બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / A motion of no confidence was brought against the Modi government by the opposition in Parliament but the no confidence motion was rejected

મહામંથન / સંખ્યાબળ નથી છતાં અવિશ્વાસ પ્રસ્તાવ કેમ લાવ્યું વિપક્ષ? સળગતા મુદ્દાઓનું સમાધાન શું?

Vishal Khamar

Last Updated: 10:15 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદમાં સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ દરમ્યાન વિપક્ષ અને શાસક પક્ષ દ્વારા એકબીજા પર આક્ષેપબાજી કરી. તેમજ મણિપુર મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો.

મોદી સરકારસામે 9 વર્ષના કાર્યકાળમાં બીજો અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો અને અપેક્ષા પ્રમાણે આ અવિશ્વાસ પ્રસ્તાવ પણ રદ થયો. મણિપુર હિંસાની ઘટના બાદ કોંગ્રેસ સહિત અન્ય દળો સંસદમાં સતત ચર્ચાની માંગ કરતા રહ્યા. સરકારે પણ સતત આરોપ મુક્યા કે સરકાર ચર્ચા માટે તૈયાર છે પરંતુ વિપક્ષને હોબાળામાં જ રસ છે. જો કે નિયમોને આધીન લોકસભા સ્પીકરે અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા સ્વીકારી. સરકાર ઉપર ગંભીર આક્ષેપો થયા બાદ અને અમિત શાહની મણિપુર હિંસા મુદ્દે સવિસ્તાર રજૂઆત બાદ હવે પ્રધાનમંત્રીનો વારો હતો. જનસભા હોય કે સંસદ પ્રધાનમંત્રીએ આગવા અંદાજમાં વિપક્ષને આડેહાથ લીધો..  

  • સંસદમાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો
  • વિપક્ષી ગઠબંધન દ્વારા સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો
  • I.N.D.I.A. ગઠબંધન હેઠળ વિપક્ષે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કર્યો
  • અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા માટે લોકસભામાં 3 દિવસ ફાળવવામાં આવ્યા

મણિપુર હિંસા અંગે પણ પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મણિપુરમાં શાંતિનો સૂરજ ફરી ઉગશે અને સરકાર તેના માટે કંઈપણ કરી છૂટશે. સંખ્યાબળના અભાવે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ નહીં ટકે એ વાત કદાચ વિપક્ષ પણ જાણતો જ હતો અને સંસદમાં પણ તેવું જ થયું. સવાલ એ છે કે વિપક્ષને સરકાર ઉપર વિશ્વાસ ન હોવો સ્વભાવિક હોય શકે પરંતુ આટલી ચર્ચા અને આરોપોની વચ્ચે જે સળગતા મુદ્દા હતા તેનું સમાધાન મળ્યું કે કેમ? પૂર્વોત્તરનું એક પ્રગતિશીલ રાજ્ય મહિનાઓ સુધી ભડકે બળ્યું, મહિલાઓને નિર્વસ્ત્ર હાલતમાં ફેરવવામાં આવી, હવે રહી રહીને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવે છે જે રદ થવો નિશ્ચિત જ છે ત્યારે આવા સળગતા મુદ્દાનું સત્વરે સમાધાન કેમ નહીં અને સંસદમાં હંમેશા સંગ્રામની સ્થિતિ જ કેમ?

સંસદમાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો.  વિપક્ષી ગઠબંધન દ્વારા સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો. I.N.D.I.A. ગઠબંધન હેઠળ વિપક્ષે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કર્યો. અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા માટે લોકસભામાં 3 દિવસ ફાળવવામાં આવ્યા. વિપક્ષ અને શાસક પક્ષ દ્વારા આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયા. મણિપુરમાં વકરતી હિંસાને વિપક્ષે મુદ્દો બનાવ્યો હતો. ભાજપ-કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યા. આક્ષેપના રાજકારણની વચ્ચે મુદ્દાઓ હજુ સળગતા જ છે. મણિપુરમાં હિંસા પછી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.

  • વિપક્ષ અને શાસક પક્ષ દ્વારા આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયા
  • મણિપુરમાં વકરતી હિંસાને વિપક્ષે મુદ્દો બનાવ્યો હતો
  • ભાજપ-કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યા
  • આક્ષેપના રાજકારણની વચ્ચે મુદ્દાઓ હજુ સળગતા જ છે
  • મણિપુરમાં હિંસા પછી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે

સંસદમાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો.  વિપક્ષી ગઠબંધન દ્વારા સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો. I.N.D.I.A. ગઠબંધન હેઠળ વિપક્ષે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કર્યો. અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા માટે લોકસભામાં 3 દિવસ ફાળવવામાં આવ્યા. વિપક્ષ અને શાસક પક્ષ દ્વારા આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયા. મણિપુરમાં વકરતી હિંસાને વિપક્ષે મુદ્દો બનાવ્યો હતો. ભાજપ-કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યા. આક્ષેપના રાજકારણની વચ્ચે મુદ્દાઓ હજુ સળગતા જ છે. મણિપુરમાં હિંસા પછી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.

  • મણિપુરમાં મે મહિનાથી હિંસા વકરી રહી હતી
  • કુકી અને મૈતઈ સમુદાયના લોકો વચ્ચે ઘર્ષણ વધતું જતું હતું
  • બે મહિલાને નિર્વસ્ત્ર હાલતમાં ફેરવતો વીડિયો વાયરલ થયો
  • મણિપુરના વાયરલ વીડિયો બાદ સંસદ પરિસર બહાર PMએ નિવેદન આપ્યું

અવિશ્વાસ પ્રસ્તાવની અથ:થી ઈતિ
મણિપુરમાં મે મહિનાથી હિંસા વકરી રહી હતી. કુકી અને મૈતઈ સમુદાયના લોકો વચ્ચે ઘર્ષણ વધતું જતું હતું. બે મહિલાને નિર્વસ્ત્ર હાલતમાં ફેરવતો વીડિયો વાયરલ થયો. મણિપુરના વાયરલ વીડિયો બાદ સંસદ પરિસર બહાર PMએ નિવેદન આપ્યું. પ્રધાનમંત્રીએ ઘટનાને સભ્ય સમાજ માટે શરમજનક ગણાવી. ચોમાસુ સત્રના શરૂઆતના દિવસો હોબાળાની વચ્ચે નિરર્થક રહ્યા. I.N.D.I.A. ગઠબંધનની બેઠકમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો વિચાર રજૂ કરાયો હતો. લોકસભા સ્પીકરે નિયમ 184 અંતર્ગત અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂર કર્યો. 

  • મણિપુર મુદ્દે સરકારને ઘેરવી
  • પ્રધાનમંત્રીને મણિપુર મુદ્દે બોલવા ફરજ પાડવી
  • મુદ્દા આધારીત રાજકારણ માટે ગઠબંધનનું એક થવું
  • પૂર્વોત્તરના રાજ્યોમાં જનાધાર વધારવા પ્રયાસ કરવો

સંખ્યાબળ નહીં છતા અવિશ્વાસ પ્રસ્તાવ કેમ?
મણિપુર મુદ્દે સરકારને ઘેરવી.  પ્રધાનમંત્રીને મણિપુર મુદ્દે બોલવા ફરજ પાડવી. તેમજ  મુદ્દા આધારીત રાજકારણ માટે ગઠબંધનનું એક થવું.  પૂર્વોત્તરના રાજ્યોમાં જનાધાર વધારવા પ્રયાસ કરવો.

  • મોદી સરકાર સામે 2018માં પણ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો હતો
  • 2018માં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર 11 કલાક ચર્ચા ચાલી
  • અવિશ્વાસ પ્રસ્તાવ સામે મોદી સરકારે બહુમતિ સાબિત કરી હતી
  • પ્રસ્તાવના પક્ષમાં 126 જ્યારે વિરુદ્ધમાં 325 મત પડ્યા હતા 

અવિશ્વાસ સામે વિશ્વાસની જીત!
મોદી સરકાર સામે 2018માં પણ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો હતો.  2018માં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર 11 કલાક ચર્ચા ચાલી. પરંતું  અવિશ્વાસ પ્રસ્તાવ સામે મોદી સરકારે બહુમતિ સાબિત કરી હતી. પ્રસ્તાવના પક્ષમાં 126 જ્યારે વિરુદ્ધમાં 325 મત પડ્યા હતા. 

PMનો `વિશ્વાસ'થી જવાબ

  • જનતાને અમારી સરકાર ઉપર ભરોસો
  • અવિશ્વાસ પ્રસ્તાવ ભગવાનનો આશીર્વાદ
  • કોંગ્રેસના કેટલાક દરબારી પણ અવિશ્વાસ પ્રસ્તાવથી દુ:ખી
  • વિપક્ષની પ્રાથમિકતા દેશ નથી
  • વિપક્ષે દેશને નિરાશ કર્યો
  • વિપક્ષની રગેરગમાં અભિમાન અને અવિશ્વાસ
  • ભારતના યોગદાન ઉપર દુનિયાને ભરોસો
  • યુવાનોના ભવિષ્યની વિપક્ષને ચિંતા નથી
  • કોંગ્રેસને પરિવારવાદ પસંદ છે
  • વિપક્ષે ટપકું મુકીને INDIAના પણ ટુકડા કર્યા

રાહુલ ગાંધી ઉપર નામ લીધા વગર પ્રહાર
સંસદમાં મા ભારતી માટે જે કહેવાયું તેનાથી દરેક ભારતીયને દુ:ખ થયું.  આવા લોકોની નવી દુકાન ઉપર ટૂંક સમયમાં તાળા લાગશે.  કુંડામાં મૂળી ન વાવનારા ખેતર જોઈને હેરાન થાય તે સ્વભાવિક છે. કારનો કાચ નીચો કરીને ગરીબી જોનારાને આ વાતો હેરાન કરશે.  એક નેતાનું લોન્ચિંગ વારંવાર નિષ્ફળ થઈ જાય છે.  નેતાનું લોન્ચિંગ નિષ્ફળ જાય એટલે ગુસ્સો વધે છે.

  • સંસદમાં મા ભારતી માટે જે કહેવાયું તેનાથી દરેક ભારતીયને દુ:ખ થયું
  • આવા લોકોની નવી દુકાન ઉપર ટૂંક સમયમાં તાળા લાગશે
  • કુંડામાં મૂળી ન વાવનારા ખેતર જોઈને હેરાન થાય તે સ્વભાવિક છે
  • કારનો કાચ નીચો કરીને ગરીબી જોનારાને આ વાતો હેરાન કરશે

મણિપુર મુદ્દે શું બોલ્યા PM?
મણિપુર મુદ્દે ગૃહમંત્રીએ તમામ મુદ્દા સવિસ્તાર સમજાવ્યા.  ગૃહમંત્રીની વાત સાથે સહમતિ સધાઈ હોત તો ચર્ચા થઈ શકી હોત,  કોર્ટના એક નિર્ણયથી પક્ષ-વિપક્ષની સ્થિતિ ઉભી થઈ. જે ગુના આચરવામાં આવ્યા તે અક્ષમ્ય છે. દોષિતોને આકરી સજા થાય તે માટે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ. મણિપુરમાં શાંતિનો સૂરજ ઉગશે. નવા આત્મવિશ્વાસ સાથે મણિપુર ફરી આગળ વધશે.  મણિપુરની મા-દીકરીઓને કહેવા માંગુ છું કે દેશ તમારી સાથે છે.  સૌ સાથે મળીને પડકારનો સામનો કરીશું તો સમાધાન મળશે. મણિપુર વિકાસના રસ્તે ઝડપથી આગળ વધશે તેવો વિશ્વાસ છે.  સરકાર પોતાના પ્રયત્નોમાં કોઈ કચાશ નહીં છોડે.

PMની ગેરેંટીથી વિપક્ષ બહાર!

  • આ ગઠબંધન એટલે દેશના દેવાળુ ફૂંકવાની ગેરંટી
  • આ ગઠબંધન એટલે બે આંકડામાં મોંઘવારીની ગેરંટી
  • આ ગઠબંધન નીતિવિષયક નિર્ણયોમાં શિથિલતાની ગેરંટી
  • આ ગઠબંધન તુષ્ટિકરણની ગેરંટી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ