બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / A musical fountain like Dubai will be prepared at the cost of 6 crores on the Ahmedabad riverfront

પ્રોજેક્ટ / ક્રૂઝ બાદ હવે અમદાવાદ રિવરફ્રન્ટ પર 6 કરોડના ખર્ચે તૈયાર થશે દુબઇ જેવો મ્યુઝિકલ ફાઉન્ટેન, બનશે આકર્ષણનું કેન્દ્ર

Priyakant

Last Updated: 10:21 AM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Riverfront Musical Fountain Latest News: રિવરફ્રન્ટ પર દુબઈના પ્રખ્યાત ફાઉન્ટેન જેવુ જ મ્યૂઝિકલ ફાઉન્ટેન બનશે, ફ્લાવર ગાર્ડનમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવું ગ્લો ગાર્ડન પણ બનશે

  • અમદાવાદમાં લોકોને મળશે વધુ એક નવું નજરાણું
  • રિવરફ્રન્ટ પર બનાવાશે મ્યૂઝિકલ ફાઉન્ટેન 
  • દુબઈના પ્રખ્યાત ફાઉન્ટેનનું થશે નિર્માણ 
  • ફ્લાવર ગાર્ડનમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવું ગ્લો ગાર્ડન બનશે 

Ahmedabad Riverfront Musical Fountain : અમદાવાદ શહેરના લોકોને એક નવું નજરાણું મળશે. વાત જાણે એમ છે કે, રિવરફ્રન્ટ ઉપર આવતા લોકોને આકર્ષવા માટે એક નવું આકર્ષણ બનશે. વિગતો મુજબ ટૂંક સમયમાં દુબઈનાં પ્રખ્યાત મ્યુઝિકલ ફાઉન્ટેન જેવો મ્યુઝિકલ ફાઉન્ટેન બનાવવામાં આવશે. આ તરફ ગ્લોબલ પાર્ક, બટરફ્લાય પાર્ક અને અટલ બ્રિજ બાદ રિવરફ્રન્ટ ઉપર નવું આકર્ષણ બનશે. આ સાથે ફ્લાવર ગાર્ડનમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવું ગ્લો ગાર્ડન બનાવવામાં આવશે.

દુબઈનાં પ્રખ્યાત મ્યુઝિકલ ફાઉન્ટેન જેવો મ્યુઝિકલ ફાઉન્ટેન 
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલ અટલ બ્રિજ પાસે દુબઈનાં પ્રખ્યાત મ્યુઝિકલ ફાઉન્ટેન જેવો જ 20 મીટર પહોળો અને 25થી 40 મીટર ઊંચાઈનો મ્યુઝિકલ ફાઉન્ટેન બનાવાશે. વિગતો મુજબ તેમાં ઓછામાં ઓછી 400 નોઝલ હશે આબે આ ફાઉન્ટેન L શેપમાં હશે. આ સાથે આ ફાઉન્ટેનને અટલ બ્રિજ પરથી સારી રીતે જોઈ શકાશે. મ્યુઝિકલ ફાઉન્ટેન માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટ્રેસ્ટ (EOI) મંગાવ્યા છે. મ્યુઝિકલ ફાઉન્ટેન પાછળ અંદાજિત 6 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. 

File Photo

ફ્લાવર ગાર્ડનમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવું ગ્લો ગાર્ડન બનશે 
આ સાથે સાબરમતી કિનારે રિવરફ્રન્ટ પરના ફ્લાવર ગાર્ડનમાં ટૂંક સમયમાં  સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવું ગ્લો ગાર્ડન બનાવવામાં આવશે. માહિતી મુજબ 3.5 કરોડના ખર્ચે બનનારા ગ્લો ગાર્ડન માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે. આ ગ્લો ગાર્ડનમાં 200 ફૂટની ગ્લોઈંગ ટનલ, જુદી જુદી ડિઝાઈનના 80થી 90 સ્કલ્પચર મુકાશે. 

શું-શું હશે આ ગ્લો ગાર્ડનમાં ? 
અહીં ઝાડ, નાના-નાના છોડ, પશુ-પક્ષીઓ, કાર્ટૂનના વિવિધ કેરેક્ટર હશે. આ સિવાય ગાર્ડનમાં સ્વિંગ્સ, લાઈટ બેન્ચ, વોક-વે હશે. ગ્લો ગાર્ડનમાં 2 સેલ્ફી પોઈન્ટ પણ ઊભાં કરવામાં આવશે જે 3 ફૂટ સુધીનો હશે. ગ્લો ગાર્ડનની અંદર 80થી 90 સ્કલ્પચર મુકવામાં આવશે. ફ્લાવર શો પછી ફેબ્રુઆરીમાં ગ્લો ગાર્ડનનું કામ શરૂ કરાશે અને મે સુધીમાં પૂરું કરવાનું રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ