘડી પોતાનામાં ખાસ છે કારણ કે તે વર્ષમાં માત્ર એક જ વાર બનાવવામાં આવે છે. તેની બીજી જોડી તૈયાર નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ